SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટું પિળમાં મહોત્સવ સાથે સૂરિમંત્રના પાંચ પ્રસ્થાનની આરાધના કરાવવાપૂર્વક પૂજ્યશ્રીએ સૂરિપદ પ્રદાન કર્યું અને આચાર્ય શ્રી વિજય મોહનસૂરિજી તરીકે સ્થાપ્યા. જીર્ણોદ્ધાર અને તીર્થયાત્રા એ પૂજ્યશ્રીને અતિપ્રિય હતા. ધર્મકાર્ય કરવાની ભાવનાવાળા ભાવિકને તેઓશ્રી એ માટે ખાસ ઉપદેશ આપતા. આ વખતે પણ ઝવેરી મેહનલાલ ગોકળદાસને તીર્થયાત્રાને છરી પાળ સંઘ કાઢવા માટે ઉપદેશ ફરમાવ્યો. છરી પાળ સંઘની મહત્તા અને સંઘપતિપદનું સૌભાગ્ય સમજનાર શ્રી મોહનભાઈએ પૂજ્યશ્રીને કહ્યું ઃ કૃપાનિધિ ! આપશ્રી જે સંઘમાં પધારે તે સંઘ કાઢવાને અમારે ઉલ્લાસ અપાર રહે. ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું : “ભાઈ! શારીરિક પ્રતિકૂળતાને કારણે હું તે નહિ આવી શકું. પણ શ્રીદર્શનસૂરિજી આદિ આવશે. તમે ઉત્સાહથી સંઘ કાઢે, મહાન લાભ મેળવે.” પૂજ્યશ્રીના આ વચનને શિરોધાર્ય કરીને મેહનભાઈએ પૂજ્યશ્રીના પટ્ટધર આ. શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં શ્રી સિદ્ધાચલજી તીર્થનો છ“રી” પાળતો સંઘ કાલ્યો. તળાજામાં ગિરિવર ઉપર શ્રીલક્ષમીભાભુ તરફથી બંધાતું જિનાલય તૈયાર થયું હોવાથી ત્યાંના સંઘે તથા શ્રીલ૯મીભાભુએ તેની પ્રતિષ્ઠા માટે પૂજ્યશ્રીને વિનંતિ કરી. પૂજ્યશ્રીએ સંઘ સાથે પાલિતાણા ગયેલા આ. શ્રી વિજયદર્શનસૂરિજી મ. ને પ્રતિષ્ઠા કરાવવાની આજ્ઞા ફરમાવતાં તેઓ તળાજા ગયા. ત્યાં નવીન દેરાસરમાં શ્રી પાર્શ્વપ્રભુ આદિ જિનબિંબની, તેમજ તીર્થધિનાયક સાચાદેવ શ્રીસુમતિનાથ દાદાની ટુંકમાં નવનિર્મિત ગુરુમંદિરમાં-શ્રીગૌતમ સ્વામીજી, શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રીવૃદ્ધિચંદ્રજી મ. આદિ ગુરુ ભગવંતની મૂર્તિઓની પ્રતિષ્ઠા વૈશાખ સુદ ૧૦ના દિવસે કરાવી. અહીં અમદાવાદમાં પાંજરાપોળના ઉપાશ્રયે-માગશર માસથી શ્રીભગવતીજી સૂત્રના ચુંગ વહી રહેલા મુનિશ્રી નંદનવિજયજી મહારાજને પૂજ્યશ્રીએ વૈશાખ સુદ દશમે ગણિપદ તથા વૈશાખવદ છ પંન્યાસપદ અર્પણ કર્યા. આ પ્રસંગે ઉપાશ્રયની જોડેની જગ્યામાં (જ્યાં હાલ શ્રી વિજયનેમિસૂરિ જ્ઞાનશાળા છે ત્યાં) સિદ્ધાચલજી આદિ તીર્થોની ભવ્ય રચનાઓ રચવામાં આવેલી. અઠ્ઠાઈ મહેત્સવ પણ ભારે ઠાઠ સાથે ભાવિકેએ ઉજળે. આ પદવીના વિધાન-સમયે વિખ્યાત વિદ્વાન પ્રો. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ સાદ્યન્ત હાજર રહ્યા. શ્રીધવને પૂજ્યશ્રી ઉપર અપાર સદ્ભાવ હતા. જેનદર્શનના અધ્યયન-અધ્યાપન કે લેખન કાર્યમાં ક્યારે પણ-કાંઈપણ શંકા થાય તે તેઓ તરત જ શ્રી અમૃતલાલ બાપુલાલ કાપડિયાને સાથે લઈને પૂજ્યશ્રી પાસે આવતા અને તે શંકાનું સમાધાન મેળવી લેતા. સ્યાદ્વાદમંજરીનો અંગ્રેજી અનુવાદ કરતી વેળાએ તેઓ અનેક વાર પૂજ્યશ્રી પાસે આવીને શંકાઓના નિરાકારણે મેળવી ગયેલા. તેમણે આ પદવી પ્રદાનની મંગળકિયા જોઈને તથા પદવી લેનારને અપાતી હિતશિક્ષા સાંભળીને ખૂબ આનંદ અનુભવ્યું. તેમણે પૂજ્યશ્રીને કહ્યું : આ પદવીદાન-વિધિ તે મેં આપની પાસે અને પ્રથમવાર જ જે. પદવી પ્રદાન તે સર્વત્ર આવી રીતે વિધિપૂર્વક જ થવું જોઈએ. અમારે પણ અમારા (કોલેજના) પદવીદાન-સમારંભમાં આ વિધિ દાખલ કરે જોઈએ, અને પદવી લેનારને તેના શિરે કેવી જવાબદારી મૂકવામાં આવી છે, તેને ખ્યાલ આપતી શિખામણ પણ આપવી જ જોઈએ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy