________________
અભુત કુનેહ–દઢ આત્મબલ
૧૯૫ કરતાં પૂજ્યશ્રી વિહાર કરી, પેટલાદ-માતર-ખેડા થઈને અમદાવાદ પધાર્યા. શરીરની અનુકૂળતા માટે શ્રાવકની વિનંતિ થવાથી સં. ૧૯૭૯નું એ ચાતુર્માસ પૂજ્યશ્રી અમદાવાદ-ખાનપુરમાં શા. હીરાલાલ પાંચાના બંગલે બિરાજ્યા.
[૪૨]
અદ્દભુત કુનેહ-દઢ આત્મબલ
બાહુચર સ્ટેટના મહારાજા શ્રી બહાદુરસિંહજી દુગડ કે જેઓ જૈનધમી મહારાજા હતા. તેઓ પગપાળા હિંદુસ્તાનના પ્રવાસે નીકળેલા. તેઓ અમદાવાદ આવ્યા, ત્યારે પૂજ્યશ્રીના દર્શનાર્થે આવ્યા. શ્રીસમેતશિખરજી તીર્થની વહીવટી દેખરેખ તેઓ કરતા હોવાથી તે તીર્થ અંગે દિગંબરો સાથે ચાલતા ઝઘડા માટે કેટલીક વિચારણાઓ પૂજ્યશ્રી સાથે કરવાની હતી. એ વિચારણા માટે પૂજ્યશ્રી પાસે તેઓ બેઠા, તે દરમ્યાન પૂજ્યશ્રીને ઠલ્લાના વ્યાધિને લીધે પંદરેક વાર ઠલ્લે જવું પડ્યું. એ જોઈને મહારાજાએ પિતાની સાથે પ્રવાસમાં રાખેલા હોમિયોપેથી ડોકટર પાસે પૂજ્યશ્રીની તબિયત તપાસાવરાવીને ગ્ય ઔષધ અપાવ્યું. એ ડોકટરે બે પડીકીઓ આપી. એક તે દિવસે અને બીજી ત્યારપછી આઠમે દિવસે લેવાની હતી. પણ પૂજ્યશ્રીને એક પડીકીથી જ આરામ આવી ગયો. ઘણે દિવસથી આહાર ન લેવાતે, તે પણ તે દિવસે લેવા, અને ગેસ–ઠલ્લા વિ. તમામ શાંત થઈ ગયું. ત્યારબાદ મહારાજાશ્રી પૂજ્યશ્રી સાથે વિચારણા કરી, પૂજ્યશ્રીનું માર્ગદર્શન મેળવીને પિતાના પ્રવાસમાં આગળ વધ્યા.
ચાતુર્માસ–સમાપ્તિ થતાં એ ચાતુર્માસ પરાવર્તન પૂજયશ્રીએ નાગજી ભૂધરની પળમાં શેઠ દલાભાઈ ગિરધરલાલને ત્યાં કર્યું. તેમણે તે પ્રસંગે અઠ્ઠાઈ મહત્સવ તથા અમદાવાદના સંઘની નવકારશી વિ. કાર્યો કર્યા.
નાગજી ભૂધરની પોળમાં મુનિરાજેને ચાતુર્માસિક સ્થિરતા માટે અને ગૃહસ્થને આરાધના કરવા માટે ઉપાશ્રય ન હતું. આ ખામી સૌને ખટકતી હતી. પૂજ્યશ્રીના ધ્યાનમાં એ ખામી આવતાં તેઓશ્રીએ એ માટે પિળના રહીશ શ્રીસાંકળચંદભાઈ વકીલના ધર્મપત્ની શ્રી ચંપાબેનને ઉપદેશ આપે. ચંપાબેને પિતાને અહોભાગી માનવાપૂર્વક એ ઉપદેશને ઝીલી લઈને પિળના નાકે આવેલું પિતાનું મકાન શ્રી સંઘને ઉપાશ્રય માટે સમર્પણ કર્યું. એમાં સાધુમહારાજેના માસાં થવા લાગ્યાં.
ત્યારબાદ શોષકાળમાં પૂજ્યશ્રી શાહીબાગમાં શેઠ મણીલાલ મનસુખભાઈના બંગલે થોડે સમય રહીને શેઠ હઠીસિંહ કેસરીસિંહની બહારની વાડીમાં બિરાજ્યા.
આ વર્ષે મહાપ્રભાવશાલી પૂજ્ય ગણિવર શ્રીમૂળચંદજી મહારાજશ્રીના શિષ્ય આચાર્ય શ્રીવિજયકમળસૂરીશ્વરજી મ. ના શિષ્યરત્ન પં. શ્રી મેહનવિજયજી ગણીને નાગજી ભૂધરની ૧ અત્યારે એ સ્થાને ભવ્ય ઉપાશ્રય થયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org