________________
૧૯૪
શાસનસમ્રાટું
જ્ઞાનશાળા બંધાવવામાં આવી. જીરાવલાપાડામાં પણ એ જ હેતુથી શ્રીવૃદ્ધિને યુદયયશ કીર્તિશાળા” નામે એક ભવ્ય ઉપાશ્રય ઘારાવના શા. મૂળચંદ જાવંતરાજ, તથા શેઠ માકુભાઈ શા. ચુનીલાલ ભગુભાઈ, શા. છગનલાલ અમરચંદ વગેરે શ્રમણોપાસક તરફથી તૈયાર થયે.
શા. ચુનીલાલ ભગુભાઈને નિયમ હતું કે-પૂજ્યશ્રીની નિશ્રામાં ઉપધાનતપ ન કરાવું, ત્યાં સુધી મીઠાને મૂળથી ત્યાગ. છેલ્લા સાત વર્ષથી આ નિયમ હતું પણ યોગ જામતું ન હતું. આ વખતે તેમણે પૂજ્યશ્રીને વિનંતિ કરીને ખંભાતમાં ઉપધાન કરાવવાનું નક્કી કર્યું. તદનુસાર ચાતુર્માસના અંતે ઉપધાનતપને પ્રારંભ પૂજ્યશ્રીએ કરાવ્યું. આ આરાધનામાં અમદાવાદવાળા શા. ગોકળદાસ અમથાશા વ. તથા ખંભાતવાળા ૫૦ પુરૂષે, તેમ જ ૨૫૦ બહેને જોડાયા.
ઉપધાન પૂર્ણ થયે માળારોપણ મહોત્સવ ઉજવાય. ત્યારપછી સંસારના અનેકવિધ અનુભવથી ઘડાયેલા અને પૂજ્યશ્રીની અમોઘ દેશનાના પ્રભાવે સાચા વૈરાગ્યથી સુવાસિત અંત:કરણવાળા પાંચ પ્રૌઢ ગૃહસ્થાએ પૂજ્યશ્રી પાસે પ્રવજ્યા અંગીકાર કરી. શ્રીગોકળદાસ અમથાશાહ, બટાદના શા. હેમચંદ શામજીના મોટા સુપુત્ર શ્રીસુખલાલભાઈ (મુનિશ્રીનંદનવિજયજી મ. ના વડીલ બંધુ), ધોલેરાના બે ગૃહસ્થ, તથા એક જામનગરના ભાઈ, એ પાંચેય દીક્ષા લેનારના નામે અનુક્રમે-મુનિશ્રી સુભદ્રવિજયજી, સુમિત્રવિજ્યજી, અમરવિજયજી, ઉદ્યોતવિજયજી, અને વીરવિજયજી મ. રાખવામાં આવ્યા.
શકરપુરાના દેરાસરોને જીર્ણોદ્ધાર પૂર્ણ થવાથી તેમજ નૂતન ગુરુમંદિર પણ તૈયાર થઈ જવાથી વૈશાખમાસમાં એ સર્વને પ્રતિષ્ઠા મહોત્સવ પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં શ્રીસંઘે ઉજવ્યો. ગુરુમંદિરમાં શ્રીગૌતમસ્વામી પ્રમુખ ગુરુભગવંતની મૂર્તિઓ તથા સ્વ. મુનિશ્રી કીર્તિવિજયજી મ.ની ચરણપાદુકા પધરાવવામાં આવી.
પૂજ્યશ્રીના પટ્ટધર શિષ્યરત્નો મહોપાધ્યાયશ્રી દર્શનવિજયજી ગણી, તથા મહાપાધ્યાય શ્રી ઉદયવિજયજી ગણી, કે જેઓ સમ્યગૂ જ્ઞાન-દર્શન અને ચારિત્રાદિ ગુણેથી દેદીપ્યમાન હતા, તેઓને આચાર્યપદવીથી અલંકૃત કરવા માટે શ્રીસંઘની વિનંતિ થતાં પૂજ્યશ્રીએ વૈશાખ વદિ ૨ ના મંગલ દિવસે તેઓ બનેને ચતુર્વિધ સંઘ સમક્ષ “આચાર્ય પદ સમર્પણ કર્યું અને ન્યાયવાચસ્પતિ, શાસ્ત્રવિશારદ આચાર્યશ્રીવિજ્યદર્શનસૂરિજી, તથા સિદ્ધાન્તવાચસ્પતિ ન્યાયવિશારદ આચાર્યશ્રીવિજયસૂરિજી તરીકે જાહેર કર્યા. આ પ્રસંગે શ્રીસંઘે અષ્ટાપદજીમેરૂપર્વત આદિની મનોરમ રચના કરવા સાથે અષ્ટાહિકા મહોત્સવ ઉજવ્યું. સ્વામીવાત્સલ્ય, નવકારશી વ. પણ આઠેય દિવસમાં કર્યા.
આ પછી પૂજ્યશ્રીને ઠઠ્ઠા-માતરાની ઉપાધિ થઈ જતાં કેટલાંક ડોકટરેએ મૂત્ર-ગ્રંથિ હોવાને વહેમ નાખ્યો. એટલે શેઠ શ્રી માકુભાઈ અમદાવાદથી સિવિલ સર્જન કર્નલ ડે. કૂકને તથા ડે. છાયાને લઈને ખંભાત આવ્યા. તેમણે બરાબર તપાસીને રિપોર્ટ આપે કે–પ્રેટેટ ગ્લેન્ડ જેવી કેઈ ચીજ નથી જ. આ સાથે ઠલ્લા-માતાના વ્યાધિના ઉપચારે પણ સૂચવ્યા. આ વખતે માકુભાઈએ અમદાવાદ પધારવાની વિનંતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org