SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ માલવીયાજીના ગુરુજી તેઓ ઉદયપુર ત્રણ દિવસ રહ્યા. તે દરમ્યાન સમસ્ત સંધમાં એ બન્નેય મહાપુરૂષોના મિલનથી અપૂર્વ આનંદ વ્યાપી રહ્યો હતા. તેઓએ પૂજ્યશ્રી સાથે વિવિધ વિષયને લગતી વિચારણા કરી, અને પેાતાની શાસનેન્નતિની ભાવના સવિનય વ્યકત કરતાં કહ્યું કે : આપશ્રીએ જેમ તીર્થોદ્ધારનું કામ ઉપાડયું છે, તેમ શાસનાદ્વારનું કામ પણ આપે જ ઉપાડવુ જોઈ એ. પૂ. શ્રી મૂળચંદજી મ., પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ. પૂ. શ્રી આત્મારામજી મ. આદિ મહાપુરૂષોના જેટલે। પ્રભાવ શ્રીસંઘ પર પડતા હતા, તેટલા પ્રભાવ આજે નથી પડતા. એનું કારણ સાધુઓના પારસ્પરિક મતભેદો છે. આપશ્રી અમદાવાદના શેઠિયાઓ દ્વારા એક સાધુસ ́મેલન ભરાવા, તે શાસનને ઘણે! જ લાભ થાય. સર્કલ સાધુ–સમુદાય એકત્ર ન થાય, તે આપશ્રી જેવા મોટા આચાય –પ્રવરા એકત્ર થઇને પણુ શાસનને હિતકર વ્યવસ્થા સ્થાપે.” તેની શાસન સેવાની દાઝથી ભરેલી આ વાત સાંભળીને પૂજ્યશ્રી ઘણા સંતુષ્ટ થયા, અને કહ્યું કે; “તમારૂં કથન બિલકુલ સમુચિત છે, અને સ ંમેલન માટે હું અમદાવાદ ગયા પછી ચેાગ્ય કરીશ.” ૧૮૫ આમ ત્રણ દિવસ સુધી સ્વજનના મેળાપ સમે આનંદ માણીને તે સધ સાથે કૈસરીયાજી તરફ ગયા. સ'. ૧૯૭૬ના ચાતુર્માસના મંગલ પ્રારંભ થયા. પૂજ્યશ્રીની ધર્માંદેશના-રૂપ ગંગામાં અનેક પુણ્યવાન આત્માએ સ્નાન કરવા લાગ્યા. ‘શ્રીપન્નવણા સૂત્ર'ની દેશના પૂજ્યશ્રીએ શરૂ કરી. ઉડ્ડયપુરના મહારાણા શ્રી ફત્તેહસિંહજી, એક તેજસ્વી, શુણિયલ અને ગુણાનુરાગી રાજવી હતા. પૂજ્યશ્રીના ગુણ્ણાનું વર્ણન તેઓએ કર્ણાપક સાંભળેલું. તેથી પૂજ્યશ્રીના દન કરવાની તેઓને ભાવના થઈ. પ્રથમ તેા તેઓએ પાતાના અંગત મંત્રી (Private Secretary) શ્રીìહકરણુજીને પૂજ્યશ્રીના પરિચય તથા સમાગમ કરવા માટે મોકલ્યા. ફોહકરણજી રાજ~મત્રી હાવા સાથે સ ંસ્કૃત-પ્રાકૃતના ઉચ્ચકક્ષાના વિદ્વાન અને સહૃદય પુરૂષ હતા. દÖનશાસ્ત્રમાં તેમને ઘણુા રસ પડતા. તેઓ પ્રતિદ્દિન પૂજ્યશ્રી પાસે આવીને જૈન તથા અન્ય દશનાના મૌલિક સિદ્ધાન્તા સમજતા. જૈન દર્શનનું તાર્કિક દૃષ્ટિએ જ્ઞાન મેળવવા માટે તેમને શ્રીહરિભદ્રસૂરિજી મહારાજવિરચિત 'ધ સંગ્રહણી' નામક ગ્રંથ વાંચવાની ઈચ્છા થઈ. પૂજ્યશ્રીને એ માટે વિનતિ કરતાં પૂજ્યશ્રીએ એ કાય મહેાપાધ્યાય શ્રીઉદ્દયવિજયજી ગણીને સાંખ્યુ. ઉપાધ્યાયજી મ. પણ તેને એ જૈનદર્શનના મહાન્ ગ્રંથનુ વિશદ રીતે અધ્યયન કરાવવા લાગ્યા. શ્રીફત્તેહકરણજી જેટલા જ્ઞાની હતા, એટલા જ નમ્ર અને જિજ્ઞાસુ હતા. તેઓ નિયત કરેલા સમયે હમેશાં આવી જતા. રાજ્ય તરફથી પાલખી-વાહન આદિની સગવડ મળી હાવા છતાંય તેઓ પેાતાના નિવાસસ્થાનથી ધર્મશાળા સુધી ઉઘાડા પગે ચાલીને જ આવતા. તેઓ માનતા હતા કે વિદ્યા પ્રત્યે સપૂણ વિનયભાવ હાય, તેા જ વિદ્યા મળે અને ક્ળે છે. રાજ્યના એક વરિષ્ઠ અને વિદ્વાન અધિકારીમાં આવી જિજ્ઞાસા અને નમ્રતાનુ મિશ્રણ જોઈ ને લાકોને ‘સાનામાં સુગંધ'ના મેળ લાગતા હતા. ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy