SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટે - આ વિહારમાં ઉદયપુરના અનેક ધનિક ભાઈએ પૂજ્યશ્રીની સાથે રહ્યા હતા. પૂજ્યશ્રીની અમેઘ પ્રેરણા પામીને તેઓએ “શ્રી જૈન વે. મૂ. પૂ. એસોસિએશન ઓફ મેવાડ” નામની એક સુંદર સંસ્થા સ્થાપી. મેવાડ પ્રદેશમાં દેરાસરની રક્ષા કરવી, એ આ સંસ્થાનું મુખ્ય ધ્યેય હતું. આ સંસ્થાના સભ્ય તરીકે મારવાડ-મેવાડના અનેક ગામના આગેવાને-ગૃહસ્થ જોડાયા. આથી એની સ્થિતિ દરેક પ્રકારે સદ્ધર બની. એનું કેન્દ્ર ઉદયપુર ખાતે રહ્યું. આ સંસ્થાના માધ્યમે એના સભ્યોએ મેવાડના બે ત્રણ ગામમાં દેરાસરમાં જિનમૂતિની થઈ રહેલી આશાતનાનું ત્યાં જઈને નિવારણ કર્યું. અને એ દેરાસરો તથા મૂતિઓને કજો પણ લઈ લીધો. ત્યારબાદ પૂજ્યશ્રી એકલિંગજી થઈ દેલવાડા પધાર્યા. આ દિવસે માં મેવાડના જ કઈ ગામમાં પૂજ્યશ્રીના શિષ્ય પં. શ્રીવિજ્ઞાનવિજયજી મહાવાજે અમદાવાદ-ખેતરપાળની પિળના રહેવાસી અને દશાશ્રીમાળી જ્ઞાતિના શ્રી કાન્તિભાઈ નામના એક કિશોરને દીક્ષા આપી, તેમનું નામ મુનિશ્રી કસ્તૂરવિજયજી મ. રાખ્યું. ઉદયપુરના વતની શ્રી જીતમલજી નામના એક ભાઈને પણ પ્રવજ્યા લેવાની ઉત્કટ ભાવના થતાં તેઓ પૂજ્યશ્રી પાસે દેલવાડા આવ્યા. પણ તેમના ભાઈ ભૂરમલજીએ એ માટે રજા ન આપી, અને તેઓ તેમને પાછા લઈ જવા માટે આવ્યા. પણ જીતમલજીની મક્કમતા તથા એસોસિએશનના પ્રમુખ શ્રી ચતુરસિંહજીની સમજાવટથી તેઓએ દીક્ષા માટે સંમતિ આપી, અને ઉદયપુરમાં દીક્ષા આપવા માટે પૂજ્યશ્રીને વિનંતિ કરી. પૂજ્યશ્રી પણ ઉદયપુર પધાર્યા. ત્યાં ઠાઠમાઠ પૂર્વક જીતમલજીની દીક્ષા કરી. મુનિશ્રીજીતવિજયજી મ. નામ રાખીને તેમને પોતાના શિષ્ય બનાવ્યા. આ વખતે મુનિરાજશ્રી વલ્લભવિજયજી મ. (આ. શ્રી વિજયવલ્લભસૂરિજી મ.) શિવગંજથી છ“રી પાળતા સંઘ સમેત શ્રીકેસરિયાજીની યાત્રાએ જતા હતા. તેઓ માર્ગમાં ઠેરઠેર પૂજ્યશ્રીના ઉપદેશના પ્રભાવે મૂર્તિપૂજક બનેલા તેરાપંથી તથા સ્થાનકવાસીઓને તથા તેમની ધર્મશ્રદ્ધા અને ગુરૂભક્તિ વગેરેને નિહાળતા નિહાળતા ઉદયપુર આવ્યા. આ નિહાળીને તેઓના હૃદયમાં પૂજ્યશ્રી પ્રત્યે ઘણું બહુમાન ઉત્પન્ન થયેલું. પૂજ્યશ્રીના દર્શન કરવાની ભાવનાથી તેઓ સંઘસહિત ઉદયપુર આવ્યા. પૂજ્યશ્રી પણ ત્યાં ધર્મશાળામાં બિરાજતા હતા. સ્થાનિક સંઘે તેઓનું સ્વાગત કર્યું, અને તેઓને તથા સંઘને ગ્ય સ્થાને ઉતાર્યા. શ્રીસંઘે તેમને માંગલિક પ્રવચન આપવાની વિનંતિ કરતાં તેઓએ (શ્રીવલ્લભ વિજયજી મ. એ) નમ્રભાવે કહ્યું કે, અહીંયા (શહેરમાં) પૂજ્ય આચાર્ય ભગવંત બિરાજે છે, તેમની અનુજ્ઞા લીધા વિના મારાથી વ્યાખ્યાન ન વંચાય.” એટલે શ્રીસંઘના કથનથી તેઓ તથા સકલસંઘ પૂજ્યશ્રી પાસે-ધર્મશાળાએ આવ્યા. ત્યાં પૂજ્યશ્રીની અનુમતિ મેળવીને તેઓએ સંઘને મંગલાચરણ સંભળાવ્યું, અને પછી તેઓ પિતે ઉતર્યા હતા તે સ્થાને ગયા. બપોરના સુમારે તેઓ પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રી સાથેની તેમની આ પ્રથમ મુલાકાત હતી. તેઓના દિલમાં શાસન અને સંઘ માટે કંઈક કરી છૂટવાની તમન્ના હતી. પંજાબમાં તેઓના ઉપદેશથી ઘણાં શાસનના કાર્યો થયેલા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy