SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ શાસનસમ્રાટ - પૂજ્યશ્રીના અસામાન્ય ગુણેથી તેઓ પૂર્ણપણે આકર્ષાયા હતા. અને તેથી જ એ ગુણનું વર્ણન તેઓ મહારાણું સાહેબ આગળ મુક્ત કઠે કરતા આથી મહારાણા સાહેબે તેમને કહ્યું કે તમે મહારાજજીની અહીં-રાજમહાલયે સબહુમાન પધરામણી કરાવો. ફત્તેહઝરણુજીએ એકવાર અવસર જોઈને પૂજ્યશ્રીને રાજમહેલમાં પધારવા માટે મહા રાણું તરફથી વિનંતિ કરી. પણ પૂજ્યશ્રીએ રાજમહાલયે જવાની અનિચ્છા બતાવી. મહારાણાએ કહેવરાવ્યું કે શ્રી હેમચંદ્રસૂરિજી મ., અને શ્રીહીરવિજયસૂરિજી મ; વગેરે આચાર્ય ભગવંતે રાજમહાલયે પધાર્યાને દષ્ટાન્ત આવે છે. તેમ આપશ્રી પણ જરૂર પધારીને રાજમહેલને પાવન કરે. જવાબમાં પૂજ્યશ્રીએ ફરમાવ્યું કેઃ “એ બધા તે મહાપુરુષ હતા. હું તે તેમની પાસે એક સામાન્ય સાધુ છું, અને તેઓના ચરણની રજ છું. એ મહાપુરુષોનું અનુકરણ મને ન શોભે.” ફત્તેહઝરણુજીએ કહ્યું સાહેબ ! વર્તમાનમાં પણ શ્રીવિજ્યધર્મસૂરિજી મ; શ્રી હનવિજયજી મ; વગેરે રાજમહાલયે પધાર્યા છે. તેમ આપ પણ પધારે. પૂજ્યશ્રીએ કહ્યું: “મન્નાિ રોજ” જુદી જુદી રૂચિવાળા જ હોય છે. જેને જેમ રુચે તેમ કરે. પણ રાજમહેલે જવા માટે મારી ઈચ્છા થતી નથી.” - આ જવાબે મહારાણાશ્રીના મનમાં પૂજ્યશ્રી પ્રત્યેના સદુભાવમાં અપૂર્વ વૃદ્ધિ કરી. તેઓએ પોતાના પાટવીકુમાર યુવરાજશ્રી ભૂપાલકુમારસિંહજીને પૂજ્યશ્રીના દર્શને જવા પ્રેરણું કરી. યુવરાજશ્રીએ પણ પૂજ્યશ્રીના દર્શન તથા ઉપદેશશ્રવણને લાભ આનંદપૂર્વક લીધે. આ ચોમાસામાં-ભારતના વિખ્યાત દેશનેતા, અસામાન્ય વિદ્વાન અને કાશીમાં હિન્દુવિશ્વવિદ્યાલયના સંસ્થાપક પંડિતશ્રી મદનમોહન માલવીયાજી એકવાર રાજયના મહેમાન તરીકે આવેલા. તેમના એક પુત્ર શ્રી રમાકાન્તછ ઉદયપુરના મુખ્ય ન્યાયાધીશ હતા. એક દિવસ માલવીયાજીએ મહારાણને પૂછયું અહીં કોઈ એવા વિદ્વાન પુરૂષ છે, કે જેમની વિદ્વત્તાને લાભ લઈને આનંદિત બનીએ ? મહારાણાએ કહ્યું: “અહીં જગતના મહાન વિદ્વાન જૈનાચાર્ય શ્રીવિજ્યનેમિસૂરીશ્વરજી મહારાજ બિરાજે છે. તેઓની વિદ્વત્તા અજોડ છે.” આ સાંભળીને માલવીયાજી પૂજ્યશ્રી પાસે આવ્યા. પ્રથમ-દર્શને જ તેઓને પ્રતીતિ થઈ કે–મહારાણુની વાત સર્વથા સત્ય જ છે. તેઓ પૂજ્યશ્રી પાસે કલાક સુધી બેઠા, અને તત્ત્વચર્ચા કરી. ત્યારપછી તો તેઓ ઉદયપુરમાં રહ્યા ત્યાં સુધી પ્રતિદિન પૂજ્યશ્રી પાસે આવીને વિદ્વદુગોષ્ઠિ કરતા. પૂજ્યશ્રી સાથેની તેઓની ચર્ચામાં ધર્મશાસ્ત્ર-રાજનીતિ–પૃશ્યાસ્પૃશ્ય વિચાર વગેરે અનેક વિષયોની મુક્તમને વિચારણા થતી. આ વિચારણાઓમાં પૂજ્યશ્રીની પ્રતિભા, વિદ્વત્તા, અને ઉદાર-દીર્ઘદ્રષ્ટિ જોઈને માલવીયાજી પૂજ્યશ્રીને “ગુરૂજી' કહીને સંબોધવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy