________________
કાપરડાને પુનરૂદ્ધાર
૧૭૮
બિલાડાથી શ્રીપનાલાલજીના કુટુંબીઓએ માણસ મોકલીને કહેવરાવ્યું: જાટલોકેના ભયંકર તોફાનમાં તમારે ત્યાં રહેવાની જરૂર નથી. તમે જલદી અહીં આવી જાવ.
જવાબમાં તેમણે કહેવરાવ્યું કેઃ “મારો દેહ પડે તે ભલે પડે, પણ અત્યારે હું બિલાડા નહીં જ આવું. પૂ. આચાર્ય મહારાજાદિને આવા સંગેમાં અહીં મૂકીને મારાથી અવાય જ નહિ.” - પૂજ્યશ્રીએ પનાલાલને કહ્યું: “તમે જરાય ચિંતા કરશો નહિ. કાંઈ થવાનું નથી. પણું તમારે તમારા રક્ષણ માટેના સાધનો અહીં તૈયાર રાખવા ઉપગ રાખવો જોઈએ.”
સાહેબ પનાલાલજીએ કહ્યું-હમણાં જ તમામ સાધને અહીં આવી જવાના જ છે.” અને ડીવારમાં તે બિલાડાના એક “રાવણે નામે ગૃહસ્થ તલવાર-ઢાલ–બંદૂક વિ. હથિયારે લઈને ત્યાં આવી પહોંચ્યા.
કાપરડાછથી સાત ગાઉ દૂર, “બિલાડામાં તેઓ કઈ રીતે ગયા, અને તમામ સાધને લઈને તે જ વખતે પાછા કાપરડાજી કઈ રીતે આવ્યા ? એ પ્રશ્નને ઉકેલ તે તેઓ જ કરી શકે. - ત્યાર પછી હથિયાર લઈને પનાલાલજી વિગેરે ગઢ ઉપર ચડી ગયા. અને ડીવારમાં તે જાટલેકેના હથિયારબંધ ટેળાંઓ હકારા-પડકારા કરતા આવી પહોંચ્યા.
સાંજને સમય હતે. અંધકાર સર્વત્ર વ્યાપી રહ્યો હતો. કાચાપોચાની છાતી બેસી જાય, એ આ દેખાવ હતો. ગઢના દ્વાર બંધ હોવાથી જાટલેકે ગઢની તરફ ઘેરે નાખીને પથરાઈ ગયા. ગઢ ઉપર તથા નીચે બન્ને પક્ષવાળાએ બંદુકના ભડાકાઓ કરવા લાગ્યા.
આ તરફ આપણું પનાલાલજી વિ.એ અગમચેતી વાપરીને અગાઉથી જ એક બાહોશ માણસને જોધપુર-ના. મહારાજા પાસે રક્ષણ આપવા માટેની વિનંતિ કરવા મેકલેલે. એટલે ત્યાં શ્રી જાલમચંદજી વકીલના પ્રયાસથી ૪૫ ઉંટવાર પોલીસ તત્કાલ-રાતોરાત કાપરડાજી આવી પહોંચી. આવતાંવેંત જ તે હથિયાર ચલાવવા લાગી, તોફાની જાટકોની ધરપકડ શરૂ કરી, અને તેમના મચરકા (જામીન) પણ લેવા માંડી. જાટો પણ પોલીસને જોઈને આમતેમ નાસભાગ કરવા માંડયા. થોડીવારમાં તે ત્યાં સંપૂર્ણ શાન્તિ સ્થપાઈ ગઈ. જાણે કાંઈ બન્યું જ નહેતું. કેઈ માણસને કે દેરાસરને અંશમાત્ર પણ નુકશાન થયું નહિ, અને દેવ-ગુરુધર્મના પ્રબળ પુણ્યપ્રભાવને જયજયકાર વર્તાય. બીજે દિવસે દ્વારા દુઘાટન વિધિ પણ અનેરા ઉલ્લાસથી થયે.
પૂજ્યશ્રીમાનના અંતરમાં હર્ષને મહાસાગર ઊછળી રહ્યો. તેઓશ્રીના પુનિત હસ્તે આજે એક મહાન તીર્થની પુનઃ પ્રતિષ્ઠા થઈ હતી. તેઓશ્રીના ઉપદેશ, પ્રેરણા અને પ્રાણાન્ત કષ્ટ સહીને પણ કરેલા આશાતના નિવારણના પ્રયાસો આજે ફળદ્રુપ બન્યા. ઉદ્ધરવા ધારેલા અનેક મહાતીર્થો પૈકીના એક મહાતીર્થને સાંગોપાંગ ઉદ્ધાર આજે તેઓશ્રીના પવિત્ર હસ્તે થયે. - શરીર પ્રત્યે કેળવેલી સંપૂર્ણ નિર્મોહ દશાને લીધે જ આ તીર્થને ઉદ્ધાર તેઓશ્રી કરી શક્યા. કારણકે-આ તીર્થોદ્ધારમાં સહન કરેલું પ્રાણાન્ત કચ્છ તેઓશ્રીએ પિતાના જીવનમાં આ પૂર્વે કે આ પછી કદી અનુભવ્યું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org