________________
કાપરડાનો પુનરૂદ્ધાર
૧૭૭
પછી થાય, તે ગ્ય ન જણાયાથી પૂજ્યશ્રી બિલાડામાં ત્રણ દિવસ વધુ રોકાયા. તે દરમિયાન પનાલાલજીએ કાપરડા જઈને ચામુંડાજીને સ્થાનાંતર કરાવવાનું એક કાર્ય પતાવી દીધું. આ બહુ જ મુશ્કેલ કામ હતું. જાટ લોકોની સામે બાથ ભીડવાની હતી. તેમના ભારે વિરોધ અને તોફાન વચ્ચે પણ અદ્દભુત બાહશીથી પનાલાલજીએ આ કાર્ય પાર પાડ્યું. ત્યારપછી પૂજ્યશ્રી તથા શ્રીસંઘ કાપરડાજી પધાર્યા. તીર્થયાત્રા કર્યા બાદ પૂજ્યશ્રીના શુભહસ્તે શ્રીકિશનલાલજીને તીર્થમાળારોપણ-વિધિ થયે, અને તે પછી સંઘ પાછા પાલી સુખરૂપ પહોંચી ગયે. શ્રીકિશનલાલજીની નિર્મળ ભાવના આજે પૂર્ણ થઈ.
શુદ્ધ મનની શુભભાવનાનું શુભફળ પણ જરૂર મળે છે. કિશનલાલજીની અતિઉચ્ચ ભાવનાનું શુભ પરિણામ અતિ–ઉત્તમ આવ્યું. બન્યું એવું કે તેમના સસરાને સંતાનમાં માત્ર એક પુત્રી જ હતી. તેના લગ્ન તેમની (કિશનલાલજીપી) સાથે થયેલા. તેઓ (કિશનલાલના સસરા) સિંધ-હૈદ્રાબાદમાં વ્યાપારાર્થે વસતા હતા. પાંચ લાખ રૂ. ની મિલકત તેમની પાસે હતી. તે મિલકત કોને આપવી ? એ વિચારથી તેઓ પિતાના શેત્રના છોકરાઓને ગોદ લેવા માટે પિોતાને ત્યાં રાખતા, પણ મન ન માનતાં તેઓ તેમને ગોદે ન લેતા. એક છોકરાના નામે તે વીલ પણ તૈયાર કરેલું, પણ પછી તે રદ કર્યું. છેવટે તેમને લાગ્યું કે હવે મારે મૃત્યુ કાળ નજીક આવે છે, ત્યારે તેમણે પિતાની પુત્રી સુંદરબાઈ (કિશનલાલજીની પત્ની)ના નામે એ સઘળી મિલકત કરી દીધી. વીલ પણ કરી દીધું. ત્યારપછી થોડા વખતમાં તેઓ સ્વર્ગસ્થ થયા પછી એ પાંચ લાખની મિલકત કિશનલાલજીને મળી. આ પ્રસંગે કિશનલાલજીએ નિરભિમાન પણે અને ચઢતે પરિણામે કહ્યું કે “ધર્મ અને ગુરૂદેવ પ્રત્યેની શ્રદ્ધાને જ આ ઉત્તમ પ્રભાવ છે.” લોકેએ પણ તેમની ઉચ્ચ ભાવનાને અનુમતી. તેમના ભાગ્યને અભિનંદુ.
અહીં–કાપરડામાં પ્રતિષ્ઠાની તૈયારીઓ તડામાર થવા લાગી-પ્રતિષ્ઠા-પ્રસંગની શ્રીસંઘનિમંત્રણ પત્રિકાઓ પ્રાંતે પ્રાંત મોકલવામાં આવી, પ્રતિષ્ઠાને લાભ લેવા આવેલા હજારો ભાવિકોને નાના મોટા તંબૂ-રાવટીઓ તથા શમિયાણુઓમાં ઉતારે આપવામાં આવ્યું.
આખરે-પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયો. શ્રી બ્રહનંદ્યાવર્તપૂજન વગેરે મંગળ વિધિવિધાને અને પૂજા–સંઘજમણ આદિ મંગળ કાર્યોમાં મહોત્સવના દિવસે પસાર થવા લાગ્યા. મેરૂ પર્વત અને સમવસરણની મનહર રચના કરવામાં આવી હતી.
જાટ લોકોના રોષને પાર ન હતા, તેઓ ટોળે વળીને હાથમાં હથિયાર લઈને તોફાન મચાવવા-નુકશાન કરવા માટે આમતેમ ફરવા લાગ્યા. રંગમાં ભંગ પાડવાની તેમની બુરી મુરાદ હતી. શ્રીપનીલાલજી વિ. આગેવાનોને તથા પૂજ્યશ્રીને હેરાન કરવા તેઓ તૈયાર થઈ ગયા હતા. આથી પૂજ્યશ્રીને અહીં પ્રાણુન્ત કચ્છમાં મૂકાવું પડેલું. પણ અહીં બિલાડાથી શસ્ત્રસજજ પોલીસ લાવીને ગોઠવેલી હતી, અને દેરાસર તથા ગઢની ચોપાસ સખ્ત જાપ્ત રાખવામાં આવ્યો હતો. વળી બિલાડાના હાકેમ શ્રી બહાદરમલજી, તથા ફોજદાર શ્રી જેઠમલજી પણ મહોત્સવ દરમ્યાન હાજર રહેલા. એટલે તેઓ કાંઈ કરી નહોતા શકતા.
હજી દેરાસરમાંથી ભૈરવજીનું સ્થાનાંતર કરાયું નહોતું. ઓચ્છવ દરમ્યાન નવગ્રહાદિ પૂજન વિધિ ચાલુ હતા, ત્યારે એક માણસ તે ભૈરવ પાસે પોતાના છોકરાના વાળ ઉતરા
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org