SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ શાસનસમ્રા કાપરડાજી નહીં પધારે એ વિચારથી ત્યાં ગળગળા થઈ ગયા હતા. તેમની આંખે આંસુ ભીની થઈ ગઈ હતી. એ જોઈને ગુલાબચંદજીએ પૂજ્યશ્રીને વિનતિ કરી કે સાહેબ ! કાપરડાજીની પ્રતિષ્ઠા તે આપે જ કરાવવી જોઈએ. ત્યારે પૂજ્યશ્રીએ ફરમાવ્યું: “જો તમે પ્રતિષ્ઠા કરાવતા હે તે જરૂર વિચાર કરૂં?” તરતજ તેઓએ ઉલ્લાસભેર કહ્યું સાહેબ ! આપનું વચન મારે શિરે ધાર્યું છે. આપના શુભાશીર્વાદથી પ્રતિષ્ઠા મારે જ કરાવવાની છે. પણ ગુલાબચંદજી ” પૂજ્યશ્રીએ તેમને ફરી કહ્યું: “કાપરડા ગામમાં મીઠું પણ નથી મળતું, અને પ્રતિષ્ઠામાં ૧૦-૧૨ હજાર માણસે થવાના. ૧૨ દિવસને મહોત્સવ કરવાને, અને હંમેશાં બે ટંક સંઘજમણ કરવા પડે. વળી–ચાર મજલે પ્રતિમાજી પધરાવવાના છે, તે પણ લાવવાના છે.” જવાબમાં ગુલાબચંદજી કહેઃ “સાહેબ ! ચોવીશે ટંકની નવકારશીને તથા પ્રતિષ્ઠાને તમામ આદેશ શ્રીસંઘ મને આપે, એવી મારી વિનંતિ છે.” • એટલે તે જ વખતે શ્રીસંઘે તેમને પ્રતિષ્ઠાને આદેશ આપ્યો, અને પૂજ્યશ્રીએ ક્ષેત્રસ્પર્શનાએ પ્રતિષ્ઠામાં પધારવાનું સ્વીકાર્યું, સૌના આનંદને અવધિ ન રહ્યો. સંઘવી શ્રી ગુલાબચંદજીની ભવ્ય ભાવનાને–અનુપમ શ્રદ્ધાને સારોયે સંઘ અનુદી રહ્યો;-ધન્ય ભાવના ! ધન્ય શ્રદ્ધા ! ધન્ય ભકિત ! હવે પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમની વિચારણા ચાલી. સં. ૧૯૭૫ના મહાશુદિ પરનો મંગલકારી દિવસ પ્રતિષ્ઠાદિન તરીકે નિયત કરવામાં આવ્યું. બીજાં પ્રતિમાજીની તપાસ શરૂ કર ઈ. પૂજયશ્રી સાદડી પધાર્યા. ત્યાંથી પ્રતિમાજી જેવા માટે રાણકપુર પધાર્યા. પણ ત્યાંથી પ્રતિમાજી લેવાનું ઠીક ન લાગ્યું. - અમદાવાદ-શેખના પાડાના શ્રી બાલાભાઈએ પૂજ્યશ્રીની પ્રેરણાથી પિતાના જિનાલયમાંથી અમુક પ્રતિમાજી આપ્યા. બીજાં પ્રતિમાજી પાનસરથી લાવવામાં આવ્યા. પાલીના નવલખાના દેરાસરમાં સંપ્રતિ મહારાજાના સમયની શ્રી શાન્તિનાથપ્રભુની એક નયનરમ્ય મૂતિ હતી. તે મૂર્તિ દક્ષિણ તરફના એક ગૃહસ્થ પાંચ હજાર રૂ. આપીને પણ લઈ જવા ઇચ્છતા હતા, પણ મારવાડના આ મહાતીર્થને ઉદ્ધાર થતો હોવાથી શ્રીસંઘે પૂજ્યશ્રીના સદુપદેશથી એ પ્રતિમાજી ત્યાં–ાપરડાજી માટે આપ્યા. (અલૌકિક અને પ્રભાવશાળી આ બિંબ નીચેના મજલામાં પૂર્વસમ્મુખ મૂળનાયક તરીકે (ચૌમુખજીમાં) બિરાજમાન છે.) આમ કુલ ૧૭ મૂર્તિઓ લાવવામાં આવી. પૂજ્યશ્રી સાદડીથી ખારચી વગેરે સ્થળોએ થઈને સજત પધાર્યા. આ બીજુ–પાલીથી શ્રીકીશનલાલજી તરફથી કાપરડાજી-તીર્થયાત્રા માટે છે “રી પાળતા સંઘનું મંગળ પ્રયાણ થયું. સંઘ સોજત આવી પહોંચતાં, ત્યાંથી પૂજ્યશ્રી-સપરિવાર સંઘ સાથે બિલાડા પધાર્યા. દેરાસરમાં રહેલા ચામુંડાજી તથા ભૈરવજીને ત્યાંથી સ્થાનાન્તર કરાવવાનું શ્રીપનાલાલજીએ માથે લીધેલું. પણ તે કાર્ય હજી થયું નહોતું. હવે તે કાર્ય પૂજ્યશ્રી ત્યાં પધારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy