________________
કાપરડાને પુનરુદ્ધાર ઃ
૧૭૫ તીર્થ-યાત્રાને છ-રી પાળતે સંઘ કાઢવાને ઉપદેશ આપતાં તેઓએ તરત જ અનેરા આનંદથી એને વધાવી લીધો. પૂજ્યશ્રીની આજ્ઞા “તડત્તિ” કહીને સ્વીકારી લીધી.
સંઘ કાઢવા જેવી તેમની આર્થિક પરિસ્થિતિ નહતી. આ બાબત પાલીના શેઠ શ્રી ચાંદમલજી છાજેડ પાસેથી પૂજ્યશ્રીએ જાણી. એટલે તરત જ તેઓશ્રીએ કિશનલાલજીને
લાવીને સમજાવ્યા કેઃ “ઘર બાળીને તીરથ કરવાનું કેણે કીધું ? “યથાશકિત કરે પચ્ચકખાણ, એ છે જિનવરજીની આણ” તમારી ભાવના સાચી અને પૂરેપૂરી છે, તે હું જાણું છું. પણ હવે તે યોગ્ય અવસરે જોયું જશે, હમણાં રહેવા દો.”
પણ આવેલો અવસર જવા દે તે કિશનલાલજી શાના ? તેઓ તે પિતાની સંઘ કાઢવાની ભાવનામાં મક્કમ જ રહ્યા. તેમણે પૂજ્યશ્રીને વિજ્ઞપ્તિ કરી કે-કૃપાળુ! મારા આવા સભાગ્ય કયાંથી ? મને આ અવસર ક્યારે મળશે ? આપ કૃપા કરીને મને સંમતિ આપો. ખર્ચની કેઈ ચિન્તા નથી.
તેમની પૂર્ણ ભાવના જોઈને પૂજ્યશ્રીએ અનુમતિ આપી. સંઘ કાઢવાને મંગળ દિવસ નકકી કરવામાં આવ્યા.
ચાતુર્માસ પૂર્ણાહુતિના દિને-કાર્તિકી પૂનમે પૂજ્ય શ્રી સંઘસમેત ગામ બહાર તળાવ પાસે આવેલી ટેકરી પર શ્રીસિદ્ધગિરિજી જુહારવા પધાર્યા. તે દિવસે ત્યાં બિરાજીને બીજે દિવસે ત્યાંથી ગુંદાજ પધાર્યા.
અહીં પૂજ્યશ્રીના લઘુ ગુરૂબંધુ વયેવૃદ્ધ ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી મહારાજને ન્યુમોનિયા થઈ ગયે. ઘણું ઔષધોપચાર કરવા છતાંય તેમની તબિયત સારી ન થઈ, અને તેઓ ત્યાં સુંદર નિર્ચામણું સાથે કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીને એક અનુભવી અને આખા ગચ્છને સાચવનાર, પ્રેમાળ ગુરૂબંધુને વિયેગ થયે. વિયેગ હંમેશાં દુ:ખજનક તો હોય જ છે, પણ શાસ્ત્રવારિધિના મરજીવાઓને-સુજ્ઞ પુરુષોને એ દુઃખ વૈરાગ્યપષક અને ત્યાગવર્ધક જ બને છે.
ગુજથી વિહાર કરીને ખાંડ ગામે પધાર્યા. અહીંના સંઘમાં કુસંપ હતું, તે ઉપદેશ દ્વારા દૂર કરાવ્યું. તેના હર્ષમાં શ્રીસંઘે મહોત્સવ તથા સ્વામિવાત્સલ્ય કર્યા.
અહીં પૂજ્યશ્રીની તબિયત નરમ થઈ. તાવ-શરદીને ઉપદ્રવ થઈ આવ્યા. અમદાવાદથી શેઠ માકુભાઈ શેઠ પ્રતાપશી મેહલાલભાઈ વિ. ડે. છાયાને લઈને આવ્યા. ડો. દ્વારા યોગ્ય ઉપચાર કરાવીને તેઓએ અમદાવાદ પધારવાની વિનંતિ પૂજ્યશ્રીને કરી. શેઠ અંબાલાલ સારાભાઈને પણ આવવા માટે તાર આવેલ, પણ પૂજ્યશ્રીએ ના પડાવી.
આ વાતની જાણ બિલાડાવાળા શ્રી પનાલાલજીગજરાજજી વગેરેને થતાં જ તેઓ તત્કાલ ત્યાં આવી પહોંચ્યા અને પૂજ્યશ્રીને હાલ ગુજરાત તરફ ન જવા, અને કાપરડાજીની પ્રતિષ્ઠા કરાવવા માટે વિનવવા લાગ્યા.
બરાબર આ જ વખતે પાલડીવાળા સંઘવી શેઠશ્રી ગુલાબચંદજી ત્યાં આવેલા. તેમની ભાવના હતી કે-જેસલમેરતીર્થને સંઘ કાઢ્યો, તેના ઉદ્યાપન નિમિત્તે પાલડીમાં પૂજ્યશ્રીમાનની નિશ્રામાં મહોત્સવ કરાવે. તેમણે આ બધી વાત જાણી જોધપુર ટેસ્ટમાં વિખ્યાત ગણાતા શ્રી પનાલાલજી (બિલાડાવાળા) તથા શ્રી ચાંદમલજી (પાલીવાળા) વગેરે પૂજ્યશ્રી પ્રતિષ્ઠા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org