________________
[૩૯] કાપરડાનો પુનરુદ્ધાર
રાજા, વાજા, ને વાંદરા, ત્રણે સરખા. રાજા કોઈનો મિત્ર થયે જાણ્યું નથી. કાચા સુતરને તાંતણે ને રાજાની દોસ્તી, બન્ને સમાન. ક્યારે તૂટે એ ખબર ન પડે. - જોધપુર સ્ટેટના બિલાડા પરગણાના સૂબેદાર શ્રીભાનાજી ભંડારીને આ વાતને અનુભવ એક દિવસ થયે.
વાત આમ બની.
જોધપુર રાજ્યના ૨૨ પ્રગણુઓમાં બિલાડા પ્રગાણું ઘણું મહત્ત્વનું હતું. શ્રીકાપરડાતીર્થ એ પ્રગણુનું ગૌરવ હતું. એ પ્રગણાના હાકેમ તરીકે મહારાજા શ્રીગજસિંહજીએ જેનારણના ભંડારી શ્રી ભાનુમલજીને નીમેલા. તેઓ સત્યનિષ–સ્વામિભકત અને પરમજૈન શ્રાવક હતા. વહીવટી કુશળતા અને નીતિમત્તા, તેઓના શ્રેષ્ઠ ગુણ હતા.
રાજકારભાર એટલે કુટિલતા અને ખટપટની દુનિયા. એ દુનિયાથી દૂર રહેવા માટે સદૈવ જાગરૂક ભંડારીજી એકવાર કઈક ખટપટના ભંગ બની ગયા. કેક વિઘસતેષીએ મહારાજાના કાન તેમની વિરુદ્ધ ભંભેર્યા. એટલે મહારાજાએ તત્કાલ તેમને પકડી લાવવા માટે માણસે મોકલ્યા. - રાજપુરૂષને આવેલા જોઈ તથા તેમની હકીકત સાંભળીને ભંડારીજીનું રૂંવાડું પણ ન ફરક્યું. તેઓ સ્થિતપ્રજ્ઞભાવે તે પુરૂષે સાથે ચાલી નીકળ્યા. રાજપુરૂષય આશ્ચર્ય પામ્યા.
તેઓ પ્રાતઃકાળે નીકળેલા. માર્ગમાં સૂર્યોદય થતાં રાજદૂતે પ્રાતઃકર્મ માટે કાપરડાનરની સીમમાં થંભ્યા. ત્યાં તેઓએ ભંડારીજીને પ્રાતઃક્રિયા કરવા કહ્યું. તેમણે ના કહી.
રાજસૈનિકે એ કારણ પૂછતાં જણાવ્યું કે-હું જૈન છું. અને મેં માવજીવ પ્રતિજ્ઞા લીધી છે કે–જિનેશ્વરદેવના દર્શન કર્યા વિના અન્નજળ ગ્રહણ ન કરવા. માટે તમે શિરામણ કરી લે, મારે નથી કરવું.
ભંડારી છે! ગમે તેમ તેય આપ અમારા ઉપરી છે. આપના વિના અમે કેમ ભેજન કરી શકીએ ? આપ અહીં બેસો, હું હમણાં જ કાપરડાનગરમાં જિન-મૂર્તિની તપાસ કરી આવું. સૈનિકના નાયકે કહ્યું. અને તરત જ તે સેંકડો ધનાઢ્યોથી ભરપૂર અને લાખો રૂપિયાના કવિયવાળા કાપરડાનગરમાં ગયે. તપાસ કરતાં એક ઉપાશ્રયમાં એક યતિવર પાસે મૂતિ હેવાનું તેણે જાણ્યું. તરત જ તે પાછો આવ્ય, ને ભંડારીને ત્યાં લઈ ગયે. ભંડારીજીએ પ્રભુદર્શન તથા ગુરૂવંદન કર્યા.
પતિજી જ્ઞાની હતા. તેમણે ભંડારીજીની સર્વ બીના જાણી. અને સ્વરોદયશાસ્ત્રના આધારે કહ્યું કે “તમારે ગભરાવું નહિ. તમારી પાસે સાચ છે, અને હંમેશાં સાચને જ વિજય થાય છે.”
યતિવરના આશીર્વાદ લઈને તેઓ જોધપુર દરબારમાં પહોંચ્યા. સંદિગ્ધ મહારાજાએ
૨૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org