________________
૧૭૦
શાસનસમ્રાટ
તેમને વહીવટ વિષયક પૂછપરછ કરી. ભંડારીજીએ ચગ્ય અને સાચા જવાબ આપતાં મહારાજાની નારાજી દૂર થઈ. તેઓએ પ્રસન્ન થઈને તેમને ૫૦૦ રૂધ્યમુદ્રાઓની બક્ષિસ સાથે તેમના અધિકારમાં બઢતી આપી. આથી તેમના શત્રુઓ ભેઠા પડ્યા. ભંડારીજી પણ આ વાતને હર્ષશોક ન કરતાં એને ગુરૂકૃપા તથા પિતાના નિયમને પ્રભાવ સમજ્યા.
પિલાં રાજપુરૂષ કે-જેઓ તેમને લેવા ગયેલા અને જેમના મનમાં ભંડારીને શિક્ષા થવાની ખાત્રી હતી, તેમાં પણ તેમના નિયમ તથા નિયમ પાલનની દઢતાનો પ્રભાવ જોઈને છક થઈ ગયા.
ત્યાંથી પાછાં ફરતાં ભંડારીજી કાપરડામાં પેલા તિજી પાસે ગયા અને સર્વ હકીકત જણાવીને કોઈ કાર્યસેવા ફરમાવવા માટે સવિનય પ્રાર્થના કરી. યતિજીએ ફરમાવ્યુંઃ ભંડારીજી! બિલાડા પ્રગણુના આ ધનાઢ્ય શહેરમાં એકપણ જિનાલય ન હોય, તે શોચનીય ગણાય. જે કે–અહીં પૂર્વે જિનાલય હતું, પણ યવનેએ તેને ધ્વંસ કર્યો છે, માટે એક જિનાલય બંધા.
પરમશ્રદ્ધાવંત ભંડારીજીએ આ વાતને સહર્ષ વધાવતાં કહ્યુંઃ ગુરૂજી ! આપનું વચન ‘તહત્તિ છે, દેરાસર બાંધવા માટે આ ૫૦૦ મુદ્રા હું અત્યારે જ સમર્પણ કરૂં છું.
જ્ઞાની પતિવર્યો એ ઘેલી ઉપર વર્ધમાન વિદ્યાથી અભિમંત્રિત વાસક્ષેપ કર્યો. પછી તે થેલી ભંડારીજીને આપતાં કહ્યું: “આમાંથી તમારે જોઈએ એટલા રૂપિયા નીકળશે. પણ ધ્યાન રાખજે કે-આ થેલીને કદી પણ ઊંધી વાળતા નહિ.”
યતિજીની વાત સ્વીકારી, થેલી લઈને તેઓ જે તારણ ગયા. અને યતિજીની સલાહ અનુસાર કુશળ શિલ્પી-સેમપુરા પાસે શુભમુહૂર્ત કાપરડાજીમાં જિનાલયને પાયે નખાવ્યા. ત્યારબાદ તેમણે સેમપુરા શ્રીજોરાજીને બેનમૂન જિનાલય બાંધવાને હુકમ કર્યો.
રાજીએ તે સ્વીકારીને અપૂર્વ-પ્રાસાદ બાંધવા પૂર્વે છ માસ સુધી દેશાટન કર્યું. ગામોગામના જિનાલયેની બાંધણીના નકશા કર્યા. રાણકપુરજીનું દેરાસર તેમને ખૂબ ગમ્યું. જેતારણ આવીને તેમણે ભંડારીજીને કહ્યું : રાણકપુરના જેવું જ દેરાસર બાંધું ?
જવાબ મળેઃ રાણકપુરજી જેવું જ બાંધે તે તમારી અને મારી વિશેષતા શું ? કોઈ નવીન પ્રકારનું બાંધે.
શિલ્પી કહે તો રાણકપુરમાં ત્રણ મજલા છે. હું અહીં ચાર માળનું બાંધીશ એટલે વિશેષતા થશે.
તરત જ તેમને હુકમ મળી ગયે કે-ગમે તેવું બાંધે પણ અપૂર્વ બાંધે.
એ અનુસાર સં. ૧૯૭૫માં જિનાલયના કાર્યને શુભારંભ થશે. સોમપુરા જોરાજી નિપુણ હતા. તેમણે શિલ્પશાસના આધારે અને ઈટબલના પ્રયોગથી મિત્રીપૂર્ણ ભાવનાથી કાર્ય– પ્રારંભ કર્યો. મંદિરનું મુખ્ય દ્વાર ઉત્તર દિશામાં કર્યું. દ્વાર–રચનાની વિશિષ્ટતા એ હતી કે–મંદિરની સન્મુખ બહાર જમીન પર ઊભેલો માણસ અથવા તે જ સ્થાને હાથી પર બેઠેલે માણસ પણું પ્રભુદર્શન કરી શકે. મંદિરનું કામ ઝડપી ચાલવા લાગ્યું. ગુરૂકૃપાથી ધનની તે તંગી હતી જ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org