SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યશ્રી : અનુભવના મહાસાગર ૧૬૭ મનમાં રહેલ શંકા-શલ્યને આજે ઉદ્ધાર થઈ ગયો. તેઓ બોલ્યા કે : મારી પાસે ઘણા વિદ્વાને આવ્યા, પણ કયાંયથી આ સંતોષકારક ખુલાસો ન મળે. આપ સાહેબને સાહિત્યને આટલે ઊંડે અને અગાધ બેધ છે, તે હું જાણતો ન હતો. પછી તો—તેઓ પ્રતિદિન પૂજ્યશ્રી પાસે આવીને, વિગેષ્ઠિ કરીને, પૂજ્યશ્રીના જ્ઞાનને લાભ લેવા લાગ્યા. તેઓ પૂજ્યશ્રીના પરમભક્ત બની ગયા. પૂજ્યશ્રીને બીકાનેરમાં ચાતુર્માસ બિરાજવાને તેમણે ઘણે જ આગ્રહ કર્યો. અહીં-પૂજ્યશ્રીના પ્રશિષ્ય મુનિશ્રી નંદનવિજ્યજી મ. ની તબિયત નરમ થઈ છાતીને દુઃખાવો થઈ આવ્યો. આ જોઈને જયપુરના રાજવૈદ્ય લક્ષમીલાલજીને લઈને ચાંદમલજી પૂજ્યશ્રી પાસે આવ્યા. વૈદ્યરાજે મુનિશ્રીની તબિયત તપાસીને જણાવ્યું કે : આ મહારાજનું હદય (Heart) બહુ નબળું છે, માટે હમણું તેમને બિલકુલ પરિશ્રમ ન કરાવો. એમને દવામાં માણેકભસ્મ વગેરે દ્રવ્યની ઔષધિ આપવી પડશે. - શ્રીહઠ્ઠાજીએ તરત જ એ અંગેની સર્વ વ્યવસ્થા કરવાની નક્કી કરી, પણ પૂજ્યશ્રીએ એ માટે સર્વથા ના પાડીને કહ્યું કે ઃ આવી ભારે દવા હમણું નથી કરવી, હમણું તે આપણી ઘરગથ્થુ દવાનો ઉપયોગ કરીએ, પછી જરૂર જણાશે તે વૈદ્યરાજની દવાને ઉપયોગ કરાશે. આ પછી પૂજ્યશ્રીએ મુનિશ્રીનંદનવિજ્યજીને આશ્વાસન આપીને યોગ્ય ઉપચારે શરૂ કરાવ્યા. બીકાનેરમાં એક માસ સ્થિરતા કરી. ધીમે ધીમે તબિયતમાં સુધારો થવા લાગ્યું. એક માસની સ્થિરતા દરમ્યાન આજુબાજુના ગંગાસર, ભીમાસર, વિ. ગામના સંઘ પૂજ્યશ્રીના વંદનાર્થે આવતા, અને પૂજા–પ્રભાવના–સ્વામીવાત્સલ્યાદિ ધામધૂમ કરતાં. “આજુબાજુનાં જંગલમાં ઉંદરોને ઉપદ્રવ થવા અને વધવા લાગે છે એવી વાત એક દિવસ પૂજ્યશ્રીના જાણવામાં આવી. અનુભવના ઉદધિ તેઓશ્રીએ તરત જ કહ્યું કે : “થોડા સમયમાં જ આ બાજુની હવા બગડવાને સંભવ છે. અહીં લેગને રેગ થવાને સંભવ છે. માટે અમારે હવે અહીંથી વિહાર કરે જોઈએ.” આ સાંભળીને ભાવિક શ્રાવકોએ વિનંતિ કરી કે : સાહેબ ! આપ આ ભય શા માટે રાખે છે ? અહીંનું વાતાવરણ તે બિલકુલ સ્વસ્થ અને સ્વચ્છ જ છે. આપ વિહાર કરવાની ઉતાવળ ન કરે. પણ દીર્ઘદ્રષ્ટા પૂજ્યશ્રીએ તે વિહારનો નિર્ણય જાહેર કર્યો, અને એક દિવસે ત્યાંથી વિહાર કરીને ઉદ્દામસર થઈ દેશનેક પધાર્યા. અહીં પૂજ્યશ્રીને સમાચાર મળ્યા કે-બીકાનેરની હવા બગડવા લાગી છે, અને અનેક લોકો પ્લેગના ભંગ બનવા લાગ્યા છે. સમજી લેકે પૂજ્યશ્રીના અનુભવજ્ઞાનની તથા દીર્ધદષ્ટિભર્યા પગલાંની પ્રશંસા કરવા લાગ્યા. શ્રીઢદ્રાજીએ અહીં પણ વૈદ્ય તથા ડોકટરને મુનિશ્રીનંદનવિજયજીની સારવાર માટે મોકલ્યા. પણ પૂજ્યશ્રીએ તેમની દવા કરવાની સ્પષ્ટ ના જણાવી. કારણ કે–ચાલુ ઉપચારથી વિહાર શાન્તિપૂર્વક અને સારી રીતે કરી શકે એટલે ફાયદો થયો અને તે હતે. દેશનેથી નાગોર તરફ વિહાર કર્યો. માર્ગમાં રાજ્યના મેડિકલ ખાતાના માણસો બીકાનેર તરફથી આવતા તથા તે તરફ જતા લોકોને અટકાવતા હતા. અથવા તે પ્લેગની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy