SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટું યોગ્ય ઉત્તર તેમને કયાંયથી મળ્યું ન હતું. તેમને પૂજ્યશ્રીના અસાધારણ અને સર્વ શાસ્ત્રાવગાહી જ્ઞાનની જાણ થઈ, એટલે તેઓ પિતાના પંડિતજીને લઈને પૂજ્યશ્રી પાસે આવ્યા. - પૂજ્યશ્રી સાથે વ્યાકરણ, ન્યાય તથા આગમ વિગેરે વિષયેની ચર્ચા તેઓએ શરૂ કરી. પૂજ્યશ્રીએ પણ તેમના પ્રશ્નોના ઉત્તર આપવા સાથે સામે એવા કૂટ પ્રશ્નો કરવા માંડયા કે ઘડીભર પંડિતજીને પણ જવાબ આપતાં વિચાર થઈ પડો. પૂજ્યશ્રીની આવી તલસ્પશી છતાં અગર્વ-વિદ્વત્તા જોઈને શ્રીચાંદમલજી તથા પંડિતજીના મન પ્રસન્ન બન્યા. પૂજ્યશ્રી પ્રત્યે તેમને ખૂબ બહુમાન જાગ્યું. પછી ઢઢ્ઢાજીએ નવપદના વર્ણ વિષયક પિતાની વર્ષોની અણઉકેલ શંકા પૂજ્યશ્રી પાસે રજૂ કરી. પૂજ્યશ્રીએ એના સમાધાનમાં ફરમાવ્યું: સાહિત્યમાં “રસ અને તેના ૯ ભેદ આવે છે. એ ૯ રસના જુદા જુદા વણું છે. જેમ-શૃંગાર રસને શ્યામ વર્ણ, શાન્ત રસને વેતવર્ણ વિ. જોકે રસ તે અરૂપી છે. બ્રહ્માનંદ-આત્માનંદ સ્વરૂપ છે. છતાંય તેનું વર્ણની સાહિત્યકારોએ કલ્પના કરી, તે તે રસથી થતાં તે તે પ્રકારના અનુભવને આધારે. એ જ રીતે અહીં નવપદના જુદા જુદા વર્ગો છે. જેમ શ્રીઅરિહંત દેવને વર્ણ કવેત છે. તે એટલા માટે કે અરિહંત પ્રભુ શુકલધ્યાન ધ્યાઈ રહ્યા છે, અને એ શુકલધ્યાનની તેમની અવસ્થાનો ખ્યાલ કરવા માટે આપણે તેમને વેતવર્ણવાળા માની તેમની આરાધના કરીએ છીએ. સિદ્ધ ભગવંતને વર્ણ લાલ હોવાનું કારણ એ છે કે–તેઓ ઉદ્દીપ્ત અગ્નિ જેવા લાલાળ બનીને આ કર્મરૂપ કાષ્ઠને બાળે છે, એ પરિસ્થિતિનું ભાન કરવા માટે એમની આરાધના લાલ વણે કરાય છે. - આચાર્યદેવને પીળે વર્ણ સૂચવે છે કે-આચાર્ય એ શાસનના રાજા છે. રાજા સોનાના વિવિધ આભૂષણેથી શોભતે હોય છે. સોનું પીળું હોય છે. આચાર્ય પણ રાજા હેવાથી તેમનો પીળા-કનકવર્ણ મનાય છે. ઉપાધ્યાયજીને લીલે વર્ણ કલપવાને હેતુ એ કે-નીલમ રત્નની જેમ તેઓ પણ ખૂબ શીતળ અને આલ્હાદક હોય છે, તેમની કાન્તિ-તેજ પ્રશાન્ત હોય છે, નીલમ લીલું છે. માટે ઉપાધ્યાયજીની આરાધના પણ નીલવણે કરાય છે. સાધુપણું પાળનાર આત્માએ શરીરના તથા વસ્ત્રાદિના બામળથી જુગુપ્સા-દુગચ્છા ન કરાય. તે તે તેનું આભૂષણ છે, આ વાતની કાયમ સ્મૃતિ રહે, માટે સાધુ–પદની આરાધના શ્યામવર્ણ થાય છે. દર્શન પદ સુદર્શન ચક્ર સમું છે. એ ચક ઉજજવળ હોવાથી દર્શન પણ વેતવણુ છે. જેમ અંધકારને નાશક પ્રકાશ, એમ અજ્ઞાનનું નાશક સમ્યગ જ્ઞાન. એટલે એ પણ પ્રકાશક હોવાથી શુકલ છે. એ જ રીતે ચારિત્ર અને મોહ દુશ્મન છે. મેહ-અંધારાને ઉલેચનાર ચારિત્ર છે. માટે તેની આરાધના ય શુકલવણે થાય છે. અને નિકાચિત-શ્યામવર્ણા કર્મ–મલને દૂર કરવા માટે તપપદ પણ વેતવણે આરાધાય છે.” ધાર્મિક અને સાહિત્યિક એ ઉભયદષ્ટિએ આવું સુંદર સમાધાન મળવાથી ચાંદમલજી અને પંડિતજી સાનંદાશ્ચર્ય પામ્યા. તેઓને અપાર સંતોષ થયે. ઘણા સમયથી તેમના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy