________________
જેસલમેર જુહારીએ વધારે જ છે, ઘટવા દેતી નથી. ફલેધીમાં જ સંઘવી ઉપર મદ્રાસથી તાર આવ્યું કે કપૂરના વ્યાપારમાં ૩ લાખ રૂ.ને નફે થયો છે.” સકળ સંઘ સમક્ષ એ તાર જાહેર કરતાં સંઘવી-ભાઈઓએ કહ્યું કેઃ ધર્મના પ્રભાવે શ્રીસંઘને તમામ ખર્ચ આવી ગયું છે, અને અમારી મૂળ મૂડી તો અકબંધ જ રહી છે.” એટલું કહીને તેમણે ઉમેર્યું: “અમારા માતુશ્રીએ ઘાસના ભારા લાવીને અમારું પિષણ કર્યું છે. કેઈકવાર અમે ઘીની માગણી કરીએ તે અમારા માતુશ્રી કહેતાં કે આજે તમને ઘી આપું, તે કાલે રોટલાં ક્યાંથી ખાઈશું? આવી અમારી સ્થિતિ હતી. પણ કેઈ શુભ પળે અમને મદ્રાસ જવાની બુદ્ધિ થઈ, અને ત્યાં ભાગીદારીમાં વ્યાપાર કરતાં નફો થયે, પહેલાં જ વર્ષે અમે ૧૫ હજાર કમાયા. એમાંથી છા હજાર અમે પાલિતાણુમાં ખર્ચા અને શા હજારનું દેવું ચુકવ્યું. બીજા વર્ષે અમે ૨૨ હજાર કમાયા. આમ કમાણી ઉત્તરોત્તર વધતી જ ગઈ. એ બધાય પ્રભાવ ધર્મને જ છે. એ લક્ષમી જેમ જેમ અમે ધર્મમાગે ખચ, તેમ તેમ વધતી ગઈ. આ કેવળ ધર્મને જ પ્રભાવ છે. - સંઘમાં આવેલા કેઈપણ ભાઈ-બહેને પ્રત્યે અમારા તરફથી કાંઈ પણ અવિનય-અપરાધ થયો હોય તો અમે ક્ષમા યાચીએ છીએ.”
આ પ્રમાણે ગદ્ગદકઠે નિવેદન કરી, પૂજ્યશ્રીની અનુજ્ઞા લઈને તેઓ સંઘ સહિત પોતાના ગામ ગયા. અને પૂજ્યશ્રી સં. ૧૯૭૩ નું ચાતુર્માસ ફલેધીમાં બિરાજ્યા.
[૩૮]. પૂજ્યશ્રી અનુભવના મહાસાગર
હિન્દુસ્તાનના કેઈપણ શહેરમાં ન હોય એવો–એતિહાસિક ઉપાશ્રય અહીં-ફલેધીમાં હતું. તે ૮૪ ગચ્છને ઉપાશ્રય હતે. ચોરાશી ગચ્છમાંથી કેઈપણ ગચ્છના સાધુ આવે, તે આ ઉપાશ્રયમાં ઉતરતા. બીજા ગામમાં ઉપાશ્રય તો હોય છે, પણ તે અમુક અમુક ગચ્છના જ. પણ અહીં તો તપાગચ્છ, ખરતરગચ્છ, અંચલગચ્છ, કમળાગચ્છ, વિ. વિવિધ-ગચ્છની માન્યતાવાળા શ્રાવકો રહેતા હોવાથી ઉપાશ્રય પણ ૮૪ ગચ્છને હતો. અને બીજે એક ચૌભુજાને ઉપાશ્રય હતા.
ચૌભુજાના ઉપાશ્રયે પૂજ્યશ્રી સપરિવાર ચાતુર્માસ બિરાજ્યા, અને ૮૪ ગચ્છના ઉપાશ્રયે હંમેશાં વ્યાખ્યાન આપતા. ચાતુર્માસ દરમ્યાન–
ફધીના ધનવાન અને આગેવાન ત્રણ ગૃહસ્થાશ્રમાણેકલાલજી કેચર, શ્રીશિવલાલજી કોચર, તથા શ્રી શિવદાનજી કાનુગાએ ભાગીરથીના ભવ્ય પ્રવાહ શા પૂજ્યશ્રીના અમેઘ ઉપદેશને ઝીલી લઈને એક એક સ્થાયી–ધર્મકાર્ય કરવાનો નિર્ણય કર્યો.
માણેકલાલજી કચરે તળાવ-કિનારે શ્રી મહાવીર પ્રભુનું નૂતન જિનાલય બંધાવવાનું સ્વીકાર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org