________________
૧૬૨
શાસનસમ્રાટું પછી મહારાજાએ પૂજ્યશ્રીને નમ્રતાપૂર્વક વિનંતિ કરી કે આ પ્રદેશ બહુ જ વિકટ છે. અહીં આવવું ઘણું જોખમભર્યું ગણાય. માર્ગમાં આંધી, વંટોળીયાને તો પાર નહિ. પણ ધર્મના કેઈ અલૌકિક પ્રભાવથી જ આપ તથા સંધ આ બાજુ નિર્વિને પધાર્યા છે. માટે હવે અહીં જ સ્થિરતા કરે.
આમ મહારાજાને આગ્રહ હોવા છતાંય પૂજ્યશ્રીએ ના જણાવી.
આથી મહારાજાએ પૂજ્યશ્રીને પાલખી-છડી-પટાવાળો વિગેરે પિતાના–રાજ્ય તરફથી રાખવા માટે વિજ્ઞપ્તિ કરી. પણ પિતાની સાધુમર્યાદા સમજાવીને પૂજ્યશ્રીએ એ વાતને અસ્વીકાર કર્યો. આથી પૂજ્યશ્રીના શુદ્ધ ચારિત્ર્યબળથી મહારાજા ખૂબ પ્રભાવિત થયા.
જેસલમેરના વિખ્યાત હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથભંડારોનું પૂજ્યશ્રીએ અવલોકન કર્યું. પછી શ્રી સંઘ સાથે બ્રહ્મસાગર-અમૃતસાગર થઈને શ્રીલેદ્રના પાર્શ્વનાથજી તીર્થ પધાર્યા. ત્યાં યાત્રા કરીને પુનઃ જેસલમેર પધાર્યા. બેએક દિવસ સ્થિરતા કરી, શુભ મુહૂર્ત સંઘવીને તીર્થમાળા પણ કર્યું. સંઘવીએ પણ અંતરના ઉલ્લાસથી પૂજા-પ્રભાવનાદિક કાર્યો કર્યા.
તીર્થ_યાત્રા કર્યા પછી શ્રીસંઘ જે રસ્તે આવેલો, તે જ રસ્તે પાછો ફર્યો. માર્ગમાં વાસણ ગામે પૂર્વની જેમ આ વખતે પણ પાણીની તંગી ઊભી થઈ, પૂર્વવત્ વરસાદ આવ્યો, અને પાણીની તંગી દૂર થઈ. જે પ્રદેશમાં ત્રણ વર્ષે એકવાર ધોધમાર વરસાદ આવે, એ પ્રદેશમાં એક જ મહિનામાં બે વાર ધોધમાર વરસાદ આવ્યું, એ બનાવને લેકે ચમત્કારિક માનવા લાગ્યા.
સંઘ ફલેધી આવ્યો, ત્યારે ત્યાંના શ્રીસંઘે પૂજ્યશ્રીને ચાતુર્માસ માટે આગ્રહપૂર્ણ વિનંતિ કરી. પૂજ્યશ્રીએ ક્ષેત્રસ્પર્શનાએ તેને સ્વીકાર કર્યો.
આ સંઘ કાઢનાર સંઘવી શ્રીઅમીચંદજી-ગુલાબચંદજીની ભાવના દેઢ લાખ રૂા. ખર્ચવાની હતી. પણ સંઘ જેધપુર સુધી આવ્યા ત્યાં યાત્રીઓનું પ્રમાણ ધાર્યા કરતાં ઘણું વધી ગયું. પણ એની સાથે સંઘવી-ભાઈઓની ભાવના પણ દ્વિગુણિત થતી ગઈ.
સંઘ જે જે ગામમાં જાય, ત્યાં ત્યાંના સ્થાનિક સંઘ આખા સંઘને નિમંત્રણ આપીને નવકારશી કરીને સંઘ-વાત્સલ્ય કરતા. સંઘવી-ભાઈઓ પણ સ્થાનિક સંઘની નવકારશી પિતાના તરફથી સર્વત્ર કરતા. એમાં ખર્ચ ઘણે તે એટલે પૂજ્યશ્રીએ સંઘવીને શિરે અધિક ભાર ન પડે, એ હેતુથી કહ્યું કે : “મોટા મોટા શહેરોમાં ત્યાંના સંઘને જમાડવાને લાભ બીજા ભાવિક પણ લઈ શકે છે.”
ત્યારે સંઘવી–ભાઈઓએ વિનંતિ કરી કેઃ “સાહેબ ! અમારા પ્રબળ પુણ્યગે આવે ઉત્તમોત્તમ લાભ લેવાને અવસર આવ્યો છે, માટે આ બધે લાભ અમને જ લેવા દો. તેમની ભાવના જોઈને પૂજ્યશ્રીએ સંમતિ આપી. - જ્યારે સંઘ પાછો લેધી આવ્યું, ત્યારે ખર્ચને અંદાજે રૂ. ૩ લાખને આવ્યું. પણ એ સંઘવી બંધુઓને ઉત્સાહ તે અપૂર્વ જ હતું. તેઓ વિશુદ્ધ ચિત્તની ભાવનાથી આ બધે લાભ લઈ રહ્યા હતા. અને–પુણ્યમાં વપરાયેલી લમી પણ પુણ્યાનુબંધી પુણ્યની લક્ષ્મીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org