________________
જેસલમેર જુહારીએ
૧૬૧ ફલેધીથી નીકળીને સંઘસહિત પૂજ્યશ્રી ખારા-પોકરણું થઈને લાઠી પધાર્યા. અહીં જેસલમેરના મહારાજાનો હુકમ થવાથી લાઠીમાં મુકામ ન કરતાં ત્યાંથી આગળ ચાંદડમાં સંઘે પડાવ નાખ્યા. રાજ-ખટપટના કારણે આમ બન્યું હતું. ચાંદડથી વાસણા પધાર્યા. આ રણપ્રદેશમાં પાણીની ખૂબ તંગી હતી. સંઘે વાસણામાં પડાવ નાખે ત્યારે ત્યાંના લોકો કહે તમે અમારું પાછું એક દિવસમાં જ વાપરી નાખશે, પછી અમારે કઈ રીતે દિવસો પસાર કરવા ? સંઘના લેકે તૃષાથી વ્યાકુળ થઈ ગયા હતા.
પણ સંઘનું પુણ્યબળ કાંઈક જુદું જ હોય છે, એ વાત અહીં સૌને અનુભવવા મળી. સંઘે પડાવ નાખ્યાને થોડી વાર થઈ, ત્યાં તે એકાએક વરસાદ તૂટી પડ્યો. ચૈત્ર માસના એ દિવસે હતા. જ્યાં ચોમાસામાં પણ વરસાદના દર્શન દુર્લભ હોય, ત્યાં ભર ઉનાળામાં વરસાદ પડે, એ એક આશ્ચર્ય જ ગણાય ને ? અને વરસાદ પણ કેટલો ? ડાં છાંટણાં કે ઝરમર નહીં; પણ સંઘના સર્વલકને પડાવ ઉઠાવીને આજુબાજુના મકાનમાં ભરાઈ જવું પડયું, એવો ધોધમાર. બે ત્રણ કલાક સુધી વરસેલા આ વરસાદે ચારેકોર પાણી જ પાણી ભરી દીધું. આથી ગામમાં તથા સંઘમાં શાન્તિ થઈ, પાણીની તંગી ન રહી, લોકોની તૃષા છીપી, અને સંઘના પુણ્યપ્રભાવની લેને ઝાંખી થઈ
ત્યાંથી શ્રીસંઘ જેસલમેર તીર્થે પધાર્યો. અહીં રાયે સંઘ ઉપર મુંડકાવેરો નાખવાનો વિચાર કર્યો. આપણું પૂજ્યશ્રીએ એ “વેર' ભરવાની સ્પષ્ટ ના જણાવી દીધી. કારણકે-મુંડકા વેરો ભરવાથી કાયમ માટે એક નવી મુશ્કેલી ઊભી થતી હતી. તેઓશ્રીએ સંઘમાં આવેલા અને વિચક્ષણ બુદ્ધિવાળા પ્રેમચંદભાઈ માસ્તરને બેલાવીને આબુના અંગ્રેજ રેસીડેન્ટને તાર દ્વારા આ બાબત જણાવવા સૂચવ્યું.
આ વાતની ખબર મહારાજાને પડતાં જ તેઓ સમજી ગયા કે–આ લેકે ગમ ખાય એવા નથી. હવે જે આપણે ઢીલું નહિ મૂકીએ તે રેસીડેન્ટ સુધી વાત પહોંચશે, અને આપણને જ મુશીબત પડશે. આમ વિચારીને તરત જ તેમણે પોતાના દિવાનને શ્રીસંઘ પાસે મેકલ્યા. દિવાનને લઈને સંઘપતિ પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રીએ તેમને પ્રાસંગિક ઉપદેશ આપ્યો અને મુંડકાવેરાની માગણી અન્યાયભરી છે, તે પણ સમજાવ્યું. દિવાને પણ સ્ટેટ તરફથી થયેલી એ માગણી છોડી દીધી, સંઘને પ્રવેશ કરવાની રજા આપી, એટલું જ નહિ, પણ સંઘ તથા સંઘવીનું રાજ્ય તરફથી શાલ-દુલા આપીને સન્માન પણ કર્યું. સંઘવીએ પણ મહારાજાને નજરાણું ધર્યું.
શ્રીસંઘે ઠાઠમાઠ સાથે નગર-પ્રવેશ કર્યો. તીર્થયાત્રા કરી.
આ પછી તે મહારાજાએ પિતાના મહેલમાં આવીને ઉપદેશ આપવા માટે પૂજ્યશ્રીને વિનંતિપૂર્વક આમંત્રણ કર્યું. પૂજ્યશ્રી પણ દીર્ધદષ્ટિથી લાભાલાભની વિચારણા કરીને રાજમહેલે પધાર્યા. મહારાજાને ધર્મોપદેશ આપ્યો. મહારાજાએ પિતાના પંડિતને તૈયાર રાખેલા. તેમણે પૂજ્યશ્રીની પરીક્ષા કરવા માટે ન્યાય-વ્યાકરણ–દર્શનશાસ્ત્ર આદિના ગહન પ્રશ્નો પૂછયા. પણ પૂજ્યશ્રીને કાંઈ ઉત્તર શોધવા જવું પડે એમ ન હતું. તેઓશ્રીએ તત્કાલ તેના સચોટ ઉત્તરે આપીને તે પંડિતને મુગ્ધ કરી દીધા.
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org