SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શાસનસમ્રાટું આજે પણ (પૂ.શ્રી કોમળગઢ ગયા ત્યારે) કમળગઢમાં વિદ્યમાન છે. આ સિવાય બીજાંપણ ૪૦-૫૦ જિનમંદિરો ખંડિયેર હાલતમાં ત્યાં છે. તેમાં સેંકડો પ્રતિમાઓ ખંડિત સ્થિતિમાં પડયા હતા. એક દેરાસરમાં ઢીંચણના ભાગમાં ખંડિત શ્રી આદિનાથ પ્રભુની એક મોટી પ્રતિમા હતી. તે મંદિરમાં ઢેઢ જાતિને એક માણસ રહેતો હતો. એ જોઈને પૂજ્યશ્રીએ શ્રાવકો દ્વારા તે માણસને ત્યાંથી અન્યત્ર રહેવાની ગોઠવણ કરાવી આપી.. ' આ બધાં દેરાસરો-ગઢ, વિ.નું નિરીક્ષણ કરીને પૂજ્યશ્રી મૂછાળા મહાવીરજી જવા માટે નીચે ઉતર્યા. નીચે ઉતરવાની કેડી એટલી સાંકડી અને વિકટ હતી કે–ચાલતાં ચાલતાં સહેજ પણ શરતચૂક થાય, તો મુશ્કેલીને પાર ન રહે. એવા વિકટ રસ્તે મૂછાળા મહાવીરજી પધાર્યા, ત્યાં યાત્રા કરીને ઘારાવ પધાર્યા. ૧ માસ સ્થિરતા કરી. ત્યારબાદ પૂજ્યશ્રી સાદડી પધાર્યા. ત્યાંથી સંઘસમેત રાણકપુરજી યાત્રાર્થે પધાર્યા. ત્યાં દેરાસરમાં રહેલા તમામ ભેંયરાઓનું નિરીક્ષણ તેઓશ્રીએ કર્યું. તેમાં રહેલા પ્રતિમાજીના દર્શન કર્યા. ભેંયરામાં ઘણા સમયથી પ્રતિમાઓ હતી, એટલે તેને લૂણે લાગી ગયેલો, તે જોઈને પૂજ્યશ્રીના મનમાં એ બધા પ્રતિમાઓને ભેંયરામાંથી બહાર કાઢાવીને દેરીઓમાં પધરાવી દેવાને વિચાર આવ્યો. પણ તે વખતે દેરીઓ જીર્ણ-શીર્ણ દશામાં હોવાથી તત્કાલ તેમ બનવું અશક્ય લાગ્યું. પણ રાણકપુરજીના ઉદ્ધારનું બીજ આ વખતે તેઓશ્રીના મનમાં પડયું. - પછી સાદડી પધાર્યા, અને સં. ૧૯૭૨નું ચાતુર્માસ તેઓશ્રી સાદડીમાં બિરાજ્યા. પં. શ્રી પ્રેમવિજયજી મ. તથા પં. શ્રી સુમતિવિજયજી મ. આદિ ટીટેઈ ચાતુર્માસાથે પૂજ્યશ્રીની આજ્ઞાથી ગયા. [૩૭] જેસલમેર જુહારીએ ચાતુર્માસ પૂર્વે બોટાદના વતની બગડીયા લવજીભાઈ જીવણલાલ નામના ગૃહસ્થને પૂજ્યશ્રીએ દીક્ષા આપી. તેમનું નામ મુનિશ્રી લાવણ્યવિજયજી રાખીને પોતાના શિષ્ય કર્યા. અહીં મુનિશ્રી વિજ્ઞાનવિજયજી મ. ને શ્રીભગવતીજી સૂત્રના યુગમાં પ્રવેશ કરાવ્યો. બીજાં મુનિવરને પણ અન્યાન્ય સૂત્રોના ચેગ વહાવ્યા. ચાતુર્માસ પૂર્ણ થવાની તૈયારી હતી, ત્યારે ઘણેરાવના શ્રીસંઘે આવીને પૂજ્યશ્રીને વિનંતિ કરી કેઃ કૃપાળુ ! આપે ચાતુર્માસ તે અહીં કર્યું. બધો લાભ સાદડીવાળાને આપે. હવે અમને પણ કાંઈક લાભ તો અવશ્ય મળવો જ જોઈએ. તેમનો આગ્રહ જોઈને પૂજ્યશ્રીએ મુનિશ્રી વિજ્ઞાનવિજયજીને ઘાણેરાવમાં ગણિ-પંન્યાસ પદ આપવાને ક્ષેત્રપશનાએ નિર્ણય કર્યો. આ વાતની સાદડી-સંઘને જાણ થતાં તેઓએ એ મહોત્સવ સાદડીમાં કરવા માટે ઘણે આગ્રહ કર્યો. પણ ઘણેરાવના સંઘને આદેશ અપાઈ ગયો હોવાથી તેમાં ફેરફાર કરવાની પૂજ્યશ્રીએ ના ફરમાવી. ત્યારે સાદડીના સંઘે વિનંતિ કરી કે સાહેબ ! ગણિ-પંન્યાસપદ – મહોત્સવ ભલે ઘાણેરાવમાં થાય, પણ અમને ય કાંઈક લાભ તો મળી જ જોઈએ. અહીં પણ કાંઈક મહત્સવને પ્રસંગ જા જ જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy