________________
મેવાડમાં મૂર્તિ ભડન
૧૫૭
કુદરતનું કરવુ તે આ પત્ર મંદિરમાગી ગૃહસ્થના હાથમાં આવી ગયા. તે વાંચીને ગઢાલ તથા ખાજુના ગામવાળા મૂ. પૂ. શ્રાવકાએ ભેગાં થઈ, તે પત્ર લખનાર તેરાપ'થી પાસે આવા પત્ર લખ્યાની કબૂલાત કરાવીને તેને જ્ઞાતિબહાર મૂકયા.
પૂજ્યશ્રીના આ પ્રદેશમાં પધારવા પૂર્વે આ. શ્રીવિજયવલ્લભસૂરિજી મ. તથા કાશીવાળા આ. શ્રી વિજયધમ સૂરિજી મ. ના શિષ્ય મુનિશ્રીવિદ્યાવિજયજી મ. આદિ મુનિવરે આ પ્રદેશમાં આવલા, ત્યારે તેમને આહાર-પાણીની તકલીફ્ તા ઘણી પડતી જ, પણ કેટલેક ઠેકાણે તે મુસલમાનની મસ્જીદમાં ઉતરવું પડેલું. એટલે આ પ્રદેશને તે સાધુએના વિહાર માટે અચેાગ્ય લેખતા હતા.
પણ્ સ. ૧૯૭૬માં શિવગંજથી કેસરીયાના સંઘ લઇને વિહરતા વિહરતા આ. શ્રી વિજયવલ્લભસૂરિજી મ. આ પ્રદેશમાં આવ્યા, ત્યારે ત્યાંના શ્રાવકામાં આવું અજખ પરિવર્તન થયેલું જોઈને તેઓ ખૂબ આશ્ચર્ય પામ્યા. જ્યારે તેમણે જાણ્યુ કે : પૂ. શાસન સમ્રાટશ્રીને! આ બધા પ્રતાપ છે, ત્યારે તેઓએ કહ્યું કે :~~
पूज्य आचार्य महाराज श्रीविजयने मिसूरीश्वरजी महाराज के पहले मैं जब मेवाड़ प्रदेशमें आया था, तब एक भी श्वेतांबर मूर्तिपूजक श्रावक का घर इस प्रदेशमें नहीं था. और आज सैंकडो घर संवेगी बन चुके हैं, और साधु-साध्वी की भक्ति कर रहे हैं, सो पूज्य आचार्य श्री विजयने मिसूरीश्वरजी महाराज का प्रभाव है। उनका प्रभावको दिखलाने का प्रयत्न करना सो सूर्यको अंगुली से दिखाने बराबर है । "
આ ઉપરથી જણાય છે કે –પૂજ્યશ્રીએ તેરાપંથીઓના ઉદ્ધાર કરીને કેવી અસામાન્ય શાસન-પ્રભાવના કરી હતી ?
ફેલવાડાથી આગળ વધવાની અને વિચરવાની પૂજ્યશ્રીની ભાવના હતી. પરંતુ સાદડીના શ્રીસ ંઘને લાગ્યુ· કે પૂ. મહારાજજી આ રીતે વિહાર કરતાં આગળ જશે તેા ઉદયપુર વગેરે મોટાં શહેરાવાળા તેઓશ્રીના ચાતુર્માસાદિના લાભ લઇ લેશે. આપણે એ લાભથી વ`ચિત રહીશ'. આવા વિચારથી સાદડી-સઘના આગેવાને તથા આ. ક. પેઢીના મુનીમશ્રી ભાષચંદ્નભાઈ પદમશી વિ. કેલવાડા આવ્યા. તેમણે પૂજ્યશ્રીને સાદડી પધારવા માટે આગ્રહપૂર્ણ વિનતિ કરી. તેથી પૂજ્યશ્રીએ ક્ષેત્રપશનાએ એ સ્વીકારી અને તેઓશ્રી કેલવાડાથી કામળ– ગઢ ઉપર ચડયા.
આ કેમળ ગઢના નવ ગઢ હતા. એ નવ કલ્લા આળગીએ પછી રાજમહેલ આવે એવી ગેાઠવણી કરવામાં આવેલી. અહી પૂર્વે ૩૬૦ જિનાલયેા હતા. જૈનેતરાના મન્દિરા પણ ઘણા હતા. કહે છે કે–સંધ્યા સમયની આરતી ઉતરતી, ત્યારે ૯૯૯ આલરાના રણકાર એકી સાથે થતા, એને લીધે કામળગઢનું વાતાવરણ પવિત્રતાથી મહેકી ઉઠતું.
અચળઢમાં જે પિત્તળના ચૌમુખજી ભગવાન- ૧૪૪૪ મણ વજનના કહેવાય છે, તે પ્રતિમા મૂળ આ કામળગઢના છે. અહીંયા એક ભવ્ય જિનાલયમાં એ ચૌમુખજી બિરાજતા હતા. પણ જ્યારે એ કિલ્લા તથા શહેર મુસ્લિમાના કબ્જે પડ્યા, ત્યારે આપણા ખાહેાશ શ્રાવકે એ ઢી દૃષ્ટિ વાપરીને પ્રતિમાજી પર્વતમાળે અચળગઢ પર પહેાંચાડી દીધા. (જે અત્યારે પણ અચળગઢમાં બિરાજમાન છે.) પિત્તળિયાજીના મંદિર તરીકે પ્રસિદ્ધ એ પ્રભુજીનું મંદિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org