________________
૧૫૬
શાસનસમ્રાટું ગુલાબચંદજી બોલ્યા : સાહેબ ! અમારા આચાર્ય કે આર્યો અહીં નહિ આવે. જે. મંદિરમાગી સાથે વાત કરીએ તે અમારૂં સમકિત જાય. - આ જવાબ સાંભળીને પૂજ્યશ્રીએ બુલંદ સ્વરે કહ્યું : “સમકિત હોય તે તે જાય ને! પણ તમે અત્યાર સુધી આવી વાત કરીને આમતેમ દેડધામ કરતા હતા, ત્યારે તમારું સમકિત કયાં મૂકી આવ્યા હતા ?” પછી તેઓશ્રીએ ત્યાં થાણદારને કહ્યું : “જુઓ થાણદાર ! આ લેકે કેવાં જુઠ્ઠાં છે? કારણકે તેઓને મત જ અસત્ છે. સાચો માર્ગ તે મૂર્તિપૂજાને જ છે.” આમ કહીને પૂજ્યશ્રીએ ત્યાં મૂર્તિપૂજાને સચોટ ઉપદેશ ફરમા અને છેવટે કહ્યું, “જેને મૂર્તિપૂજાને સાચે માર્ગ સ્વીકારે હોય તે, આ અહીં અમારી પાસે, અને વાસક્ષેપ નખાવીને સમ્યક્ત્વ ઉચ્ચારી લે.”
પૂજ્યશ્રીની આ પ્રેરણ થતાં તે જ વખતે સારાસારને વિવેક સમજનારા ગૃહસ્થ એક પછી એક આવવા લાગ્યા. પૂજ્યશ્રીના પવિત્ર હસ્ત વાસક્ષેપ નખાવીને સમ્યકત્વ ઉચરવા લાગ્યા. જોતજોતામાં તો ૬૦ ઘર મંદિરમાગી બની ગયા. પૂજ્યશ્રીએ તેમને ઉપદેશ આપતાં ફરમાવ્યું કે “તમારે સાચો ધર્મ તે મૂર્તિપૂજાને જ છે. એના પુરાવા તરીકે અત્યારે પણ તમારા પ્રદેશના એકેએક ગામમાં પરમાત્માનું દેરાસર છે.
મેવાડના મંત્રીશ્વર ભામાશાહે મહારાણું પ્રતાપને અણીની વેળાએ મદદ કરી હતી. તેના બદલારૂપે કંઈક માગણું કરવાની વાત મહારાણાએ કરતાં ભામાશાહે માગણી કરી કે :
મેવાડનું કોઈ પણ ગામ એવું ન રહેવું જોઈએ કે જ્યાં જિનમંદિર ન હોય. અને કોઈ પણ • ગામની નીંવ (પાયો નખાય-(નવું ગામ વસાવાય), ત્યારે ત્યાં સૌ પ્રથમ શ્રી ઋષભદેવના દેરાસરને પાયે નખાય, પછી જ બીજાં કામ થાય.”
આ માગણીને મહારાણાએ સ્વીકાર કરીને, તેને અંગે ચગ્ય હમે પણ બહાર પાડેલા. તેના પુરાવા તરીકે અત્યારે પણ તે વખતના શિલાલેખે મેજુદ છે.”
આ પ્રમાણે સત્યમાર્ગદર્શક ઉપદેશ મળવાથી ગામના ૧૪૫ ઘર ચુસ્ત મંદિરમાગી બની ગયા. ફક્ત પાંચ સાત ઘર જ બાકી રહ્યા.
| (રચડથી પૂજ્યશ્રી મજેરા પધાર્યા. ત્યાં તેરાપંથીઓને પ્રતિબંધ આપીને સાચા રહે ચઢાવ્યા. ત્યાંથી કેલવાડા પધાર્યા. અહીંયા પણ તેરાપંથીઓને મૂર્તિ પૂજક બનાવ્યા. આ રીત મેવાડના નાના–મોટા અનેક ગામમાં વિચરીને, વિવિધ પરીષહ સહીને પૂજ્યશ્રીએ લગભગ ૭૦૦ તેરાપંથી-કુટુંબને મંદિરમાગી બનાવ્યા-મૂર્તિપૂજાના સાચા માગે ચડાવ્યા. આથી એ પ્રદેશમાં તેઓશ્રી તેરાપંથી–ઉદ્ધારક તરીકે વિખ્યાત થયા.
તેઓશ્રીની આવી ખ્યાતિ થવાથી ગઢલના એક તેરાપંથીએ પિતાના આ. શ્રી કાળરામજી મ. ને તીર્થકર તરીકે નવાજીને પત્ર લખ્યો કે “થોડાંક બોગસ તેરાપંથીઓને જ મૂર્તિપૂજક બનાવી દેવામાં આવ્યા છે. વિ. ( ૧ આ પત્ર આજે પણ ત્યાંના શ્રાવક પાસે સંરક્ષિત છે. પત્ર લેખકના અવસાન પછી તેના પુત્રાદિ સાથે પુનઃ વ્યવહાર ચાલુ કરાયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org