SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ જેસલમેર જુહારીએ ૧૫૯ આથી પૂજ્યશ્રીએ પં. શ્રી પ્રેમવિજયજી ગણિવરાદિ ૪ પંન્યાસવને સાદડીમાં ઉપાધ્યાય પદવી આપવાને નિર્ણય કર્યો. શ્રીસંઘના આનંદોત્સાહને અવધિ ન રહ્યો. માસા બાદ સં. ૧૯૭૩માં પૂજ્યશ્રી સાદડીથી ઘારાવ પધાર્યા. ત્યાં મુનિરાજશ્રી વિજ્ઞાનવિજયજી મ. ને કા. વ. ૬ના રોજ ગણપદ તથા કા. વ. ૧૨ ના રોજ પંન્યાસપદ અર્પણ કર્યા. એ નિમિત્ત મહોત્સવ શ્રી મૂળચંદજી જાવંતરાજ ખીચીયા તરફથી ઘણું જ ઠાઠમાઠ પૂર્વક ઉજવાયો. બીજાં ગૃહ તરફથી પણ તેમાં નવકારશી-પ્રભાવના વગેરે થયા. ઘણેરાવથી પૂજ્યશ્રી શ્રીમૂછાળા મહાવીરજી યાત્રા પધાર્યા. અહીંયા મોટો મેળો હતે. અને એ મેળામાં એક શ્રાવકવયે ગેલવાડના બાવન ગામને નિમંત્રણ કરીને બોલાવ્યા હતા. મેળે થયા પછી પુનઃ ઘાણેરાવ થઈને સાદડી પધાર્યા. પં. શ્રી પ્રેમવિજયજી મ. આદિ મુનિવરે પણ ટીટોઈથી વિહાર કરીને સાદડી આવી ગયા. મંગલ મુહૂ–મંગલ દિવસે અઠ્ઠઈ મહત્સવ અને ધામધૂમપૂર્વક–પંન્યાસશ્રી પ્રેમવિજ્યજી ગણી, પં. શ્રી સુમતિવિજયજી ગણી, પં. શ્રી દર્શનવિજયજી ગણી, તથા પં. શ્રી ઉદયવિજયજી ગણી, એ ચાર પંન્યાસ મુનિવરોને પૂજ્યશ્રીએ ઉપાધ્યાય પદારૂઢ કર્યા. સાદડીના સકલ સંઘને તથા આ પ્રસંગે અમદાવાદ, ખંભાત, ભાવનગર, બોટાદ વિ. અનેક ગામના આવેલા પ્રતિષ્ઠિત સદ્દગૃહસ્થને ઉલ્લાસ અપાર હતો. તીર્થોના ઉદ્ધાર અને તીર્થોની રક્ષાને જ નિજ-જીવનનું મુખ્ય ધ્યેય ગણનારા પૂજ્યશ્રીના મનમાં-તેઓશ્રી કેઈ પણ કાર્ય કરતા હોય, પણ અહર્નિશ તીર્થોદ્ધારની ભાવના અને ઉત્કંઠા તે રહેતી જ. એ ભાવના-પ્રેરિત ઉપદેશદાનના પ્રભાવે આ પદવી પ્રસંગે અમદાવાદ-દોશીવાડાની પિળ-ઇંદ્રકેટમાં રહેતા ઝવેરી મેહનલાલ ગોકળદાસના સુપુત્ર શ્રી કેશવલાલભાઈએ શ્રી રાણકપુરજી મહાતીર્થના જીર્ણોદ્ધાર માટે રૂ. વીશ હજાર આપવાનો નિર્ણય કર્યો. શિવગંજવાળા શા. મૂળચંદજી ખીચીયા તથા મૂળ ડેડવા-ગામના, પણ કાલિન્દ્રી ગામમાં રહેતા શા. ધૂલાચંદજીને ઉપદેશ આપતાં તેમણે રાણકપુરજીની દેરીઓ કરાવવા માટે સારી રકમ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને આપી. સાદડીના માસા દરમ્યાન શિરેહી સ્ટેટના પાલડી ગામના વતની શા. અમીચંદજી તથા શા. ગુલાબચંદજી એ બે ભાઈ એ પૂજ્યશ્રી પાસે આવ્યા. તેમની ભાવના પૂજ્યશ્રીની નિશ્રામાં શ્રી સિદ્ધગિરિજીને છ “રી પાળતે સંઘ કાઢવાની હતી. એ માટે વિનંતિ કરવા તેઓ આવેલા. પણ પૂજ્યશ્રીએ ફરમાવ્યું કે “અમે હજી બે વર્ષ થયા ગુજરાતથી આ તરફ આવ્યા છીએ, અને હજી મારવાડ-મેવાડમાં વિચરવાની ભાવના છે. પણ હમણું ગુજરાત તરફ જવાની ભાવના નથી. જો તમારે અમારી નિશ્રામાં સંઘ કાઢો હોય, તે જેસલમેરને સંઘ કાઢે, તે અમારે પણ યાત્રા થાય.” પૂજ્યશ્રીનું આ વચન તરત જ એ બન્ને ભાઈઓએ ઝીલી લીધું–વધાવી લીધું અને તે જ વખતે જેસલમેરનો સંઘ કાઢવાને નિર્ણય કર્યો. પ્રયાણુનું મુહર્ત પણ પૂજ્યશ્રી પાસે નિણીત કરી લીધું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy