________________
૧૫૪
શાસનસમ્રાટું અને ચાર દિવસમાં તે ગામના મોટા ભાગના તેરાપંથી કુટુંબોએ શુદ્ધ મૂર્તિપૂજાણું અંગીકાર કરી લીધું. તેમના હૈયામાં પિતાના પૂર્વ આચાર-વિચાર માટે પશ્ચાત્તાપ થવા લાગ્યો. બે-ચાર ઘર કે જે અત્યંત કદાગ્રહી હતા, તે બાકી રહ્યા. બાકી સર્વ લોકો મૂર્તિપૂજક બની ગયા. ‘આવ્યા હતા લડવા, ને બેસી ગયા પૂજવા જેવું થયું.
ત્યાંથી પૂજ્યશ્રી સાંખિયા પધાર્યા. અહીંયા પિરવાલ જ્ઞાતીય મંદિરમાગીના ઘર હતા. ચારેક તેરાપંથીના ઘર પણ હતા. તેઓ પૂજ્યશ્રીને ઉપદેશથી મંદિરમાગી બની ગયા. એટલે એ ગામમાં એક પણ તેરાપંથી રહેવા પામ્યું નહીં.'
સાંખિયાથી લીંબોળી પધાર્યા. ત્યાં પણ તે જ રીતે તેરાપંથીઓને મૂર્તિપૂજક બનાવ્યા. ત્યાંથી ગઢબોલ પધાર્યા. ગઢબોલ એ મેવાડનું હિંદુતીર્થ ‘ચારભુજા' તરીકે પ્રસિદ્ધ છે. ત્યાં મંદિરમાગી પાંચ, અને તે સિવાય તેરાપંથીઓના ઘણું ઘર હતા. વળી- આ વખતે અહીં તેરાપંથીની સાતેક આર્યાએ આવી હતી. તે આર્યાએ દરરોજ વ્યાખ્યાન વાંચતી હતી
ગામના રાજ્યાધિકારીઓએ તથા પંડયાઓએ પૂજ્યશ્રીનું વ્યાખ્યાન એ આર્થીઓના સ્થાનની સામે આવેલા વિશાળ સ્થાનમાં ગોઠવેલું. પૂજ્યશ્રીએ ત્યાં પધારી સેંકડેની મેદની વચ્ચે વ્યાખ્યાનનો પ્રારંભ કર્યો. એ જોઈને પેલાં સાતેય આર્યાઓએ પિતાના સ્થાનમાં એકી સાથે વ્યાખ્યાન શરૂ કર્યું. તેમના મનમાં એમ કે-આમ કરવાથી મહારાજજીનું વ્યાખ્યાન કઈ સાંભળી ન શકે.
પણ–પૂજ્યશ્રીની સિંહગર્જના આગળ તેમનું કેટલું જોર ચાલે ? દસેક મિનિટ થતાં તે તે આર્થીઓને પોતાનું વ્યાખ્યાન બંધ કરવું પડ્યું. અને એથી તેઓ લેકમાં હાંસીપાત્ર ઠર્યા.
અહીં પણ પૂજ્યશ્રીએ કદ્દર તેરાપંથીઓને મંદિરમાગી બનાવ્યા. પછી વિહાર કરી રિચડગામે પધાર્યા. અહીંના થાણદાર સાહેબ પ્રથમ દર્શને જ પૂજ્યશ્રીના અનુરાગી બન્યા. તેઓ હંમેશાં વ્યાખ્યાનમાં આવવા લાગ્યા. અહીં લગભગ ૧૫૦ ઘર તેરાપંથીઓના હતા. તેઓમાં આગેવાન-પૈસાદાર અને કટ્ટર એક ગુલાબચંદજી નામે ગૃહસ્થ હતા. પૂજ્યશ્રી તે અહીં પણ ૩ વાર વ્યાખ્યાન ફરમાવતા. થાણદાર સમયસર હાજર રહેતા. ગુલાબચંદજી વિ. તેરાપંથીઓ પણ સાંભળવા આવતા.
બે-ત્રણ દિવસ પછી ગુલાબચંદજીએ પૂજ્યશ્રી પાસે શાસ્ત્રાર્થની વાત મૂકી. થાણદાર ત્યાં હાજર હતા. ગુલાબચંદજીએ કહ્યું અમારા આચાર્યશ્રી કાળુરામજી મહારાજ શાસ્ત્રાર્થ કરવા માટે અહીં આવશે.
પૂજ્યશ્રીએ થાણદારને સાક્ષીમાં રાખીને શાસ્ત્રાર્થની હા કહી, અને તેનો દિવસ નકકી કર્યો. તે વખતે ગુલાબચંદજીએ કહ્યું : સાહેબ ! શાસ્ત્રાર્થમાં છાપેલા પુસ્તકને ઉપયોગ નહિ થાય, હસ્તલિખિત જ થશે.
પણ પૂજ્યશ્રી એ વાત જાણતા જ હતા. ગુલાબચંદજી કાળુરામજી મને લાવવા માટે વિદાય થયા. આ બાજુ પૂજ્યશ્રીએ સ્થાનકવાસીઓ જોડે શાસ્ત્રાર્થ કરવા માટે હસ્તલિખિત પુસ્તકે વરકાણુજી મંગાવેલા. ત્યાંથી તે સાદડી લઈ જવાયેલા. તે પુસ્તકે પૂજ્યશ્રીની સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org