________________
મેવાડમાં મૂર્તિમંડન
૧૫૩
પિદુગલિક છે. છતાં તેઓ જે તે શબ્દરૂ૫ આગમને માનતા હોય, તે તેઓએ મૂર્તિ પણ માનવી જોઈએ.”
આવી અનેક યુકિત-પ્રયુકિતઓ તથા આગમના સાક્ષિપાઠપુર:સર પૂજ્યશ્રીએ સભા સમક્ષ મૂર્તિપૂજાની સાચવટ પૂરવાર કરી બતાવી. એ અસરકારક ઉપદેશને પરિણામે અસલ મૂર્તિપૂજક પણ પાછળથી તેરાપંથી બનેલા ઓસવાળ ભાઈઓ સાચું તત્વ સમજ્યા, અને તેઓએ પૂજ્યશ્રી પાસે પુનઃ મૂર્તિપૂજક બનવાની પિતાની શુદ્ધ ભાવના વ્યકત કરી. પૂજ્યશ્રીએ પણ તેમની ભાવના જાણીને તેમને વાસક્ષેપ કરવાપૂર્વક પુનઃ મૂર્તિપૂજારૂપ સત્ય માર્ગગામી તરીકેના આશીર્વાદ આપ્યા.
પૂજ્યશ્રીની ત્યાં ત્રણેક દિવસની સ્થિરતા અને પ્રતિદિન અપાતાં અસરકારક વ્યાખ્યાનેથી આખાયે ગામનું વાતાવરણ જાણે ફરી ગયું. ગામના ૫૦ તેરાપંથી–ઘરમાંથી ૪૬ ઘર મન્દિરમાગી બન્યા, અને બાકી રહ્યા ફક્ત ચાર. તેઓ પિતાના દુરાગ્રહમાં મજબૂત રહ્યા. ઠાકોર સાહેબ તો પૂજ્યશ્રીના પરમ અનુરાગી થઈ ગયા.
મેવાડમાં પૂજ્યશ્રીએ આદરેલા સત્યમાર્ગના સંદેશ–પ્રસારણનું આ મંગલાચરણ હતું. પુણ્યશાળીને પગલે નિધાન –-એમ પૂજ્યશ્રી જ્યાં પધારે, ત્યાં સફળતાને જ નિવાસ હોય.
ચોથે દિવસે દેસૂરીથી મુનિશ્રી જીતવિજયજીની તબીયત એકદમ ગંભીર છે, એવા સમાચાર આવતાં જ પૂજ્યશ્રી વિહાર કરીને દેસૂરી પધાર્યા, ચાંપતા ઉપચાર શરૂ કરાવ્યા, પણ મુનિશ્રીની તબીયત સારી ન થઈ. આયુષ્યની સમાપ્તિ થવાથી તેઓ કાળધર્મ પામ્યા. તેમની આરાધનાની અનુમોદનાથે શ્રીસંઘે અઠ્ઠાઈ મહોત્સવ ઉજવ્યો.
ત્યારપછી પૂજ્યશ્રીએ પુનઃ મેવાડ તરફ વિહાર કર્યો. સોમેશ્વરની નાળના વિકટ રસ્તે થઈને તેઓશ્રી સેમેશ્વર પધાર્યા. સેમેશ્વર-એ હિંદુઓનું તીર્થધામ હતું. ત્યાંથી રૂપનગર પધાર્યા. તે પણ વિષ્ણુનું ધામ હતું. ત્યાં વસતા તેરાપંથીઓને પ્રતિબંધ આપીને શુદ્ધ સંવેગી અને મૂર્તિપૂજક બનાવ્યા. ત્યાંથી લાંબિયા પધાર્યા. અહીંના તેરાપંથીઓ બહુ કટ્ટર હતા. તેઓ પિતાના સાધુ સિવાય કઈ પણ સાધુને આહારપાણી વહેરાવવામાં સમકિતને નાશ માનતા.
આ બધાં ગામમાં ઘણીવાર એવું બનતું કે–વહેરવા જાય તો તેરાપંથીઓ આહાદિ સચિત્ત-અસૂઝતું કરી દેતા. આવું દરેક ઘરે બનવાથી પૂજ્યશ્રી સપરિવારને કેટલીકવાર ઉપવાસ પણ થતા. કઈ કઈ વાર ચાલુ વિહારમાં સાધુઓને છઠ્ઠ તપ પણ થતો. ઉતરવાના સ્થાનની અગવડ તે ઠેર ઠેર પડતી. પણ એ બધાંથી ડરે કે હારે એ પૂજ્યશ્રી નહિ. તેઓ તે ધર્મપ્રભાવની શુદ્ધ ભાવનાથી તે તરફ પધારેલા. તેમાં ગમે તે અંતરાય કે પરિષહ સહન કરવા પડે તે માટે તેઓશ્રી તૈયાર જ હતા. તેઓશ્રીએ આ લાંબિયા ગામમાં ચારેક દિવસ સ્થિરતા કરીને પ્રતિદિન ત્રણવાર વ્યાખ્યાન આપવું શરૂ કર્યું. કટ્ટર તેરાપંથીઓ કુતૂહલ કે મશ્કરીની દષ્ટિથી વ્યાખ્યાનમાં આવવા લાગ્યા. પણ પૂજ્યશ્રીના સચોટ ઉપદેશની તેઓ પર જાદુઈ અસર પડી. કુતૂહલ અને મશ્કરીના ભાવે શમી ગયા. તેમને હૈયાપલટો થઈ ગયો,
૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org