________________
૧૫ર
શાસનસમ્રાટું
જેવા સાહેબ આવ્યા છે. હવે આપણી શી વલે કરશે ? વકીલે તે આવતાંવેંત ઇંગ્લીશ ભાષામાં બોલવાનું શરૂ કર્યું, લોકોને ધમકાવ્યા. લોકો પણ ડરતાં ડરતાં તેમની પાસે આવ્યા, એટલે તેમણે દેરાસરની ચાવીઓ કેની પાસે છે ? તે જાણીને ચાવીઓ મંગાવી.
દેરાસર ઉઘડાવી, ત્યાંના પંડ્યાને સાથે રાખીને પ્રતિમાજીને ખીલાના ઘા પડ્યા છે, તે બાબતને પંચકેસ કરાવ્યું. અને અહીં “તેરાપંથી સાધુએ ઉતર્યા હતા, તેઓએ ઉપદેશ આપીને પ્રતિમા પર ખીલા મારવાનું આ ઘાતકી કાર્ય કરાવ્યું છે. આ બનાવ નેધીને તેની પર ત્યાંના લોકોના સાક્ષી-પુરાવા તરીકે સહીસિકકા લીધા. પછી ત્યાંથી ઉદયપુર જઈને મહારાણ સાહેબ શ્રી ફતેહસિંહજીની કોર્ટમાં કેસ દાખલ કર્યો.
આ કેસનો ફેંસલો આપતાં ના. મહારાણાએ ઓર્ડર કર્યો કે—કઈ પણ તેરાપંથી શબ્બે મંદિરમાં પ્રવેશ કરે નહિ. તેરાપંથી સાધુએ મંદિરમાં ઉતરવું નહિ. આ હુકમની વિરુદ્ધ જે વર્તશે તે રાજ્યને ગુનેગાર ગણાશે અને તેને સખ્ત નશીયત કરવામાં આવશે.”
આ ૧૯૬૭ના પરિચયને કારણે એ ગઢલના શ્રાવકે પોતાના-મેવાડ પ્રદેશમાં પધાર વાની વિન તિ કરવા પૂજ્યશ્રી પાસે દેસૂરી આવ્યા.
તેમને અત્યન્ત આગ્રહ થવાથી તથા ગ્લાનમુનિના સ્વાથ્યમાં સુધારો જણવાથી પૂજ્યશ્રીએ ગ્લાનમુનિ તથા મુનિશ્રી ચંદનવિજયજી મ. આદિને દેસૂરીમાં રાખીને મેવાડ તરફ વિહાર કર્યો.
––% –
[૩૨]
મેવાડમાં મૂર્તિમંડન–
દેસૂરીની નાળ ઉપર ચઢતાં પહેલું ગામ ઝીલવાડા હતું. ત્યાં પૂજ્યશ્રી પધાર્યા. અહીંયા ઓસવાળના ૫૦ ઘર હતા, પણ બધાં તેરાપંથી. ગામમાં એક પ્રાચીન જિનાલય હતું, તેની દેખરેખ કેઈ નહતું રાખતું.
- પૂજ્યશ્રી ગામના ઠાકરસાહેબના દરબારમાં પધાર્યા, અને ત્યાં ઠાકોરસાહેબની અનુજ્ઞા લઈને દરબારગઢના દરવાજાની મેડીએ ઉતર્યા. ઠાકરસાહેબ પણ પૂજ્યશ્રીના દર્શનાર્થે આવ્યા, અને પ્રથમ દર્શને જ તેઓ પૂજ્યશ્રીના પરમભક્ત બની ગયા. તેમણે પૂજ્યશ્રીને ઉપદેશ આપવાની વિનંતિ કરી, એટલે પૂજ્યશ્રીએ દરબારગઢમાં વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું. દરબારગઢમાં વ્યાખ્યાન શરૂ થવાથી, કેટલાંક તેરાપંથી ગૃહસ્થ કુતૂહલ ખાતર સાંભળવા આવ્યા.
મેઘ-ગજના શી ગંભીર વાણીએ પૂજ્યશ્રીએ દેશનામાં ફરમાવ્યું કેઃ “મૂર્તિપૂજા એ જ સાચે માર્ગ છે. કારણ કે-મૂર્તિ એ ભગવાનનું સ્મરણ કરાવવામાં પ્રબળ કારણ છે. કઈ કહેતાં હોય કે- “ભગવાન તે અરૂપી છે, તેમના સ્મરણ-ધ્યાન માટે પગલિક વસ્તુનું અવલંબન અયોગ્ય છે. તે તે વીતરાગદેવની અમેઘ વાણીસ્વરૂપ આગમને પણ કેમ માની શકે? કારણ કે જિનાગમ પણ ભગવાનના સ્મરણ ધ્યાન માટે છે, અને તે શબ્દરૂપ હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org