________________
આચાર્યશ્રીનું ત્રાષિકાર્ય
શાસનસમ્રા પૂજ્ય ગુરૂદેવ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને જીવનચરિત્રગ્રંથ છપાઈ રહ્યો છે, એ પરમહર્ષની વાત છે.
અર્વાચીન યુગમાં જે પ્રભાવક આચાર્યોએ માત્ર જૈન સમાજની જ નહિ પણ વ્યાપક અર્થમાં ભારતીય સમાજ અને સંસ્કૃતિની મૂલ્યવાન સેવા કરી છે, અને આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોના પુનઃપ્રસ્થાપનમાં અમૂલ્ય પ્રદાન કર્યું છે, એમાં આચાર્યશ્રીનું સ્થાન અગ્રિમ કોટિમાં છે.
જ્ઞાનોદ્ધાર, જીવદયા, તીર્થોદ્ધાર તથા વિદ્વાન્ શિષ્યોને તાલીમ આપી તૈયાર કરવાનું જે ઋષિકાર્ય તેમણે જીવનપર્યત કર્યું હતું તેને બને તેટલા પ્રમાણમાં ચાલુ રાખવાનો પુરુષાર્થ થાય તે જ એમની શતાબ્દીની ઉજવણી સાર્થક ગણાય, એમ મને લાગે છે. એ દિશામાં જૈન સમાજ પ્રયત્નશીલ રહેશે એવો મને વિશ્વાસ છે.
ભવદીય ભેગીલાલ જ, સાંડેસરા (નિયામક: પ્રારય વિદ્યા મંદિર, વડેદરા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org