________________
ભરૂઘરમાં ધર્મ-ઉદ્યોત
૧૪૭ સેવામાં ગાળવા.” આ અનુમોદનીય નિયમાનુસાર તેઓ દર વર્ષે એ માંગલિક દિવસમાં જુદા જુદા તીર્થોની યાત્રા કરતા. અને જે જે તીથે તેઓ જતા, ત્યાં ત્યાં તેઓ બારીકાઈથી તપાસ કરતાં કે અહીંયા શાની આવશ્યક્તા છે? તે તપાસમાં જે વસ્તુની જરૂરિયાત તે તીર્થમાં તેઓને લાગે, તે જરૂરિયાત તેઓ પૂરી કરતા. આવી રીતે તેમણે અનેક તીર્થોમાં ધર્મશાળાઓ બંધાવી છે. જીર્ણોદ્ધાર તથા બીજાં ખાતાઓને મેટી રકમ આપીને સદ્ધર બનાવ્યા છે. આ શ્રીકુંભારીયાજી તીર્થમાં પણ તેમણે એક ધર્મશાળા બંધાવેલી. - પૂજ્યશ્રીએ તીર્થની યાત્રા કરી. તીર્થના યોગ્ય વહીવટના અભાવે દેરાસરો જીર્ણ બન્યા હતા. તેને ઉદ્ધાર કરવાની ભાવના પૂજ્યશ્રીને થઈ
અહીં અમદાવાદથી પૂજ્યશ્રીના તથા તીર્થના દર્શનાર્થે શેઠશ્રી પ્રતાપસિંહ મહિલાલ, શેઠ ચમનલાલ લાલભાઈ શેઠ લાલભાઈ ભોગીલાલ, શેઠ જગાભાઈ ભોગીલાલ, શેઠ માણેકલાલ મનસુખભાઈ વિગેરે આગેવાન ગૃહસ્થ આવ્યા.
કુંભારીયાજીથી પૂજ્યશ્રી મોટી ખરેડી થઈને આબુ-દેલવાડા પધાર્યા. રસ્તામાં આવતી આરણાની તળાટીએ એક દિવસ સ્થિરતા કરી. અહીં સાધુ-સાધ્વીઓને તથા યાત્રાળુઓને રહેવા માટે યોગ્ય સગવડ કે વ્યવસ્થા નહતી. એ જોઈને પૂજ્યશ્રીએ શેઠશ્રી માણેકલાલભાઈને ઉપદેશ આપતાં તેઓએ ત્યાં એક ધર્મશાળા બંધાવી.
આ વખતે-પૂ. પં. શ્રીનીતિવિજયજી મહારાજ મારવાડથી વિહાર કરીને અમદાવાદ તરફ જતા હતા, તેઓ અહીં-આબુજી આવ્યા, અને પૂજ્યશ્રીને મળ્યા. તેઓએ અમદાવાદ જવાની પિતાની ભાવના પૂજ્યશ્રીને જણાવી. એટલે પૂજ્યશ્રીએ કહ્યું : “તમે અમદાવાદ જરૂર જાવ, અને ત્યાં પાંજરાપોળ ઉપાશ્રયે ઉતરવાનું રાખજે, તેમજ ચાતુર્માસ પણ ત્યાં જ કરજે”
પં. શ્રીનીતિવિજ્યજી મહારાજે પણ એ વાત સ્વીકારી, અને ત્યારપછી તેઓએ અમદાવાદ-પાંજરાપોળ ઉપાશ્રયે પધારીને સં. ૧૯૭૧ નું ચાતુર્માસ પણ ત્યાં-પાંજરાપોળે જ કર્યું.
શ્રીઆબુતીર્થમાં આઠેક દિવસ સ્થિરતા કરીને ત્યાંના ભવ્યતમ જિનાલયની યાત્રા કરવા પૂર્વક–અતિહાસિક તથા દર્શનીય તમામ સ્થાનેનું પૂજ્યશ્રીએ અવલોકન કર્યું. અચળગઢની પણ યાત્રા કરી. ત્યારપછી અણદરાને રસ્તે થઈને તેઓશ્રીએ જેરામગરામાં પ્રવેશ કર્યો. જેરામગરાના-સિરોડી, સુંદર, પાડીવ, ઊડ, વિ. ગ્રામોમાં વિચરીને તેઓશ્રી જાવાલ પધાર્યા. અને જાવાલ-શ્રીસંઘની વિનંતિથી વિ. સં. ૧૯૭૧નું ચાતુર્માસ તેઓશ્રી જાવાલમાં બિરાજ્યા.
આ ચોમાસા પૂર્વે, ચોમાસામાં, તથા ચોમાસા પછી પૂજ્યશ્રીએ પિતાના અમેઘ ઉપદેશ વડે જાવાલમાં અનેક ધર્મકાર્યો કરાવ્યા.
જાવાલ-બરકુટ વિ. ૨૭ ગામનું મોટું પંચ હતું. તેમાં મોટે ઝઘડો પેઠે હતે. એના લીધે ધર્મના દરેક કાર્યોમાં શિથિલતા આવી ગયેલી. આ ઝઘડાનું નિવારણ કરવા પૂજ્યશ્રીએ ઊડગામમાં આખું પ ચ એકત્ર મેળવ્યું. અને તેમાં તેઓશ્રીએ આ પંચના ઝઘડા દૂર કરવાને ઉપદેશ કર્યો. પરિણામે ર૭ ગામના પંચના એ કલેશ દૂર થયા, અને સંપ તથા શાન્તિ સ્થપાયા.
- કુસંપનો નાશ થવાથી ર૭ ગામેવાળાએ અતિ–ઉલાસપૂર્વક ઊડ ગામમાં પૂજ્યશ્રીની નિશ્રામાં માટે મહત્સવ ઉજ, અને સ્વામીવાત્સલ્ય કર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org