________________
૧૪૮
શાસનસમ્રાટું
જાવાલમાં ઉપાશ્રયની અગવડ હતી, એટલે પૂજ્યશ્રીએ તે અંગે ઉપદેશ આપે. એના ફિલસ્વરૂપે શ્રીસંઘે ધર્મશાળા ભાગ વધાર્યો, અને તેની સામે ઉપાશ્રય માટે એક જગ્યા ખરીદી. તે જગ્યામાં ઉપાશ્રયનું મકાન બાંધવા માટે મોટી ટીપ થઈ
આ બધો પ્રદેશ જેરામગરાના પ્રદેશ તરીકે ઓળખાતું. આ પ્રદેશના ગામોના ગૃહ પરદેશમાં વ્યાપાર કરતા, અને રહેતા ગામમાં તો ફક્ત ધર્મધ્યાનમય નિવૃત્તિ જીવન ગાળવા માટે જ રહેતા. પરદેશમાં વસતા એ ગૃહસ્થ ઘણું સુખી હતા. પરંતુ જ્ઞાનની ખામીને લીધે કઈ પણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ તેઓ તથા તેમના પુત્રાદિ પરિવાર પામી શકતા નહિ. પાઠશાળા જેવું પણ કાંઈ ન હતું.
આથી પૂજ્યશ્રીએ શ્રીસંઘને પાઠશાળા માટે ઉપદેશ આપે. શ્રીસંઘે પણ પિતાના ગામની આ ખામીને દૂર કરવા માટે પૂજ્યશ્રીનો એ ઉપદેશ ઝીલી લીધે, અને એક પાઠશાળાનું સ્થાપન કર્યું. એનું નામ “તપાગચ્છ-શ્રીવૃદ્ધિચંદ્રજી જૈન પાઠશાળા” રાખ્યું. તેમાં નાના મેટાં અનેક ભાઈ-બહેન ધાર્મિક અભ્યાસ કરવા લાગ્યા.
વળી–અહીં મૂંગા-પ્રાણીઓની રક્ષા માટે કઈ સાધન નહોતું. તેથી જીવદયાના તિર્ધર આપણું પૂજ્યશ્રીએ ઉપદેશ આપીને એક “પાંજરાપોળ–સંસ્થા” સ્થપાવી. પાઠ. શાળા તથા પાંજરાપોળના નિભાવ માટે પૂજ્યશ્રીના ઉપદેશથી સારી એવી ટીપ પણ થઈ
જાવાલ-ગામથી | માઈલ દૂર અંબાજી માતાની એક વાડી હતી. ત્યાં અંબામાતાનું સ્થાન હતું. વાડી ઘણી વિશાળ હતી. તે જોઈને પૂજ્યશ્રીને ભાવના થઈ કે–આ વિશાળ જગ્યામાં દેરાસર થાય તે શ્રીસંઘને ચૈત્રી-કાર્તિકી પૂનમે શ્રીસિદ્ધગિરિરાજની યાત્રા માટે એક રમ્ય સ્થાન બને.
આવી ભાવના થતાં તેઓશ્રીએ સંઘને તે માટે ઉપદેશ આપે. સંઘે પણ તે વધાવી લીધે, અને તે વાડી ખરીદી લીધી.
જાવાલમાં–માસા પૂર્વ બોટાદનિવાસી દેસાઈ હિમચંદ ભવાનના સુપુત્ર શ્રી અમૃતલાલને તથા રાજગઢ-માળવાના વતની શા. પ્યારેલાલ-નામક એક ગૃહસ્થને પૂજ્યશ્રીએ દીક્ષા આપી. તેમના નામે અનુક્રમે-મુનિશ્રી અમૃતવિજયજી મ. તથા મુનિશ્રી ભકિતવિજયજી મ. રાખ્યા. અને મુનિવરે અનુક્રમે પૂજ્યશ્રીના તથા પં. શ્રી પ્રતાપવિજયજી મહારાજના
શિષ્ય થયા.
આમ ચાતુર્માસમાં અનેક શાસનપ્રભાવનાના કાર્યો કરી-કરાવીને ચેમાસા બાદ પૂજ્યશ્રીએ વિહારની તૈયારી કરી.
વિહાર સમયે ગામ બહાર મંગલાચરણ વખતે શ્રીસંઘે પૂજ્યશ્રીને આઝડપૂર્ણ વિનંતિ કરી કે ” સાહેબ ! આખા ચોમાસા દરમિયાન આપશ્રીએ અમને કંઈ કાર્યસેવા ફરમાવી નથી, પણ હવે તે કાંઈ કાર્ય ફરમાવો.”
શ્રીસંઘને અત્યંત આગ્રહ જોઈને પૂજ્યશ્રીએ ફરમાવ્યું કે: “પાલિતાણામાં દયાળુ દાદાની પવિત્ર છાયામાં અનેક ધર્મશાળાઓ છે, પણ મારવાડી ગૃહસ્થા તરફથી બંધાયેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org