SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ મરૂધરમાં ધમ –ઉદ્યોત ૧૪૫ વડનગર, સીપાર, ખેરાળુ, ઉંઝા વિગેરે ૧૬ ગામાની જ્ઞાતિઓના ધેાળ હતા. તે ૧૬ માં માટું ખેરાળુ હતું. પણ કઈક કારણસર માકીના ૧૫ ગામવાળાઓએ ખેરાળુ ગામ સાથેના વ્યવહાર બંધ કરી દીધા હતા. ખેરાળુવાળાએ સમાધાન કરીને વ્યવહાર ચાલુ કરવા માટે ઘણી મહેનત કરી, પણ તેઓને સફળતા ન મળી. એ અરસામાં જ પૂજ્યશ્રીનું તે તરફ પધારવું થયું. અને ડાંગરવાના સ ંઘની એકતા તેઓશ્રીના ઉપદેશથી થઇ, એ જાણીને ખેરાળુના આગેવાન અને શેઠ આણુદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિ શા. ગેાપાળજી છગનલાલ વગેરે ગૃહસ્થા સીપાર આવ્યા. અને પૂજ્યશ્રીને પોતાની વાત અર્થતિ જણાવીને વિન ંતિ કરી કે સાહેબ ! આપશ્રી અહીં પધાર્યાં છે, માટે હવે કૃપા કરીને અમારૂં સમાધાન કરાવી આપે. તેમની પાસેથી બધી વાત જાણી લઈને પૂજ્યશ્રીએ ૧૫ ગામમાં મુખ્ય ગણાતા સિપેાર ગામના સઘને સમાધાન કરવા માટે-વિખવાદ દૂર કરવા માટે ઉપદેશ આપ્યા. સિપેારવાળાને પૂજ્યશ્રીના ઉપદેશ રૂચ્યા. એટલે તેમણે તરત જ બીજા ૧૪ ગામેાના સંઘને સારમાં એકત્ર કર્યાં. એ સર્વ-સ ંધેાને પૂજયશ્રીએ ઉપદેશ આપ્યો. આથી તે પદય ગામવાળાઓએ તે જ વખતે સલાહ પૂર્વક એકમતે ખેરાળુવાળા સાથેને કલેશ ત્યજી દીધા. અને તેમની સાથેના વ્યવહાર પૂર્વવત શરૂ કર્યાં. જેથી પુનઃ ૧૬ ગામેની એકતા થઈ. આમ ઠેરઠેર વવાયેલા કલહ-કુસ ́પના વિષાંકુરો ઉખાડીને તેના સ્થાને પેાતાના ઉપદેશામૃતથી એકતાની અમૃતવેલ ઉગાડતાં પૂજ્યશ્રી સિપેારથી ખેરાળુ પધાર્યા. ત્યાં ગામવાળાએ એકત્ર થઈ ને એકતાના પ્રાસાદ પર કલશારેહણુરૂપ અઠ્ઠાઈ-મહાત્સવ પૂજ્યશ્રીની નિશ્રામાં ઉજન્મ્યા. ત્યારપછી ખેરાળુથી તેઓશ્રી શ્રીતાર'ગાજી તીર્થે પધાર્યાં. આ પ્રસંગે ડાંગરવાથી શ્રીસઘના ૫૦ ગૃહસ્થાને સંઘ શ્રીતારગાજીની યાત્રા કરવા આવ્યા. તેમણે પૂજ્યશ્રીની નિશ્રામાં પૂજ્યશ્રીની સાથે સંગીતના સાજ સહિત શ્રીતારંગાજી તીર્થંની યાત્રા કરી. શ્રીતારંગાજી એ મહાતી'નુ' ખીજું નામ છે શ્રીતારણગિરિ. તારણદેવીનુ ત્યાં પ્રાચીનકાળથી સ્થાન છે, એથી એ પર્યંતનુ નામ પણ પ્રાચીનકાળથી તારગિરિ પડ્યું છે. આ તીના અધિનાયક શ્રી અજિતનાથ પ્રભુ છે. શ્રીમુનિસુન્દરસૂરીશ્વરજી મહારાજ આ તીની સ્તવના કરતાં કહે છે કે : હે સ્વામિન્ ! હે અજિતનાથ પ્રભા ! તારણગિરિ એ ખરેખર તારણગિરિ જ છે. કારણકે આપની જેમ તે પણ ભવ્યાત્માના સંસાર સમુદ્રથી તારણહાર, અને ભવ્યોના બાહ્ય-અભ્યન્તર શત્રુઓના નાશ કરનાર છે. આથી આ પર્યંતનું તારણગિરિ” એવું નામ સાક છે.” આ ગિરિરાજ પર ૧૩ મા સૈકામાં પરમાત્ ગુજ રનરેશ શ્રીકુમારપાળ મહારાજાએ કલિકાલસર્વ જ્ઞભગવ’તશ્રીના ઉપદેશથી ભવ્ય પ્રાસાદ મંધાવેલે, અને તેમાં તીથપતિ શ્રી અજિતનાથ પ્રભુની ભવ્ય અને રમણીય પ્રતિમા પ્રતિષ્ઠિત કરી હતી. સ્તુતિકાર સૂરિભગવંત શ્રીમુનિસુદરસૂરિજી મ. શ્રી આગળ વધતાં ફરમાવે છે કે : “જે રીતે શ્રી અજિતનાથ પરમાત્મા માતાના ગર્ભમાં હતા, ત્યારે તે ગર્ભના પ્રભાવથી ૧ જૈનસ્તાત્રસ ંગ્રહ–અજિતજિન સ્તંત્ર શ્લોક ૧૩-૧૪ બીજો ભાગ, ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy