SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ શાસનસમ્રાટું શેરીસામાં શ્રી સંઘસમેત ૩-૪ દિવસ સ્થિરતા કરી. દરમ્યાન કલવાળા શા. ગોરધનદાસ અમુલખને પેલાં ખંડિયેર દશામાં રહેલા દેરાસરવાળી જગ્યા કે જે ગાયકવાડ સરકારના તાબાની હતી, તે તેમની પાસેથી વેચાણ લઈ લેવાને ઉપદેશ આપે. ગોરધનદાસે પણ તેઓશ્રીના ઉપદેશાનુસાર તે જગ્યા “શ્રી જૈન તત્વવિવેચક સભા”ના નામે વેચાણ લઈ લીધી, અને તેને પાકે દસ્તાવેજ “તત્ત્વવિવેચક સભા'ના નામે કરાવી લીધું. શેરીસાથી કોલ થઈને પૂજ્યશ્રી કડી પધાર્યા. ત્યાંના શ્રીસંઘમાં મતભેદ પડેલા હતા. તેથી શ્રીસંઘને ઉપદેશ આપીને આપસ આપસના એ મતભેદે દૂર કરાવ્યા, અને સંઘમાં એકતા સ્થાપી. એ એકતાની ખુશાલીમાં શ્રીસંઘે પૂજ્યશ્રીની નિશ્રામાં અઠ્ઠાઈ–મહોત્સવ ઉજવ્યો. ત્યારપછી કડીથી શ્રી ભોયણી જીતીર્થ યાત્રા કરી, સૂરજ-રાજપરા થઈને તેઓશ્રી પાનસર પધાર્યા. પાનસરમાં થોડો સમય થયા જમીનમાંથી શ્રીમહાવીરસ્વામી ભગવાનની ભવ્ય, પ્રાચીન અને અલૌકિક ચમત્કારિક પ્રતિમા નીકળી હતી. તે અલૌકિક પ્રતિમાના દર્શનાથે હજારો જેન–જેનેતર લેકે આવતા હતા. પૂજ્યશ્રીએ પણ તે પ્રતિમાના દર્શન કર્યા. પ્રતિમાની ભવ્યતા સૌ કેઈને આકર્ષતી હતી. એટલે પૂજ્યશ્રીએ ત્યાં ઉપદેશ આપ્યો કે-“આવા અલૌકિક પ્રભુજીને અહીં જ એક ભવ્ય જિનાલય બાંધીને પ્રતિષ્ઠિત કરવા જોઈએ.” ગામના અને બહારગામના ગ્રહએ એ ઉપદેશ ઝીલે. અને એના પરિણામે આજે પ્રભુ મહાવીર દેવના શાસનની ભવ્યતાના પ્રતીક સમે ગગનતુંગ ત્રિશિખરી પ્રાસાદ પાનસર ગામને તીર્થ તરીકે ભાવી રહ્યો છે. પાનસરથી વિહાર કરી પૂજ્યશ્રી વડુ પધાર્યા. ત્યાં બે દિવસ સ્થિરતા કરી. બીજે દિવસે રાત્રે ડાંગરવાના શ્રાવક શા. છગનલાલભાઈ આવ્યા. અને પૂજ્યશ્રીને વિનંતિ કરી કે આપશ્રી ડાંગરવા પધારો, અને અમારા સંઘમાં બે પક્ષ છે, તેની એકતા આપશ્રી કરી આપે. આથી પૂજ્યશ્રી સવારે વિહાર કરીને ડાંગરવા પધાર્યા. ત્યાંના શ્રીસંઘને એકત્ર કરીને શાન્તિ અને સંપ માટે ઉપદેશ આપે. પૂજ્યશ્રીનો પ્રભાવ જ એ અપૂર્વ હતું કે તેઓશ્રી જે કાર્ય હાથમાં લે, તે સફળ થાય–થાય ને થાય છે. અહીં પણ વર્ષો જૂના ઝઘડાઓ પૂજ્યશ્રીના એક જ વારના ઉપદેશથી શમી ગયા, અને સંઘમાં શાન્તિ સ્થપાઈ. શ્રીસંઘે પણ એ શાન્તિના હર્ષમાં આઠેય દિવસના સ્વામીવાત્સલ્યપૂર્વક અડ્રાઈમ ત્સવ પૂજ્યશ્રીની નિશ્રામાં ઉજવ્ય. ડાંગરવાથી લીંચ થઈને મહેસાણા પધાર્યા. અહીંથી જદી આગળ વધવાની ભાવના હતી, પણ શ્રીસંઘના અત્યાગ્રહથી આઠ દિવસ સ્થિરતા કરી. ત્યાંથી વીસનગર-વડનગર થઈને શિપર પધાર્યા. ઇતિહાસ કહે છે કે- આ વડનગરનું મૂળ નામ આણંદપુર નગર હતું. અહીંના રાજી ધ્રુવસેનને પુત્ર મૃત્યુનો શોક દૂર થાય, તે હેતુથી શ્રી સંઘસમક્ષ મહત્સવ પૂર્વક પરમપવિત્ર શ્રીકલ્પસૂત્રની વાચના સૌ પ્રથમ અહીં થઈ હતી. અને આ જ વડનગર પ્રાચીન કાળમાં શ્રી સિદ્ધાચળ મહાતીર્થની “જયતલાટી”નું સ્થાન હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy