________________
ભરૂધમાં ધર્મ-ઉદ્યોત
૧૪૩ મૂકી દીધી. તેના વ્યાજમાંથી વર્ષોવર્ષ તેમના તરફથી તે તે રથયાત્રા નીકળતી. અને તે જ પ્રમાણે આજે પણ એ શ્રેષ્ટિવરે તરફથી કાયમ રથયાત્રા નીકળે છે.
૧. ચ્યવન કલ્યાણકની રથયાત્રા-શેઠ વાડીલાલ લલુભાઈ હ. ચંચળબેન તરફથી. ૨. જન્મ કલ્યાણકની રથયાત્રા-શેઠજેશીંગભાઈ કાળીદાસ શેરદલાલ તરફથી. ૩. દીક્ષા કલ્યાણકની રથયાત્રા-શેઠ દલપતભાઈ મગનભાઈ હ. લક્ષ્મીભાભુ તરફથી. ૪. કેવળજ્ઞાન કલ્યાણકની રથયાત્રા-શેઠ માણેકલાલ મનસુખભાઈ તરફથી. ૫. નિર્વાણુકલ્યાણકની રથયાત્રા-શેઠ દલપતભાઈ ભગુભાઈ હ. ગંગાભાભુ તરફથી. (શેઠશ્રી લાલભાઈ દલપતભાઈ)
આમ આ પાંચ શ્રીમાને તરફથી તે તે વરઘોડાઓ માટેની સ્થાયી રકમ મૂકવામાં આવી અને તેના વ્યાજમાંથી આજે પણ તેઓ તે તે રથયાત્રાને અમૂલ્ય લાભ લઈ રહ્યા છે.
આ પાંચ કલ્યાણકની સુંદર અને સ્થાયી રચના અમદાવાદ લહેરીયા પળમાં શ્રી મહાવીર પ્રભુના દેરાસરમાં કરવામાં આવી છે.
આ પછી પૂજ્યપાદશ્રીએ વિ. સં. ૧૯૭૦ નું એ ચાતુર્માસ અનેકવિધ શાસન પ્રભાવના સહ અમદાવાદમાં કર્યું.
મરૂધરમાં ધર્મ-ઉદ્યોત
ચાતુર્માસ પૂર્ણ થયા પછી પૂજ્યશ્રીની ભાવના મારવાડ અને મેવાડ પ્રદેશ તરફ વિહરવાની થઈ. તેઓશ્રીએ સપરિવાર તે તરફ જવા માટે શુભ મુહૂર્ત મંગલપ્રયાણ કર્યું. પ્રથમ દિવસે શેઠશ્રી અંબાલાલ સારાભાઈને અત્યન્ત આગ્રહ હોવાથી તેમના શાહીબાગમાં આવેલા બંગલે પધાર્યા. ત્યાંથી બીજે દિવસે આગળ વિહાર કરવાની ભાવના હતી, પણ પૂજ્યશ્રીના એક શિષ્યરત્ન મુનિશ્રી સિદ્ધિવિજયજી મ. ને તે જ દિવસે તાવ આવ શરૂ થયે. એટલે હવે તે તેઓની તબીયત બરાબર સ્વસ્થ થયા પછી જ વિહાર કરાય, આથી શેઠશ્રીના આગ્રહથી પૂજ્યશ્રીએ તેમના બંગલે સ્થિરતા કરી.
શેઠશ્રીએ પણ તરત જ સારા ડોકટરની વ્યવસ્થા કરી. એ ડોકટર નિયમિત યોગ્ય દવા આપતા, અને દિવસમાં ૩ થી ૪ વાર તપાસી જતા. આવી ચીવટભરી સારવાર મળવાથી મુનિશ્રી થોડા દિવસમાં સંપૂર્ણ સ્વસ્થ બની ગયા. એટલે પૂજ્યશ્રીએ ત્યાંથી વિહાર કર્યો. સાબરમતી-ખોરજ થઈને શ્રીસંઘ સાથે શેરીસા તીર્થે પધાર્યા. આ સંઘને લાભ શા. જમનાદાસ હીરાચંદ ઘેબરીયાએ લીધે.
આ દિવસમાં પૂજ્યશ્રીના શિષ્ય પં. શ્રીસુમતિવિજયજી મહારાજે તળાજા પાસે એક ગામમાં અમદાવાદનિવાસી એક કિશોર ગૃહસ્થને દીક્ષા આપી. તેમનું નામ મુનિશ્રી પદ્યવિજયજી મ. રાખીને તેમને પૂજ્યશ્રીના શિષ્ય બનાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org