________________
પેઢીને પૂર્વઇતિહાસ
૧૩૧ શેઠ મનસુખભાઈ અહર્નિશ શાસનના હિતચિંતનમાં રત રહેતા. તેમણે તન-મન અને ધન એ ત્રણે વડે શાસનની અમાપ સેવા બજાવી. તીર્થ–રક્ષા માટે તે તેમના હૈયામાં ઘણી જ હિશ અને ધગશ ભરેલી. આ બંધારણના પુનર્રચના-પ્રસંગે એકત્ર થયેલા ગામેગામના પ્રતિષ્ઠિત સદ્દગૃહસ્થમાંના ભાવનગર નિવાસી શેઠ અમરચંદ જસરાજ, શેઠ રતનજી વીરજી, શેઠ કુંવરજી આણંદજી, તેમ જ અન્ય સુરત આદિ શહેરના અગ્રણીઓ સહિત શેઠ મનસુખભાઈ એકવાર પૂજ્યશ્રી પાસે બેઠેલા. વાતવાતમાં તીર્થરક્ષાની વાત નીકળી. એ વખતે શેઠશ્રીએ પૂજ્યશ્રીને પૂછ્યું: સાહેબ ! અત્યારે શ્રી શત્રુંજય, સમેતશિખર, ગિરનાર, તારંગા વિગેરે તીર્થો અંગેના પ્રશ્નો આપણી સમક્ષ પડ્યા છે. તીર્થોના હક્ક-રક્ષણ બાબતમાં સલાહસૂચન કે માર્ગદર્શન લેવા માટે આપ શ્રીમાન જ અમારા સૌના આધારસ્થાન છે. “ન કરે નારાયણને કેઈ એ ગુંચવાડે ઉભે થાય, તે આપશ્રી અહીંથી વિહાર કરીને કેટલા દિવસમાં રાજકોટ પહોંચી શકે ?
(આ પ્રશ્ન પૂછવાને હેતુ એ કે રાજકોટમાં પિલિટિકલ એજન્ટ-રહેતા હતા. અને આવા પ્રસંગે પિ. એજન્ટને પૂજ્યશ્રી મળે, સમજાવે તે ઘણે જ ફાયદે આપણું જૈનસંઘને થાય. અને પૂજ્યશ્રી રાજકોટ પધારે તે પિ૦ એજન્ટને વારંવાર મળવાનું શકય બને, માટે પૂજ્યશ્રીને શેઠે આ પ્રશ્ન પૂછેલે.)
જવાબમાં પૂજ્યશ્રીએ ફરમાવ્યું કે, “હું પાદવિહારદ્વારા જલદીમાં જલ્દી ૧૫ દિવસમાં અહીંથી રાજકોટ ખુશીથી પહોંચી શકું.”
આ સાંભળીને શેઠે વિનંતિ કરીઃ “કૃપાળું ! શાસનના હિત માટે પૂર્વના મહાપુરુષોએ અપવાદ તરીકે પાલખી–ડળી વિ.નો ઉપયોગ કર્યાનું સંભળાય છે, તે આપશ્રી પણ આવા પ્રસંગે અપવાદરૂપે ડોળીને ઉપગ ન કરી શકે ?” શેઠના શબ્દોમાં અપૂર્વ ગુરુભક્તિ નીતરતી હતી.
પૂજ્યશ્રીએ કહ્યું: “શેઠ ! હું પૂર્વના મહાપુરુષની કોટિને નથી, કે જેથી હું તેઓનું અનુકરણ કરૂં.”
પણ શેઠે તે કહ્યું: “સાહેબ ! અમારે મન તો આપશ્રી મહાન પુરુષ જ છે. કારણ કેહીરે મુખસે ને કહે, લાખ હમારા મેલ.”
રગ-રગમાં લાગેલા ગુરુભક્તિ અને તીર્થભક્તિના ચળમજીઠ રંગનું આ પ્રસંગે આપણને ભવ્યદર્શન થાય છે. અને એ દર્શનની સાથે જ આપણું મુખમાંથી ઉદ્ગાર સરી પડે છે ધન્ય શેઠ! ધન્ય ભાવના! અને ધન્ય ભક્તિ ! - જ્યારે જ્યારે પૂજ્યશ્રી અમદાવાદમાં બિરાજમાન હોય, ત્યારે શેઠશ્રીની દિવસભરમાં એકવાર અચૂક હાજરી પૂજ્યશ્રીની પાસે હોય જ. કદાચ દિવસે ન અવાય તે રાત્રે ૧૦ વાગે પણ તેઓ પૂજ્યશ્રી પાસે આવતા અને શાસનના વિવિધ પ્રશ્નોને ચર્ચતા.
આવા એ દેવગુરુના અવિહડ અનુરાગી-દિલાવરદિલ શ્રેષ્ટિવર્યની તબીયત માગશર વદ ૯-૧૦ ના દિવસે બગડી. ત્રણેક દિવસ ડે શેડ તાવ આવ્યું. અને માગશર વદ. ૧૨ ના દિને એ શ્રેષ્ટિ સમાધિ અને આરાધનાપૂર્વક આ દુનિયામાંથી ચિરવિદાય લઈ લીધી, સ્વર્ગલેકના પંથે પ્રયાણ કરી દીધું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org