________________
૧૩૨
શાસનસમ્રાટું
અમદાવાદના જ નહિ, પણ સારાય હિન્દુસ્તાનના જૈન સંઘમાં આ સમાચારથી દુ:ખનું વાદળ છવાઈ ગયું. સૌના હૈયામાં શાસનના એક સપૂતને ખેયાને રંજ હતો.
આ વિષે “જૈન ધર્મપ્રકાશ” લખે છેઃ “અમદાવાદના શ્રી સંઘના આગેવાન, એટલું જ નહી પણ આખા હિંદુસ્તાનના શ્રાવક સમુદાયમાં એક અમૂલ્ય જવાહીર સમાન શેઠ મનસુખભાઈ છેવટની શ્રીસંઘની સેવા બજાવીને ગયા માગશર વદિ ૧૨ શનિવારની રાત્રિના ૯ કલાકે માત્ર ત્રણ દિવસના જવરના વ્યાધિમાં એકાએક, પંચત્વને પામ્યા છે. એમના આકસ્મિક મરણથી જે પારાવાર ખેદ આખા સંઘ સમુદાયમાં ઉત્પન્ન થયો છે, તે ટૂંકમાં બતાવી શકાય તેમ નથી.
પરમાત્મા તેમના આત્માને શાન્તિસુખ આપે એમ ઈચ્છીએ છીએ.”
આ ઉપરથી સમજાય છે કે-શેઠશ્રીએ શ્રી સંઘની કેટલી ચાહના મેળવી હશે? પણકાળબળ આગળ કેનું ચાલે છે ?
શેઠશ્રીના અવસાન પછી તેમના શ્રેનિમિત્તે તેમના પુત્રરત્ન શેઠશ્રી માણેકલાલભાઈએ ઘણું ઘણું સત્કાર્યો કર્યા.
સૌ પ્રથમ શ્રી શેરીસા તીર્થના ઉદ્ધાર માટે સવ. શેઠશ્રીએ કહેલા રૂા. ૨૫ હજારની રકમ તે માટે તેમણે અલગ મૂકી.
બીજું છાપરીયાળીના શ્રીસંઘ ઉપર લગભગ દોઢ લાખનું (રા) દેવું હતું, તે તેમણે ચૂકવી આપ્યું.
આ સિવાય બીજી પણ લાખો રૂપિયાની ઉઢાર સખાવતે તેમણે સ્વ. શ્રીના શ્રેયા કરી.
આમ જેમનું જીવન સત્કાર્યોમાં વીત્યું, એમના મૃત્યુ પછી પણ સત્કાર્યો જ થયા.
[૩૩] કપડવંજમાં પદવીપ્રદાન
આ પછી પૂજ્યશ્રી અમદાવાદ ખાતે બે એક માસની સ્થિરતા કરીને ચાતુર્માસાથે કપડવંજ પધાર્યા.
નૂતન મુનિશ્રી ચંદનવિજયજી મ. સહિત ઘેડા મુનિવરોને તે પહેલાં કલેલ મુકામેથી જ કપડવંજ તરફ વિહાર કરાવ્યું હતું. હવે પૂજ્યશ્રી પણ ત્યાં પધાર્યા.
અહીંયા ચાતુર્માસ પૂર્વે ૩ પૂ. મુનિવરને ગણિપદ અને પંન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા.
પૂ. મુનિશ્રી દર્શનવિજયજી મ., પૂજ્ય મુનિશ્રી ઉદયવિજયજી મ. તથા પૂ. મુનિશ્રી પ્રતાપવિજ્યજી મ, એ શુભનામે, અને આપણા મહાનું ચરિત્રનાયકશ્રીના વિદ્વાન શિષ્યરત્ન
૧ વિ. સં ૧૯૬૯. પોષ માસ જૈનધર્મપ્રકાશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org