SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ શાસનસમ્રાટું ફક્ત આઠ જ દિવસમાં લગભગ ૧૨૦૦ (બાર) જેટલી સહીઓ “શેઠ આક. પેઢીના તમામ હિતને વાસ્તે મુખ્ય પેઢી અમદાવાદમાં જ રાખવી. ” એના સમર્થનમાં આવી ગઈ. ક્યાં ૨૫૦, ને ક્યાં ૧૨૦૦ ? આમ ખટપટીયાઓની ધારણું ધૂળમાં મળી ગઈ, અને મુખ્ય પેઢી અમદાવાદમાં જ રહી. આ પછી ચોમાસું પૂર્ણ થયે સં. ૧૯૬લ્માં માગશર વદમાં પેઢીનું બંધારણ પુનઃ નવેસરથી રચવાને નિર્ણય પૂજ્યશ્રીની સમક્ષ થયે. અને આ માટે હિંદુસ્તાનના સકલ સંઘને ભેગે કરવાનો નિર્ણય લઈને આમંત્રણપત્ર પણ કાઢવામાં આવ્યું. હવે પૂજ્યશ્રીએ વિહારની તૈયારી કરી. આ વખતે તેઓશ્રીના સદુપદેશથી શ્રીચીમનલાલ નામના એક વૈષ્ણવ માસ્તર પ્રતિબંધ પામીને દીક્ષા લેવાને ઉત્સુક થયા. તેઓ “બેડીવાળા માસ્તર તરીકે પ્રસિદ્ધ હતા. તેમનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન બહાળું હતું. અમદાવાદમાં કેાઈ પણ નવા કમિશનર, કલેકટર, વિ. અંગ્રેજ અધિકારીઓ નીમાતા, ત્યારે તેમને અંગ્રેજી દ્વારા ગુજરાતી જ્ઞાન મેળવવા માટે આ માસ્તરની ખાસ જરૂર પડતી. તેઓએ ઘણા અંગ્રેજ અમલદારોને (આ રીતે) ગુજરાતી જ્ઞાન આપેલું, તેથી તે વર્ગમાં તેમની ખ્યાતિ સારી પ્રસરેલી. તેમણે પોતાને દીક્ષા આપવા માટે પૂજ્યશ્રીને વિજ્ઞપ્તિ કરી. આથી પૂજ્યશ્રીને એલીસબ્રીજ તરફ આવેલા નગરશેઠના રસાલાવાળા'ના નામે ઓળખાતા બંગલામાં તેમને દીક્ષા આપીને પિતાના શિષ્ય કર્યા, અને તેમનું નામ “મુનિશ્રી ચન્દનવિજયજી” રાખ્યું. દીક્ષા આપીને પૂજ્યશ્રીએ ભોયણ તરફ વિહાર કર્યો. આ વખતે જૈનતત્ત્વવિવેચક સભાના સભ્યએ શ્રી થળસેજને “રી પાળ સંઘ કાઢ્યો. અહીં એક જીણું જિનાલય હતું. ત્યાંથી ભોયણીજી પધાર્યા. અહીં શ્રીમલ્લિનાથ પ્રભુની યાત્રા કરી. ભોયણીમાં કપડવંજને શ્રીસંઘ વિનંતિ કરવા આવતાં, તે તરફ જવા માટે ભયથી કલેલ પધાર્યા. પૂજ્યશ્રી કપડવંજ તરફ પધારે છે, એવા સમાચાર મળતાં શેઠશ્રી મનસુખભાઈ વિગેરેને લાગ્યું કે –જ્યારે અમદાવાદમાં અખિલ હિંદને શ્રીસંઘ એકત્ર થાય છે, અને હિન્દુસ્તાનના સકલ સંઘની પ્રતિનિધિ સમી પેઢીનું બંધારણ નવેસરથી ઘડાય છે, તેવે વખતે પૂજ્ય મહારાજ સાહેબ અમદાવાદમાં બિરાજમાન હોય, તે ઘણે ફેર પડે. કારણકે-દરેક વ્યક્તિઓ ઉપર જેમની પ્રભાવભરી છાયા પડે, તેવા મહાપુરુષ તેઓશ્રી જ છે. માટે તેઓશ્રીની અહીં ખાસ હાજરી જોઈએ. વળી આ પ્રસંગે શેઠ મનસુખભાઈની ઈચ્છા હતી કે-સંઘ-વ્યવહારથી અલગ એવી કચ્છી કમને જે આ સંઘ ભેગે થાય છે, તે વખતે સંઘ વ્યવહારમાં દાખલ કરી દેવાય, તે સારૂં. કારણકે-કચ્છી કેમે એ માટે શેઠને વિનંતિ કરી હતી. હવે–આ કાર્ય કાઠિયાવાડના આગેવાનો સહકાર હોય તો જ સફળતાથી પાર પડી શકે. અને કાઠિયાવાડના રાજા જેવા (King of kathiawar) શેઠ અમરચંદ જસરાજ વોરા, વિ. અગ્રણીઓ પૂજ્યશ્રીના અનન્ય ભક્ત હતા. તેથી પૂજ્યશ્રી તેમને સહકાર આપવા સમજાવે, તે જ આ કાર્ય પાર પડે. માટે પણ પૂજ્યશ્રીની હાજરી અમદાવાદમાં જોઈએ એમ તેમને લાગ્યું. આથી તેઓ તથા અન્ય આગેવાનો પૂજ્યશ્રીમાનને વિનંતિ કરવા કલેલ આવ્યા. પૂજ્યશ્રીએ પણ લાભાલાભની દષ્ટિએ વિચાર કરીને અમદાવાદ પધારવાની વિનંતિ સ્વીકારી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy