SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વના હિતચિંતક ૧૧૯ પામેલા પશુઓને સાચવવા-નીભાવવા માટેની ટીપમાં રૂા. ૪ લાખ (સાડા ચાર લાખ) નું અપૂર્વ ભંડોળ એકત્ર થયું. આ ટીપમાં શેઠશ્રી મનસુખભાઈ એ રૂા. ૨૫,૦૦૧ (૨૫ હજાર એક) તથા શેઠ અંબાલાલ સારાભાઈ એ રૂા. ૧૦,૦૦૧ (દશ હજાર એક) નેંધાવ્યા. પૂજ્યશ્રીની સત્વ–શુદ્ધ વાણીને આ જાદુ જોઈને સૌ કેઈ આફરીન પિકારી ઉઠ્યા. જાદુગર તે દુનિયામાં ઘણુય હોય છે. પણ એ બધાં ઇન્દ્રજાલના સર્જક અને અર્થના અર્જક જ. આ કઈ ઈન્દ્રજાલ કે નજરબંધીને પ્રગ નહોતે, અર્થને ઉપાર્જનની કેઈ જના (Scheme) નહોતી. આ તે હતે પૂજ્યશ્રીની શાસ્ત્ર પૂત વાણીને અલૌકિક ચમત્કાર, અને એની પાછળ હતું જીવદયાનું-અભયદાનનું સર્વોત્કૃષ્ટ બળ. ઇન્દ્રજાલ જેવી વસ્તુનું તે એની આગળ સ્થાન જ ન હતું, પછી સરખામણીની તે વાત જ કયાં ? આવી માતબર રકમ એકત્ર થવાથી પાંજરાપોળ ખાતે વર્તાતી પૈસાની તંગી દૂર થઈ હજારે મૂંગા પ્રાણિઓને પ્રાણુદાન અને અન્નદાન મળ્યા. સં. ૧૯૬૮ નું ચોમાસું પૂજ્યશ્રીએ અમદાવાદમાં કર્યું. આ ચાતુર્માસ દરમ્યાન–પૂર્વે સંઘબહાર મૂકાયેલા શ્રીશિવજી દેવશીએ મુંબઈમાં પૂજ્યશ્રી તથા શેઠ અમરચંદ જસરાજ આદિ ગૃહસ્થની વિરુદ્ધમાં ડેફેમેશન કેસ (Case) કર્યો. પણ પરિણામે તેને જ પરાજય થયે. મુંબઈમાં રહેતા કેટલાંક કચ્છ-કાઠિયાવાડ વ. પ્રાન્તોના ગૃહસ્થ ભેગાં થઈને અમદાવાદમાં રહેલી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને મુંબઈમાં લઈ આવવી, એવી હિલચાલ કરવા માંડ્યા. ખટપટની દુનિયાથી અજાણ એવા ગામડાના લોકોને તેઓ ઉંધુ ચત્ત સમજાવતા કે “આ. ક. પેઢીના વહીવટદારી પેઢીના પૈસાથી પિતાની મીલે ચલાવે છે. માટે ચોખા હિસાબ માટે પેઢી મુંબઈમાં લાવવી જોઈએ? આથી પેલાં ગામડાવાળા ભાઈ એ તેમને આ વાતના સમર્થનમાં પિતાની સહી કરી આપતા. આવી રીતે ખેટો પ્રચાર કરીને એ લોકોએ લગભગ ૨૫૦ સહીઓ એકત્ર કરી. આ બધી હકીકત નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણીભાઈ વ. પેઢીના અગ્રણીઓના જાણવામાં આવતાં, તેમણે આ લેકેને સમજાવ્યા કે : પેઢી અમદાવાદની બહાર જાય, તો પિઢીને ઘણું નુકશાન વેઠવું પડશે. તીર્થોના વહીવટ પણ અવ્યવસ્થિત થઈ જશે. જે પેઢીના ચેપડા વગેરે તપાસવા હોય તે ખુલા જ છે. જેને જેવા હોય તે જેઈ જાય. બાકી વહીવટદારો ઉપર જે અસત્ય આક્ષેપ મૂકવામાં આવે છે તે બિલકુલ યોગ્ય નથી. કદાચ પેઢી તરફથી કઈવાર એજન્ટ ટુ ધ ગવર્નર જનરલ (A.g.g) કે ઈસરોય વગેરે પ્રતિષ્ઠિત વ્યક્તિઓને માનપત્રહાર વિ. કરવું હોય, તો તેને સર્વ ખર્ચ પેઢી ખાતે ન નાખતા, પ્રતિનિધિઓ જ ભોગવી લે છે. વિ.વિ. પણ પેલા લેકે સમજવા જ નહોતા માગતા, પછી ક્યાંથી સમજાય? તેમણે તે પિતાની ખટપટ ચાલુ જ રાખી. આથી અમદાવાદના દૂરંદેશી શ્રેષ્ઠિઓએ પણ તેમને પ્રતીકાર શરૂ કર્યો. તેઓ લોકેને સત્ય હકીકત સમજાવવા લાગ્યા. આ વખતે શેઠશ્રી મનસુખભાઈ ને વિચાર આવ્યો કેઃ “આ બાબતમાં પૂજ્યશ્રી ધ્યાન આપે, ગામોગામના સંઘને પ્રેરણા આપે, તે પેઢી અમદાવાદમાં જ રહે.” આ વિચાર આવતાં જ તેઓએ પૂજ્યશ્રીમાનને વાત કરી, એટલે પૂજ્યશ્રીએ જૈન તત્ત્વવિવેચક સભાના સભ્યો દ્વારા ગામેગામના શ્રીસંઘને આ બાબતમાં પ્રેરણા આપી. પરિણામે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy