SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૧] જય શેરીસાનાથ ઇતિહાસના બે પ્રકાર છે. સજીવ અને નિર્જીવ. નિજીવ ઈતિહાસની જડ છે કલ્પના. મનઘડંત કલ્પનાઓને જ્યારે સત્ય પુરવાર કરવાનો પ્રયત્ન થાય પછી તે તર્કશક્તિથી, કે દલીલબાજીથી, ગમે તે રીતે-ત્યારે તે ઈતિહાસ જરૂરી બને છે; પણ નિજીવ. એમાં જીવ નથી હોતો. એવા પણ ઈતિહાસના પ્રસંગે જોવા મળે છે કે જેમાં ક૯પના-કેવળ કલ્પના સિવાય બીજી કઈ વાસ્તવિકતા હોતી નથી. પાષાણુમાં કલાત્મક રીતે કંડારેલી પણ પ્રાણના સમાપ વિનાની દેવ–પ્રતિમા જે એ ઈતિહાસ હોય છે. સજીવ ઈતિહાસને જીવ છે-સત્ય, નિર્ભેળ સત્ય. દેવ–પ્રતિમામાં પ્રાણનું પ્રતિષ્ઠાન કરવામાં આવે, ત્યારે આપણને સાક્ષાત્ એ પ્રતિમાના અધિષ્ઠાતા દેવ જ દેખાય છે. બસ, એ જ રીતે ઈતિહાસમાં જ્યારે નિર્ભેળ સત્ય મળે છે, ત્યારે આપણી સામે જીવંત ઈતિહાસ ખડે થાય છે. અત્યારે આપણે ઈતિહાસ વિષે વિચારણા કરવા નથી માગતા. આપણે તે સપ્રાણ ઈતિહાસનું એક પાનું જ ફક્ત વાંચવું છે. આ રહ્યું એ પાનું – અવન્તીપતિ સમ્રાટું વિક્રમાદિત્યના ૧૨ મા શતકના પૃષ્ઠકાળ, અને ૧૩ મા શતકના પ્રારંભકાળની આ વાત છે. ગુજરાતની ગરવી ઉરવી છે. એના પર ચાલુક્યચકવતી રાજા કુમારપાળનું શાસન-ચક્ર છત્રવત્ વિસ્તરી રહ્યું છે. જિનશાસનને મધ્યાહુન-રવિ અવની પર સહસ્ત્ર કિરણોએ પ્રકાશી રહ્યો છે. તે વખતે એક મહાન જૈનાચાર્ય શ્રીદેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પણ પૃથ્વીમંડળને પિતાના પાદકમળો વડે પાવન કરતા વિચારી રહ્યા છે. ભારે પ્રભાવશાળી છે એ આચાર્યદેવ. શાસન-પ્રભાવને એમની રગેરગમાં વ્યાપેલી છે. કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના સમકાલીન અને સહધ્યાયી એ સૂરિપુંગવ છે. ધરણેન્દ્ર અને પદ્માવતી જેવા દેવ-દેવીઓ એમની આજ્ઞા પાળવા હોંશિયાર રહે છે. મંત્રવિદ્યામાં તેઓ અજોડ છે. નાગેન્દ્રગચ્છના શિરતાજ એ સૂરિરાજ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy