________________
સના હિતચિ ંતક
૧૧૭
પક્ષકાર અને વિરાધી અગ્રણીઓને બેઠેલા જોઈને તેમને ઘણુ આશ્ચર્ય થયું. પૂજ્યશ્રીએ તેમને તથા સામા પક્ષવાળાઓને સમાધાન માટે ઉપદેશ આપ્યો.
અંબાલાલભાઈ તે એ માટે તૈયાર જ હતા. તેમણે પૂજ્યશ્રીને કહ્યુ : સાહેબ ! મારે તા આપ ફરમાવે તેમ કરવાનુ છે. આપ કા તા કારા કાગળ પર સહી કરી આપું.
આ સાંભળી પૂજયશ્રીએ સામા પક્ષવાળાઓને કહ્યું ઃ જીએ ! અંબાલાલભાઈ તા સમાધાન માટે તૈયાર છે. તમે બધાં તૈયાર છે ?
વાર્યાં ન માને, એ હાર્યા માને” એ પરિસ્થિતિમાં મૂકાયેલા પેલા લેાકેાએ હકારાત્મક જવાબ આપ્યા. એટલે પૂજ્યશ્રીએ સમાધાનનું લખાણ કરાવ્યું. અને અંબાલાલભાઈ ને વાંચવા આપ્યું. ત્યારે અંબાલાલભાઇ કહેઃ સાહેબ ! મારે કાંઈ વાંચવાનુ નથી. હું તે આપ ફરમાવા એટલે સહી કરી આપું. આપે જે લખાણ કરાવ્યું હશે, તે અમારા હિતને માટે જ હશે.
આ પછી પૂજ્યશ્રીએ સામા પક્ષવાળાને તે વાંચવા આપ્યું. તેમણે પણ તે સહુ માન્ય રાખ્યું. બંનેએ સહીઓ કરી, અને પૂજ્યશ્રીમાની સમક્ષ પરસ્પર ‘મિચ્છામિદુક્કડ' દીધા.
ત્યારપછી તે જ વખતે પૂજ્યશ્રીની પ્રેરણાથી શેઠે સામા પક્ષવાળાઓને નવકારશીમાં તથા મહાત્સવમાં આવવાનું' આમ ત્રણ કર્યું..
આમ પૂજ્યશ્રીના અદ્ભુત બુદ્ધિપ્રભાવથી સંઘ અને દશાશ્રીમાળી જ્ઞાતિ ઉપરથી ભેદવિખવાદના વાદળ-દળ વિખરાયા, અને એનુ સ્થાન શાન્તિ તથા સ ંપે લીધું.
ત્યારપછી તા–ઉત્તમ-મંગલકારિ મુહૂતે પ્રતિષ્ઠાના વિધિ મહાત્સવપૂર્વક સપન્ન થયા. તેમાં નવગ્રહાદ્વિપાટલાપૂજન શેઠ અખાલાલભાઈ એ પેાતે કરેલું. અમદાવાદના શ્રીસંઘની નવકારશી પણ તેમના તરફથી સુંદર રીતે થઇ. પ્રસ્તુત વિખવાદને કારણે બે વર્ષથી બંધ પડેલી નવકારશી આ રીતે ચાલુ થઈ.
સવના હિતચિંતક
[૩૦]
માનવતાના મૂલ ઘટયા હતા. પશુતાના આદરમાન વધ્યા હતા. આદમિયતની ટહેલ હતી કે, મને કાઈક તે સ્વીકારો.
પશુતાના તટે પડ્યો હતા, કારણકે-આદમી એને માં માંગ્યા મૂલે ખરીદતા હતા. ગત વર્ષોમાં મેઘરાજાની મહેર એછી થયેલી. એટલે ૧૯૬૮ નું ચાલુ વ દુષ્કાળના એળા લઈને આવેલુ.
માનવીની ભૂખ અપર ંપાર હતી. એને શમાવવા માટે એણે માનવતાને ઠાકરે મારી હતી, પશુતાને સત્કારી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org