________________
૧૧૬
શાસનસમ્રાટ
આ જાણીને તેમના પક્ષકાર જ્ઞાતિજને તેમને કહે: શેઠ ! આપે સમાધાન કરવું, એ કઈ રીતે વ્યાજબી નથી. અમે બધાં આપના પક્ષમાં રહ્યા, અને હવે આપ સમાધાન કરે તે અમારૂં નાક કપાય.
“ગુરૂમહારાજશ્રી જે કહે તે મારે શિરોમાન્ય છે. ત્યાં મારી ઈચ્છા-અનિચ્છાને સવાલ જ નથી. તેઓશ્રી કદાચ મને સંઘબહાર મૂકે કે લાખ રૂપિયાનો દંડ કરે, તો પણ તે મારે શિરોધાર્ય જ છે. અને શાન્તિથી સમાધાન કરવાનું ફરમાવે, તે પણ મારે શિરસાવંઘ જ છે. તમારે જે સામા પક્ષમાં જવું હોય તો ખુશીથી જઈ શકે છે. મારા પક્ષમાં રાખવાને મારે કંઈ આગ્રહ નથી.” સ્વ-ઈચ્છા કરતાં પણ ગુરૂવચન અધિક અને અવશ્ય પાલનીય છે, એવી ભવ્ય ભાવનાના રણકારભર્યા શબ્દમાં અંબાલાલભાઈ એ તેમને જવાબ આપી દીધો. - હવે બન્યું એવું કે-રાયપુર--કામેશ્વરની પિળમાં અંબાલાલભાઈના વડીલેએ બંધાવેલ દેરાસરને જીર્ણોદ્ધાર પુરે થયો હોવાથી તે દેરાસરની પ્રતિષ્ઠા કરાવવાની તેમને ભાવના થઈ.
પ્રતિષ્ઠા કરાવવાની વિનંતિ માટે તેમણે પિતાના અંગત સલાહકાર અને જ્યુબીલી મીલના મેનેજર શ્રી જમનાદાસ સવચંદ (સાતભાયાવાળા)ને પૂજ્યપાદશ્રી પાસે મોકલ્યા. પૂજ્યશ્રીએ પણ તે વિનંતિ સ્વીકારી.
આ દરમ્યાન–પૂજ્યશ્રીએ અદ્દભુત બુદ્ધિ-કુનેહ વાપરીને શેઠ અંબાલાલભાઈની વિરુદ્ધમાં પડેલા વીશા શ્રીમાળી જ્ઞાતિના મુખ્ય મુખ્ય ગૃહસ્થને ઉપદેશ દ્વારા આ વિરોધ કરે છેડી દેવા સમજાવ્યા. તેઓ પણ પરિસ્થિતિ સમજ્યા, અને નગરશેઠ ઉપર અંબાલાલભાઈ-વિરૂદ્ધ કરેલી અરજી પાછી ખેંચી લીધી. આમ થવાથી દશાશ્રીમાળી જ્ઞાતિના સામા પક્ષમાં ગભરાટ છવાઈ ગયે. તેમને વિશાશ્રીમાળી જ્ઞાતિની મેટી એથે હતી, તે છૂટી ગઈ. એમાં વળી એમના જાણવામાં આવ્યું કે પ્રતિષ્ઠા પ્રસંગે શેઠ તરફથી શ્રીસંઘની નવકારશી થશે. એટલે તેઓ બેવડી મુંઝવણમાં મૂકાયા.
આ ચાલુ ઝઘડાને કારણે શેઠની ઈચ્છા નહતી, પણ પૂજ્યશ્રીને ઉપદેશથી અને નગર શેઠ વિ. ની સલાહથી તેમણે નવકારશી કરવાનું, તથા કુમકુમ પત્રિકા છપાવવાનું નકકી કર્યું હતું. આથી સામા પક્ષવાળા મુંઝાયા કે-હવે તે આપણે આખા સંઘથી જુદા પડી જઈશું.
પણ “ડૂબતે તરણને ઝાલે” ની જેમ તેઓ વિચારવા લાગ્યા કે કંકેત્રી તે શેઠ કરમચંદ પ્રેમચંદના મોટા નામથી બહાર પડશે, માટે નવકારશીમાં તથા મહોત્સવમાં જવામાં આપણને કાંઈ વાંધો નહિ આવે, એટલે આપણે સંઘથી જુદા પણ નહિ પડીએ.
પણ શેઠે તે પોતાના નામથી જ કંકેત્રી કાઢી. એટલે પેલા સામા પક્ષવાળાને ભારે વિમાસણું થઈ પડી. હવે તેમની આબરૂનો સવાલ હતો. શેઠને સંઘબહાર મૂકવા જતાં પિોતે જ સંઘબહાર થઈ જાય, એવી પરિસ્થિતિ ઉભી થઈ. કરે તેવું પામે.
હવે તેઓએ વિચાર્યું કે હવે પૂજ્ય મહારાજ સાહેબ જ આપણી આ વિમાસણ દૂર કરી શકશે. તેઓ તે આવ્યા પૂજ્યશ્રી પાસે. અને બપોરના ૧ થી ૪ વાગ્યા સુધી એને માટે વિનંતિ કરવા લાગ્યા.
પૂજ્યશ્રીએ અંબાલાલભાઈને બેલાવ્યા. તેઓ આવ્યા. પૂજ્યશ્રી પાસે જુદાજુદા-પિતાના
પાયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org