________________
શ્રેષ્ઠ રાજવિનય
૧૧૧
ત્યારપછી પૂજ્યશ્રીએ લીંબડીમાં ના. મહારાજાના અત્યાગ્રહથી લગભગ એક માસ સુધી સ્થિરતા કરી. તે દરમ્યાન પ્રતિદિન તેઓશ્રી બે બે-અઢી અઢી કલાક સુધી દેશનાનો અસ્મલિત પીયૂષ–પ્રવાહ વહાવતા. અને એ પ્રવાહમાં સ્નાન કરીને પાવન થવા માટે ના. મહારાજા સહિત અઢારે આલમના સેંકડે લેકે એક પણ દિવસ પાડ્યા વિના નિયમિતપણે આવતા. અરે ! હરિજને પણ તેઓશ્રીનું વ્યાખ્યાન સાંભળવા માટે તત્પર રહેતા. તેઓએ આ માટે શહેર-સુધરાઈ(municipality) પાસે રજા અને સગવડ માગી. આથી સુધરાઈએ તેઓને માટે એક વિભાગમાં અલગ માંચડા બાંધી આપીને વ્યાખ્યાન સાંભળવાની ગોઠવણ કરી આપી.
પૂજ્યશ્રી પણ નિત્ય જુદાજુદા વિષયેની વિશદ છણાવટ કરતા. આજે શુદ્ધ દેવ, તે કાલે શુદ્ધ ગુરુ, વળી એક દિવસ શુદ્ધ ધર્મ, તે બીજે દિવસે મૂર્તિપૂજા, ક્યારેક જીવદયા, કયારેક દાનાદિ ધર્મ, કયારેક વળી ધર્મનીતિ અને રાજનીતિનું સ્વરૂપ પણ સમજાવતા. ષદર્શનને સમન્વય સાધતી પૂજ્યશ્રીની દેશના લોકોને માટે અપૂર્વ બોધપ્રદ તથા દોષનાશક બની. ના. મહારાજા સાહેબ ઘણું જ રસપૂર્વક શબ્દેશબ્દને અમૃત-ઘૂંટડાની જેમ પીતાસાંભળતા, અને અપૂર્વ આલાદ પામતા.
આ રીતે લીંબડીમાં એક માસ પસાર થયો. એટલે પૂજ્યપાદશ્રીએ વિહારની તૈયારી કરી. પણ ના. મહારાજાએ અત્યન્ત આગ્રહ કરીને તેઓશ્રીને રોકી રાખ્યા. જ્યારે જ્યારે પૂજ્યશ્રી વિહાર કરવાનું કહેતા, ત્યારે ત્યારે ના. મહારાજા વિનંતિ કરીને રેકી લેતા.
આથી એકવાર જ્યારે ના. મહારાજા કાર્ય પ્રસંગે મુંબઈ ગયેલા, ત્યારે પૂજ્યશ્રીમાન વિહાર કરી ગયા.
આપણું પૂજ્ય સૂરિદેવશ્રી ઉપર એક સ્ટેટના મહારાજાની કેવી અપ્રતિમ-વિનયપૂર્વકની ભક્તિ હતી, તે આ ઉપરથી આપણે કલ્પી શકીએ છીએ. લીંબડી નરેશની પૂજ્યશ્રી પ્રત્યેની ભકિતનું એક દષ્ટાન્ત ઉપરના બનાવ પછી જ્યારે પૂજ્યશ્રી સં. ૧૯૭૯માં અમદાવાદ બિરાજતા હતા, ત્યારે ના. મહારાજા પૂજ્યશ્રીના દર્શનાર્થે આવેલા. તે વખતે પૂજયશ્રીને ગેસને ઉપદ્રવ રહેતા હોવાથી તે શમાવવા માટે શેકેલું સંચળ લેવાની ના. મહારાજાએ સૂચના કરેલી. અને ત્યારબાદ લીંબડી જઈને પૂજ્યશ્રી ઉપર શોધેલું શેકેલ સંચળ મેકલવાની સાથે પત્ર લખે. એ પત્ર વાંચીને જ આપણે આશ્ચર્ય અને અનુમંદનાના સાગરમાં ગરકાવ થઈ જઈએ. આ રહ્યો એ પત્ર :–
૧૧-૧૧-૨૩ Dig Bhavan palace,
Limbdi. પૂજ્ય મહારાજશ્રી!
આપશ્રીને દરશને હું આવ્યું હતું. તે વખતે આપને શેકેલ સંચળ ચાર આનીભાર જમ્યા પછી લેતા જવાથી પેટનો વાયુ એ છે થઈ હાજમા માટે પણ ઠીક રહેશે, એમ મેં વિનંતિ કરી હતી. તે શ્રીબાપ કરતા હશે. કેમકે મને એથી કરીને બહુ જ ફાયદો થયો છે. વખતે આપના વિકટ વહેવારને લઈને હજી તે ગોઠવણું ન થઈ શકી હોય તેમ જાણું અહીથી ડે સંચળ મારા કુંવરશ્રી પાસે જ તૈયાર કરવી આ સાથે મોકલું છું તે મારી સેવા સ્વીકારશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org