________________
૧૧૦
શાસનસમ્રાટ
હંમેશાં પ્રાણિમાત્રને સુખની જ ચાહના હોય છે, મંગળની જ કામના હોય છે. કેઈને દુઃખની જરૂર નથી, કેઈને દુખ ગમતું પણ નથી.
પણ સાચું સુખ કયું ?
કેઈએ લક્ષ્મીમાં સુખ માન્યું. કેઈએ વાડી-બંગલામાં સુખ માન્યું. કેઈએ વળી સ્ત્રીમાં સુખ માની લીધું. અને કેઈએ પુત્રાદિ પરિવારમાં જ સુખ માની લીધું. સૌએ પિતાને ગમતી ચીજને સુખ તરીકે માની. - પણ હે માનવ! તું વિચાર કર કે સાચું સુખ કોને કહેવાય?
શાસ્ત્રકારે આના ઉત્તરમાં એક જ ફરમાવે છે કે- gવા સુાં. રમતમવશ કુમ્
લક્ષ્મી હોવી એ સુખ ખરું. પણ એ સુખ લક્ષ્મીને આધીન છે. એ લમી મેળવવામાં કેટલું દુ:ખ ? મેળવ્યા પછી એને સાચવવાનું કેટલું દુઃખ ? કઈ ચોર-લૂંટારૂ ઉપાડી જાય તે ય દુઃખ. અને કદાચ ન મળે તે અપાર દુઃખ.
કેઈએ પુત્રમાં સુખ માન્યું. પણું પ્રથમ તો એને પેદા કરવામાં દુઃખ. એને ઉછેરીને મેટો કર્યો, અને એ નાસી ગયો યા મરી ગયો, તો ય દુઃખ. એ પુત્ર દુર્ગણ નીવડ્યો તે ય દુખ જ દુઃખ.
આમ હે આત્મન ! જેને તું સુખ માની રહ્યા છે, એ બધું તે તે વસ્તુને આધીન છે. તારે આધીન નથી. અને જે વસ્તુ પરાધીન છે, તે દુઃખનું જ મૂળ છે.
ત્યારે પ્રશ્ન થાય કે સાચું સુખ કોને કહેવું? આના જવાબમાં જ્ઞાનીઓ ફરમાવે છે કેयन्न दुःखेन संभिन्नं, न च भ्रष्टमनन्तरम्। अभिलाषापनीतं च, तज्ज्ञेयं परमं पदम् ॥
જે સુખમાં દુ:ખને અંશ પણ ન હોય, જે મળ્યા પછી કદી પાછું ન જાય, અને જે મળ્યા પછી આગળ વધુ સુખ મેળવવાની અભિલાષા પણ ન થાય, તેનું નામ સાચું સુખ.
ત્યારે સંસારના સર્વ સુખે દુઃખથી મિશ્રિત જ છે. માનવીએ માનેલું કોઈ પણ સુખ એવું નહિ હોય કે જે દુઃખમિશ્ર ન હોય. તેમ-એ સુખ કાયમના–શાશ્વત નથી. આજે લક્ષ્મી કે સ્ત્રીપુત્રાદિ મળ્યા હોય, એ કાલે નાશ પણ પામે છે. એટલું જ નહિ, પણ જેમ જેમ એ સુખ મળતું જાય, તેમ તેમ તે વધારે કેમ મળે ? તેની અભિલાષા રહ્યા જ કરે છે. માટે એ સુખ-સાચું સુખ ન જ મનાય.
હવે એ સાચું સુખ મેળવવાનું પરમ સાધન ધર્મ છે. જે અહિંસામય છે, સંયમમય છે, અને તપશ્ચર્યામય છે. તેમજ-દુર્ગતિમાં પડતા પ્રાણિઓને અટકાવનાર છે, પાપથી બચાવનાર છે.
આવા મંગલકારિ ધર્મની આરાધનામાં હે માનવ ! તું પરાયણ રહીશ, તો જ તને સાચા સુખની પ્રાપ્તિ થવાની છે.” ઈત્યાદિ.
પૂજ્યશ્રીની સાંભળ મીઠી, આબાલ ગોપાલને સમજાય તેવી, અને હૈયા સેંસરવી ઉતરે એવી વાણી સાંભળીને ના. મહારાજા સહિત સર્વજને પિતાના કાન ને કૃતકૃત્ય માનવા લાગ્યા. અને પૂજ્યશ્રીના શુદ્ધ બ્રહ્મ–તેજથી દેદીપ્યમાન દેહના દર્શન કરીને પિતાના નેત્રોને પવિત્ર થયેલા માનવા લાગ્યા. કારણ કે "સુપુvખ્ય દિ મરામ ”.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org