________________
શ્રેષ્ઠ રાજવિનય
૧૦૯
શેઠશ્રી પાસેથી તેઓના ગુરૂ તરીકે આપણું પૂજ્યશ્રીની ઘણી ખ્યાતિ-પ્રશંસા ના. મહારાજાએ સાંભળેલી, તેથી તેમને પણ પૂજ્યશ્રીના દર્શનની, તથા પૂજ્યશ્રી લીંબડી પધારે એવી ઉત્કટ ભાવના હતી. તેમણે અમદાવાદ આવીને શેઠને પૂછયું કે : ગુરૂ મહારાજ સાહેબ હાલ ક્યાં બિરાજે છે?
શેઠે કહ્યું કે હાલ તેઓશ્રી બોટાદ બિરાજે છે, અને થોડા સમયમાં અમદાવાદ પધારે તેવી સંભાવના છે.
આ સમાચાર મેળવીને મહારાજા થડા દિવસમાં લીંબડી ગયા. અને લીંબડી–શ્રીસંઘના આગેવાનોને બોલાવીને તેમને પૂજ્યશ્રીમાનને લીંબડી પધારવા માટે વિનંતિ કરવા મોકલ્યા.
આ વખતે પૂજ્યશ્રી બોટાદથી વિહાર કરી ચુક્યા હતા. લીંબડી–સંઘે પૂજ્યશ્રીને મહારાજા વતી તથા સંઘવતી લીંબડી પધારવાને અત્યંત આગ્રહ કર્યો, પણ પૂજ્યશ્રી ક્ષેત્રસ્પર્શનાએ તે વખતે તે વઢવાણ શહેર પધાર્યા.
અહીંના શ્રી જીવણલાલ વકીલને આંતરિક કારણસર જ્ઞાતિ બહાર મૂકવાની વાત ચાલતી હતી. તેથી સંઘમાં કલેશ થયેલો. પૂજ્યશ્રીમાનું વઢવાણ પધારતાં જીવણલાલ વકીલ વિ. બંને પક્ષેએ પોતપોતાની વાત દલીલપૂર્વક તેઓશ્રી પાસે રજૂ કરી. જીવણલાલ જેવા સારા માણસ સંઘમાં-જ્ઞાતિમાં હેય, તો સંઘની શોભા સારી રહે, અને કલેશ જાય, એ દષ્ટિથી પૂજ્યશ્રીએ તેમને જ્ઞાતિબહાર ન મૂકવાની ભલામણ શ્રીસંઘને કરી. સંઘે પણ એ શિરોધાર્ય ગણીને એ એ જ પ્રમાણે કર્યું. આથી સંઘને કલેશ મટી ગયે.
ત્યાંથી પૂજ્યશ્રી વઢવાણ કંપમાં પધાર્યા. દરમ્યાન ના. લીંબડીનરેશ મુંબઈ ગયેલા. તેઓ પાછાં ફરતાં અમદાવાદ ઉતર્યા. ત્યાં શેઠ પાસેથી જાણ્યું કે-પૂજ્યશ્રી હાલ વઢવાણ કંપમાં બિરાજે છે, અને થડા દિવસમાં વીરમગામ થઈને અમદાવાદ પધારશે.
આથી ના. મહારાજાએ લીંબડી આવીને તુર્તજ પિલા આગેવાન-શ્રાવકેને બોલાવ્યા, અને કહ્યું : “પૂજ્ય મહારાજશ્રી લીબડી કેમ ન આવ્યા? હવે તમે ફરી વિનંતિ કરવા જાવ, અને જરૂર લાગે તો મારું ડેપ્યુટેશન (Daputation) પણ લઈ જજો.”
આ સાંભળીને શ્રાવકોએ કહ્યું : અમે ફરીવાર જઈને પૂજ્યશ્રીને આગ્રહપૂર્વક વિનંતિ કરીને અહીં લાવીશું.
અને તે જ દિવસે તેઓએ વઢવાણ કેપ જઈને પૂજ્યશ્રીને અત્યંત આગ્રહપૂર્વક વિનંતિ કરી. તેમને અત્યાગ્રહ જેઈને પૂજ્યશ્રીએ ક્ષેત્રસ્પર્શનાએ લીંબડી પધારવાની તેમની વિનંતિ સ્વીકારી. આથી શ્રીસંઘને તથા ના. મહારાજાને ઘણે આનંદ થયો.
વઢવાણ કંપથી વિહાર કરીને પૂજ્ય શ્રીમાન અનુક્રમે લીંબડી પધારતાં અહીંના શ્રીસંઘે તથા ના. મહારાજાએ ભવ્ય સામૈયું કર્યું. સામૈયાના બેન્ડ વિ. સર્વ સાધન સ્ટેટના હેવાથી સામૈયામાં એર ભવ્યતા આવી હતી.
પ્રથમ-દિવસનું પૂજ્યશ્રીનું મંગલાચરણ- વ્યાખ્યાન સાંભળવા માટે ના. લીંબડીનરેશ સહિત આખું ગામ ઉમટયું હતું. પૂજ્યશ્રીએ મંગલ–વ્યાખ્યાનમાં ફરમાવ્યું કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org