________________
૧૦૮
શાસનસમ્રાટ્
હવે ચામાસુ શરૂ થયું. મેહૂલા રાજા નિખ ધણું લૂછ્યા. ખેડૂતોને ખેતીની માસમ રાર્ થઈ.
પૂજ્યશ્રીની નિળ-વાણીની સરવાણી પણુનિ ધપણે વહેવા લાગી. શ્રાવકભાવિકાને ધમની મેાસમ શરૂ થઈ.
શ્રીપન્નવણાસૂત્ર તથા પરિશિષ્ટ પર્વની પાવન દેશના પૂજ્યશ્રી પ્રતિદિન ફરમાવવા લાગ્યા.
મેઘધ્વનિ શી ગંભીર, અને જળ ભરેલી નદી શી નિર્મળ એ દેશના સાંભળવા માનવાની ઠઠ્ઠ જામતી. વૈરાગ્યરસભરપૂર એ વાણીએ લેાકેાના હૈયા ઉપર અદ્ભુત આકર્ષણ જમાવી દીધું હતું.
પર્યુષણા પર્વ પછી શ્રીસ`ઘે વિપુલ દ્રવ્ય ખચી ને અઠ્ઠાઈ મહેાત્સવ ઉજવ્યો.
આ ચામાસામાં પૂજ્યશ્રીએ જૈન શ્વે. મૂ. પૂ. ઐસેાસિએશન (Assossiation) નામની સંસ્થાની સ્થાપના કરી—
તેમાં અમદાવાદના ગૃહસ્થા પણ સભ્ય (Members) તરીકે જોડાયા.
આમ અનેકવિધ શાસન પ્રભાવનાના કાર્યો આ ચામાસામાં થયા, અને ચામાસું પૂ
થયું.
ચેામાસાના વરસાદથી જામી ગયેલેા કાદવ-કીચડ હવે સુકાયા હતા, અને એથી રસ્તાએ સ્વચ્છ થઈ ગયા હતા.
મખમલની વિશાળ જાજમશી અઢારે ભાર હરિયાળી વનસ્પતિ પૃથ્વી-પટ ઉપર મયૂરની જેમ વિધવિધ કળા કરતી સેહી રહી હતી.
મેઘ-રાજાની મહેરથી વર્ષાની હેલી પામીને ઉન્મત્ત બનેલા મયૂરો, અને તૃપ્ત થયેલા ચાતક–ખાળ અશ્રાન્તપણે પુનઃ વર્ષાઋતુની વાટ જોઈ રહ્યા હતા.
શીયાળાની શરૂઆત થઈ ચૂકી હતી. સૂર્યનારાયણ પેાતાના સમશીતેચ્છુ કિરણે વડે શીતથી ભયભીત બનેલા લોકોને આશ્વાસી રહ્યા હતા.
ચામાસુ` પૂર્ણ થવાથી સાધુ-ભગવંતાનો વિહાર પણ છૂટા થયા હતા. અનેક મુનિવર દેશ-પ્રદેશમાં વિચરીને જિનધના કલ્યાણકર રાહુ ભાવિકાને દેખાડવામાં તત્પર બન્યા હતા. એવે ટાણે—આપણા પૂજ્ય ચરિત્રનાયક સૂરિદેવ પણુ એટાદથી અમદાવાદ તરફે વિહાર કરવાની તૈયારી કરવા લાગ્યા.
આ વખતે લીખડી સ્ટેટના ધમ પ્રેમી તથા પ્રજાપ્રિય નામદાર મહારાજા શ્રી ઢોલતસિ‘હજી ખહાદુર કોઈ કાય` પ્રસંગે અમદાવાદ ગયેલા. શેઠશ્રી મનસુખભાઈ અને ના. મહારાજાના સબધ ખૂબ ઘનિષ્ઠ હતા. શેઠશ્રી ના. મહારાજાના ખૂબ હિતચિંતક હતા. અને તેથી ના. મહારાજાના શેઠશ્રી પ્રત્યે એટલે બધે આદરભાવ હતા, કે જ્યારે જ્યારે શેઠશ્રી લી’બડી આવે, ત્યારે ના. મહારાજ પેાતાના એક મહાન હિતેષી વડીલ તરીકે તેમનુ એન્ડ-વાજાં સાથે સામૈયુ' કરતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org