________________
રિચક્રચક્રવર્તી વિદ્વાન મુનિરાજને વિધિવિધાન સંયુકત આચાર્ય પદ આપવાની આવશ્યકતા જણાવાથી સંવેદમાગમાં શિરોમણિભૂત મુનિ મહારાજશ્રી બુદ્ધિવિજયજી (બુટેરાયજી) મહારાજના પુન્યપ્રતાપી ચંદ્રછાયાવત્ શીતળતાદાયી શિષ્ય મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના શિષ્ય પંન્યાસજી શ્રી નેમવિજયજી ગણીને તે પદ આપવાને નિરધાર કરવામાં આવ્યું.
પંન્યાસજી શ્રી નેમવિજયજી વિગેરે મુનિવર્ગની તથા શ્રી ભાવનગરના સંઘની પ્રથમ ઈચ્છા પંન્યાસજી શ્રી ગંભીરવિજયજી ગણીને આચાર્યપદ આપવાની હતી. પરંતુ તેમાં દાયકની વિધિપૂર્વક ચે હન કરીને પદસ્થ થયેલા અને તેઓને પદવી આપી શકે તેવા વડીલ મુનિરાજની અપેક્ષા હોવાથી તે ઈચ્છા ફળીભૂત થઈ શકે તેવું ન જણાવાથી ઉપર પ્રમાણે નિર્ણય કરી બહારગામથી જૈન સમુદાયના આગેવાન ગૃહસ્થ પધારી શકે તે હેતુથી કુંકુમ પત્રિકા બહાર પાડવામાં આવી અને તે સુમારે ૩૦૦ ઉપરાંત શહેરે તથા ગામેના સંઘ ઉપર અને આગેવાન ગૃહસ્થો ઉપર મેકલવામાં આવી. મુનિવર્ગને પણ આમંત્રણ કરવા માટે ખાસ કુંકુમ પત્રિકાઓ મેકલી. ત્યારબાદ જેઠ સુદિ ૩ મંગળવારથી તે નિમિત્તે અઠ્ઠાઈ મહસવ કરવાનું ઠરાવી તેનું પ્રોગ્રામ છપાવી બહાર પાડયું.
શ્રીસંઘનો ઉત્સાહ વિશેષ હોવાથી ખર્ચને માટે એક ટીપ શરૂ કરી. અને મોટા દહેરાસરની અંદર મહોત્સવ નિમિત્તના ખાસ મંડપમાં શ્રી મેરૂપર્વતની સુંદર રચના કરવામાં આવી. આ મેરૂ ચૂલિકા ઉપરના જિન મંદિર સહિત ૧૦ ફુટ ઉપરાંત ઉંચે કરવામાં આવ્યો. પહોળાઈ ફુટ ૭ની રાખી. તેની બાજુની જમીનને ભદ્રશાળવન કલ્પી તેની અંદર ચાર કોણે ચાર ભૂમિકૂટ રચી તેના પરની ચાર દેરીઓમાં ચૌમુખ પધરાવ્યા હતા. મેરૂ પર્વત ઉપર ચડતાં પ્રથમ ૫૦૦ અને આવનારૂં નંદનવન વનસ્પતિ વડે અલંકૃત કર્યું હતું. અને તેની અંદરના ૪ ચૈત્ય જરા ઉંચા ઝુલાવીને તેમાં એકેક બિંબ પધરાવ્યા હતા. ત્યારપછીના ૬૩૦૦૦ એજન ઉંચા મનસ વનમાં અને તેનાથી ૩૬૦૦૦ એજન ઉંચા પાંડુકવનમાં પણ ચારે બાજુ ચાર ચાર સુશોભિત ચિત્યા કરી તેમાં એકેક બિંબ પધરાવ્યા હતા. મધ્યમાં રહેલી ૪૦ એજન ઉંચી ચૂલિકાનું ચૈત્ય ઘણું જ રમણીય બનાવી તેમાં ચૌમુખ પધરાવ્યા હતા. આ આખા પર્વત સુવર્ણ તથા રૌખ્યમય તેમજ કુદરતી અને કૃત્રિમ વનસ્પતિમય બનાવવામાં આવ્યું હતું. તેમજ જુદાજુદા ચૈત્યેની અંદર જડેલા અરીસાઓથી રાત્રિએ રેશની થતાં ઘણે અદ્ભુત દેખાવ થઈ રહેતો હતો. મંડપની અંદર પણ રેશનીના સાધને તરીકે ચીનીખાનું પુષ્કળ બાંધેલું હતું.
જેક સુદિ ૩જે સવારમાં દરેક ચૈત્યમાં પ્રભુ પધરાવવામાં આવ્યા હતા. એકંદરે ૩૨ બિંબ બિરાજમાન થયા હતા. તેમની સમક્ષ આઠે દિવસ બપોરે ક્રમસર શ્રી સત્તરભેદી, શ્રી પંચકલ્યાણકની, અષ્ટપ્રકારી, નવાણું પ્રકારી, પંચજ્ઞાનની, નવપદજીની, બારવ્રતની અને નંદીશ્વર દ્વીપની પૂજા ભણાવવામાં આવી હતી. ફળ નૈવેદ્યાદિક વડે સારી રીતે દ્રવ્યભક્તિ કરવામાં આવતી હતી. તે સાથે બહારગામથી પ્રવીણ ભેજકને પણ બોલાવેલા હતા. જેથી ભાવભક્તિમાં પણ સારો રસ જામતો હતો.
આચાર્ય પદારેપણનો દિવસ જેક શુદિ ૫ ગુરૂવારને હોવાથી શુદિ ૪થે બહારગામથી ઘણું ગૃહસ્થ પધાર્યા હતા. અમદાવાદથી નગરશેઠ શ્રી ચીમનભાઈ લાલભાઈ કરતુરભાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org