________________
શાસનસમ્રાટ
શ્રીસાગરજી મ. તથા પૂજ્યશ્રીના સર્વ શિષ્ય તેઓ બન્નેની અપૂર્વ વૈયાવચ્ચમાં રાત-દિવસ તત્પર રહેવા લાગ્યા.
- પૂજ્યશ્રી જ્યારે ખંભાત બિરાજતા હતા, ત્યારે ત્યાંની સંસકૃત પાઠશાળા માટે પંડિત શ્રીચક્રધર ઝા આવેલા. તેમની સાથે નાનપંથના શ્રીમંતાનન્દજી' નામના એક વિદ્વાન સંન્યાસી પણ આવેલા. તેઓ ગપ્રક્રિયાના અભ્યાસી હતા. અને ખોરાકમાં કાયમ દૂધ અને કેળ વિ. ફળ જ લેતા, અનાજ કદી પણ ન લેતાં. તેઓ જેટલા દિવસ ખંભાત રહ્યા, તેટલા દિવસ સુધી પૂજ્યશ્રીની પ્રેરણાથી શ્રાવકેએ તેમની સર્વ પ્રકારની વ્યવસ્થા સુન્દર રીતે સાચવી હતી. તેથી તથા પૂજ્યશ્રીની વિદ્વત્તાથી તેઓ ખૂબ પ્રભાવિત બન્યા હતા.
એ સંન્યાસીજી વૈદક શાસ્ત્રમાં વિશારદ હતા, ક્ષયરોગ (T. B) વગેરે રાજરોગોના તેઓ ખૂબ નિષ્ણાત અને અનુભવી ચિકિત્સક હતા. તે કારણથી તેઓ સારી ખ્યાતિ પામેલા. તેમણે મુંબઈમાં કઈક શ્રાવક મારફત પૂજ્યશ્રીની તબીયત નાજુક હેવાના સમાચાર જાણ્યા. તત્કાલ તેઓ પૂજ્યશ્રી પરના સદુભાવને લીધે છાણ આવી પહોંચ્યા. તેમણે પૂજ્યશ્રીની તથા શ્રીયશોવિજયજી મ. ની સતત સારવાર ચાલુ કરી, નિયમિત ઔષધ અને પથ્યનું સેવન કરાવવા માંડયું.
એ ઔષધોપચારના પ્રતાપે થોડા જ દિવસોમાં પૂજ્યશ્રીની તબીયત સ્વસ્થ થઈ ગઈ. સંગ્રહણને રેગ નાબૂદ થયો. શ્રીયશોવિજયજી મ. ને પણ વળતાં પાણું જણાવા લાગ્યા. એટલે પેલા સંન્યાસીજી સ્વસ્થાને ચાલ્યા ગયા.
પણ એમના ગયા પછી મુનિશ્રીયશોવિજયજી મ. ની તબીયત વધારે અસ્વસ્થ બની. ગળામાં શ્વાસ રૂંધાવા લાગ્યા. અવાચક જેવા બની ગયા. શ્રીસાગરજી મ. ને તેમની સ્થિતિ ગંભીર લાગી.
હવે પૂજ્યશ્રી બહાર વાડીમાં બિરાજતા હતા. તેઓશ્રીની તબીયત હજી હમણું જ સુધરી હતી. તેથી ચિન્તા થાય એવી આ વાત તેઓશ્રીને કરવી કે નહિ. એવી દ્વિધામાં તેઓ પડયા. છેવટે શ્રીદિનકરરાવ શાસ્ત્રીની સલાહથી પૂજ્યશ્રીને એ વાત જણાવવાનું વિચાર કર્યો.
તેઓ શાસ્ત્રીજીને સાથે લઈને વાડીએ ગયા, અને પૂજ્યશ્રીને આઘાત ન લાગે તે માટે પહેલાં શાસ્ત્રીય દૃષ્ટાન્ત આપવા માંડયા કે શ્રી મહાવીર પ્રભુની વિદ્યમાનતામાં જ તેમના ૯ ગણધરે મોક્ષે ગયેલા. વિ. વિ.
આ બધાં દષ્ટાન્તો સાંભળીને ચોર પૂજ્યશ્રી બધું પામી ગયા. તેમણે પૂછયું : બીજી બધી વાતે પછી, યશોવિજયજીની તબીયત કેમ છે? તે સ્પષ્ટ કહે.
શ્રીસાગરજી મહારાજે તેમની ગંભીર હાલતની વાત કરી. પૂજ્યશ્રી તરત જ ગામમાં પધાર્યા. યશોવિજયજી મ.ની તબીયત જોઈ. તેઓશ્રીને લાગ્યું કે ગળામાં કફ અટકી જવાથી આમ બનવા પામ્યું છે. બીજું કઈ કારણ નથી. એટલે તેઓશ્રીએ ટંકણખારના ઉપચારથી જ એ કફ ગાળી નાખે. અને શકિત માટે જરા દૂધ વપરાવ્યું. ધીરે ધીરે ગળું ઉઘડવા લાગ્યું. ત્યારપછી થોડા દિવસમાં તેમની તબીયત સ્વસ્થ બની ઘઈ. શરીરબળ પણ વધ્યું. ને સૌની ચિન્તા ઓછી થઈ ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org