________________
સુરિચકચક્રવર્તી
૮૭
પણ શ્રીયશોવિજયજી મ. ની તબીયત સારી થઈ, ત્યાં પુનઃ પૂજ્યશ્રીને સંગ્રહણને ઉપદ્રવ શરૂ થયે. વડોદરાથી રાજવૈદ્ય શ્રી બાપુલાલ હીરાલાલ તથા શ્રી છોટાલાલ વિગેરે વંદનાથે આવ્યા. તેમણે પૂજ્યશ્રીને વિનંતિ કરી કે વડોદરા પધારો તે વ્યવસ્થિત સારવાર કરી શકાય.
પૂજ્યશ્રી પણ કંઈક શકિત આવ્યા પછી વડેદરા પધાર્યા, અને ત્યાં રાજવૈદ્ય બાપુલાલભાઈની દવાથી તેઓશ્રીને વ્યાધિ મટી ગયે.
આ દિવસોમાં શ્રી શત્રુંજય મહાતીર્થ અંગેની વાટાઘાટો સંઘ અને સ્ટેટ વચ્ચે ચાલી રહી હતી. તેને માટે શેઠ શ્રી મનસુખભાઈ તથા શેઠ શ્રી લાલભાઈએ પૂજ્યશ્રીને આ તરફ જ બિરાજવાની વિનંતિ કરતાં પૂજ્યશ્રીએ સુરત તરફન વિહાર બંધ રાખ્યો.
ખરેખર ! ક્ષેત્રસ્પર્શના બલવતી છે.
[૨૫] સૂરિચકચકવતી
વડોદરાના શ્રીસંઘની વિનંતિથી મુનિશ્રી ઋદ્ધિવિયજી મ. આદિ ત્રણ મુનિઓને પૂજ્યશ્રીએ ત્યાં ચોમાસું રાખ્યા. અને પિતે સપરિવાર ડાઈ પધાર્યા. અહીં શ્રીલઢણુ પાર્શ્વનાથ ભગવાનના તથા ન્યાય વિશારદ ન્યાયાચાર્ય પ.પૂ. મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજની ચરણપાદુકાના દર્શન કર્યા.
અહીંયા-ખંભાતના શેઠ પોપટભાઈ અમરચંદ વગેરે આગેવાન ગૃહસ્થ ખંભાતજીરાવલાપાડામાં ૧૯ દેરાસરમાંથી તૈયાર થયેલા એક ભવ્ય શિખરબંધી જિનાલયની પ્રતિષ્ઠા કરાવવા માટે પૂજ્યશ્રીને વિનંતિ કરવા આવ્યા. આ દેરાસર પૂજ્યશ્રીની સસ્પેરણુથી તૈયાર થયેલું, અને તેમાં તેઓશ્રીની પ્રેરણાથી શેઠ મનસુખભાઈએ હજાર રૂપિયાની મદદ પણ ઘણીવાર કરેલી.
પિપટભાઈ શેઠ વિ. ની ઘણી વિનંતિ થવાથી પૂજ્યશ્રી વૈશાખ માસમાં ખંભાત પધાર્યા. ત્યાં મેટા મહોત્સવ અને ઘણી ધામધૂમપૂર્વક જેઠ સુદ દશમના દિવસે એ મહાન જિનપ્રાસાદમાં જુદા જુદા ૧૯ ગર્ભગૃહો-ગભારાઓમાં ૧૯ જિનાલયના મૂળનાયકજી આદિ જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. અને દેરાસરના મૂળનાયક તરીકે શ્રીચિન્તામણિ પાર્શ્વનાથ ભગવાનના આલ્હાદક અને ચમત્કારિક પ્રતિમાજી બિરાજમાન કર્યા.
આ દેરાસરના ભૂમિગૃહમાં શ્રીગિરનાર-તીર્થપતિ શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમા જેવી જ શ્રીનેમિનાથ ભગવાનની અદ્દભુત અને રમણીય પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી.
ઇતિહાસ બોલે છે કે જ્યારે કાન્યકુન્જનરેશ આમ રાજાએ શ્રીગિરનાર આદિ તીર્થોને છ રી પાળા સંઘ કાઢ્યો, ત્યારે તે રાજાએ પ્રતિજ્ઞા લીધી કે “જ્યાં સુધી શ્રીગિરનાર તીર્થપતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org