________________
ક્ષેત્રસ્પર્શના પ્રભાવ
૮૫ પૂજ્યશ્રી ઉપદેશ આપતા હતા ત્યાં જ એ મુનિરાજને ચક્કર આવવાથી પડી ગયા. પગે જામઠા થઈ ગયા. વધારે પ્રમાણમાં લેહી પડવાથી અશકિત આવી ગયેલી, તેથી આમ બન્યું.
તેમની આવી તબીયત જોઈને વિહાર બંધ રાખીને પૂજ્યશ્રી પુનઃ ગામમાં પધાર્યા. અને એ મુનિશ્રીની કાળજીભરી સારવાર શરૂ કરી. એગ્ય ઔષધોપચાર કર્યા. શ્રી સંઘે પણ ખડે પગે ભકિત કરી. આથી તત્કાલ તો રાહત થઈ ગઈ. તબીયત ઘણી સારી જણાવા લાગી. પણ કાળની ગહન ગતિ કેણ કળી શકે? એક દિવસ તેઓ બપોરે એકચિત્તે પડિલેહણ કરતા હતા, તેમાં જ આયુષ્યબળ પૂરું થવાથી તેઓ સમાધિભાવે શુભલેશ્યામાં કાળધર્મ પામ્યા.
આવા તપસ્વી-ભકિતપ્રધાન મુનિશ્રીના કાળધર્મથી પૂજ્યશ્રી આદિ સૌને ઘણું જ દુઃખ થયું. પણ ભાવિ આગળ સૌ નિરૂપાય હતા.
“દુકાળ વરસમાં અધિક માસની જેમ આ જ દિવસોમાં બોરસદમાં પ્લેગે દેખા દીધી. પ્લેગના કેસ પણ બનવા લાગ્યા. મુનિશ્રી નવિજયજી કાળધર્મ પામ્યા, એ જ દિવસે મુનિશ્રી દર્શનવિજયજી મ. ને તાવ આવ્યો અને ગળામાં ગાંઠ નીકળી. મુનિશ્રી ઉદયવિજયજી મ. આદિ અન્ય મુનિઓને પણ એનાં ચિહ્નો જણાતાં પૂજ્યશ્રીએ તત્કાલ ગામમાંથી વિહાર કર્યો. અને ગામ બહારની વાડીમાં આવીને રહ્યા. ત્યાં સ્થિરતા કરીને એગ્ય ઔષધોપચાર કરતાં સર્વ મુનિઓ સ્વસ્થ થઈ ગયા. આ વખતે મુનિશ્રી દર્શનવિજયજી મ. આદિ કેટલાક મુનિઓને શ્રીમહાનિશીથ સૂત્રના “પર” દિવસના આયંબીલના આગઢ ગ ચાલતા હતા. તેમાં આવી તબીયત નરમ થવા છતાંય તેઓએ મકકમપણે વેગ વહેવા ચાલુ જ રાખ્યા. એ યોગના પ્રતાપે જ તેમને રોગ જલદી દૂર થયે હોય એમ સૌને લાગ્યું.
બધાં મુનિઓએ સ્વસ્થતા મેળવી લીધી એટલે પૂજ્યશ્રી વિહાર કરીને દાલ પધાર્યા. અહીં અઠવાડિયા પૂરતી સ્થિરતા કરી. અહીંયા દિગંબર ભાઈઓના ઘર ઘ| હતા. વેતાંબરનું એકેય નહિ. પૂજ્યશ્રીની અદ્દભુત પ્રતિભાથી પ્રભાવિત બનીને એ દિગંબર શ્રાવકોએ દરેક રીતે તેઓશ્રીની ઘણી ભકિત કરી.
દાઓલથી આદર-વાસદ થઈને પૂજ્યશ્રી છાણી પધાર્યા. છેલ્લાં કેટલાંક દિવસોના ઉજા ગરા આદિને કારણે તેઓશ્રીને પેટમાં દુઃખાવે રહેતું હતું. તે અંગે ઉપચાર કર્યા. પણ તેનાથી દુખાવે ન મટતાં સંગ્રહણીનું દર્દ વધી પડ્યું. એને લીધે તેઓશ્રીને પેટમાં કંઈપણ ખોરાક ટકતે નહીં. ઠલાં જ થઈ જતાં.
અધૂરામાં પૂરું હોય તેમ તેઓશ્રીના વિદ્વાન બાલ-શિષ્ય મુનિશ્રી યશેવિજયજી મ. ની તબીયત પણ વિશેષ નરમ થઈ.
પૂજ્યશ્રીની માંદગીના સમાચાર જાણીને પં. શ્રી આનંદસાગરજી મ. પિતાના બે શિષ્યો સાથે છાણી પધાર્યા. અને પૂજ્યશ્રીની સારવારમાં-વૈયાવચ્ચમાં જોડાયા. શ્રી યશોવિજયજી મ. ની ચિન્તા પૂજ્યશ્રીને વધારે રહ્યા કરતી હતી. તેથી તેઓશ્રીની પિતાની તબીયત પણ સુધરતી નહોતી. એ જોઈને શ્રીસાગરજી મ. આદિએ પૂજ્યશ્રી તથા બીજાં આઠ-દશ મુનિઓને ગામ બહારની વાડીમાં રાખ્યા. અને યશોવિજયજી મ. તથા અમુક મુનિઓને ગામમાં રાખ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org