SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમદ્રિ શ્રી માતર તીર્થ પાસે મેલાવ નામનું ગામ હતું. ત્યાંના શ્રાવકને ઉજમણું કરવું હતું. તેથી તેઓ તે પ્રસંગે ત્યાં પધારવા માટે પૂજ્યશ્રીને વિનંતિ કરવા આવ્યા. પૂજ્યશ્રીએ તે વિનતિ સ્વીકારીને તે તરફ વિહાર કર્યો. માર્ગમાં ‘દેવા’ ગામે વૈશાખ સુદ પાંચમે શ્રી ઉજમશીભાઈને દીક્ષા આપી, તેમને નિજ શિષ્ય તરીકે સ્થાપ્યા. તેમનું નામ મુનિશ્રી-ઉદય વિજયજી મ. રાખ્યું. ‘દેવાથી મેલાવ” પધાર્યા. ત્યાં ઉદ્યાપન-મહોત્રાવ ધામધૂમથી કરાવ્યું. | મુનિશ્રી ઉદયવિજયજીની દીક્ષાના સમાચાર તેમના સંસારી-કુટુંબીજનોને મળતાં તેઓ મેલાવ આવ્યા, અને મેહ-વશ થઈને તેમણે શેડ કોલાહલ કર્યો. પૂજ્ય મહારાજશ્રીએ તેમને સમજાવ્યા. નવદીક્ષિત મુનિશ્રીએ પણ સંપૂર્ણ મકકમતા દાખવી, એટલે તેઓ શાન્ત થયા. તેઓએ પૂજ્યશ્રીને વિનંતિ કરી કે-“વડી દીક્ષા ખંભાતમાં કરે.” પૂજ્યશ્રીએ પણ તેમના સંતોષ માટે વડી દીક્ષા ખંભાતમાં કરવાનું સ્વીકાર્યું. આથી તેઓને સંતેષ થ. મેલાવમાં ઉદ્યાપન–મહત્સવ પૂર્ણ કરીને પૂજ્યશ્રી ખંભાત પધાર્યા. અને ત્યાં મુનિશ્રી ઉદયવિજ્યજી મ.ને ગહન કરાવવાપૂર્વક વડી દીક્ષા આપી. સં. ૧૯૨નું આ ચાતુર્માસ પણ તેઓશ્રીએ ત્યાં જ કર્યું. આ ચાતુર્માસમાં (૧) યતિવર્યશ્રી દેવચંદ્રજીએ પિતાને પ્રાચીન ગ્રંથભંડાર પૂજ્યશ્રીને અર્પણ કર્યો. આથી પૂજ્યશ્રી ને જ્ઞાનભંડાર સમૃદ્ધ બન્યા. (૨) ગદ્વહન કરવાને સમર્થ મુનિઓને શ્રી ઉત્તરાધ્યયન, આચારાંગ, કલ્પસૂત્ર, આદિ આગમના ચેગ વહાવ્યા. (૩) શાસ્ત્રીશ્રી દિનકરરાવ, શાસ્ત્રીશ્રી શશિનાથ ઝા વગેરે પંડિત પાસે સાધુઓને વિવિધ દાર્શનિક શાસ્ત્રોને પદ્ધતિપૂર્વક અભ્યાસ કરાવ્યું. ચોમાસા પછી સુરત શ્રી સંઘના અગ્રણીઓ-શેઠ નગીનદાસ મંછુભાઈ નગીનદાસ કપૂરચંદ, તલકચંદ સરકાર, હીરાલાલ મંછાભાઈ વગેરે પૂજ્યશ્રીને સુરત પધારવાની વિનંતિ કરવા આવ્યા. તેઓની અત્યાગ્રહભરી વિનંતિને માન આપીને પૂજ્યશ્રીએ સુરત તરફ વિહાર કર્યો. પણ ક્ષેત્રસ્પર્શના સૌથી બળવાન વસ્તુ છે. જવાની પૂરી ઈચ્છા હોય, પણ ક્ષેત્રસ્પર્શના ન હોય તે એ ઈરછા પાંગળી જ બની રહે છે. જવાની ઈચ્છા ન હોય, પણ ક્ષેત્રસ્પર્શના જે હોય, તો ત્યાં અવશ્ય જવું પડે છે. આ આ બળવાન ક્ષેત્રસ્પર્શના પ્રભાવ છે. એ જ ક્ષેત્રસ્પર્શના અહીં પણ આડી આવી. સુરતના સંઘની વિનંતિ હતી. પૂજ્યશ્રીની ત્યાં જવાની ભાવના હતી. બધું હતું, નહોતી એક ક્ષેત્રસ્પર્શના. બન્યું એવું કે-પૂજ્યશ્રી ખંભાતથી વિહાર કરી, બોરસદ પધાર્યા. તેઓશ્રીના મુનિશ્રી નયવિજયજી મ. નામના એક શિષ્ય, કે જેઓ આજે ૯-૯ માસ થયા આયંબીલની ઓળી કરતા હતા, તેમને ચાલુ એળીમાં હંમેશ નાકમાંથી લોહી પડતું, તે પણ આજ દિન સુધી તેમણે આંબેલ ચાલુ જ રાખ્યા. પૂજ્યશ્રી ઘણીવાર તેમને સમજાવતા કે લેહી પડતું બંધ થાય પછી આંબેલ કરે. પણ તેમણે આંબેલ ન છેડયાં. વિહારમાં પણ ચાલુ જ હતા. બેરસદથી આગળ વિહાર કરવાના સમયે ગામ બહાર વળાવવા આવેલ શ્રાવકોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy