SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ ક્ષેત્રસ્પર્શના પ્રભાવ પૌત્ર શ્રી ગેવરધન અમુલખ, કે જેઓ ઢુંઢીયા ધર્મ પાળતા હતા, તેઓને પૂજ્યશ્રીએ ઉપદેશ આપે. તેમને મૂર્તિપૂજાની મહત્તા અને આવશ્યક્તા શાસ્ત્રાધારે સમજાવી. તેથી તેઓ તથા બીજા ઘણું ઢુંઢકપંથી ગૃહસ્થ પ્રતિબોધ પામ્યા, અને પોતાના કહ્યાગ્રહ ત્યજીને મૂર્તિપૂજાની સમુખ બન્યા. મૂર્તિપૂજાના આ સન્માર્ગમાં તેઓ દઢ બને, એ માટે દેરાસરરૂપ આલંબનની તેમને જરૂર હતી. એને માટે પૂજ્યશ્રી ભેયીજીની યાત્રા કરીને જ્યારે અમદાવાદ પધાર્યા ત્યારે તેઓશ્રીએ શેઠ શ્રી જમનાભાઈ ભગુભાઈ ને ઉપદેશ આપે. તેમણે એ ઉપદેશ ઝીલી લીધે, અને પિતાના સ્વ. ધર્મપત્ની શ્રીસમરથ બહેનના સ્મરણાર્થે તેમણે જીર્ણોદ્ધાર માટે સારી રકમ આપી. ત્યારબાદ શેઠ જેસીંગભાઈને (હઠીસિંગ કેસરીસિંગવાળા) ઉપદેશ આપીને તેમની વાડીમાં (જેસીંગભાઈની વાડીમાં) સુન્દર જિનપ્રાસાદ બનાવરાવ્યું. સં. ૧૯૬૨માં પૂજ્યશ્રીના પવિત્ર હસ્તે પાંચ મુમુક્ષુ ભાઈઓની દીક્ષા થઈ. ૧. બલોલના વતની એક શ્રાવકને દીક્ષા આપી, તેમનું નામ મુનિશ્રી પ્રમોદવિજયજી રાખી પિતાના શિષ્ય પં. શ્રી સુમતિવિજયજી મ. ના શિષ્ય મુનિશ્રી ત્રાદ્ધિવિજયજી મ. ના શિષ્ય કર્યા. ૨. લીંબોદરાના એક ગૃહસ્થને દીક્ષા આપી. તેમનું નામ મુનિશ્રી પ્રભાવવિજયજી મ. રાખી, પિોતાના શિષ્ય કર્યા, ૩. પેથાપુરના એક ભાઈને દીક્ષા આપી, તેમનું નામ મુનિશ્રી શુભવિજ્યજી રાખીને પિતાના પ્રશિષ્ય મુનિશ્રી અદ્ધિવિજયજીના શિષ્ય કર્યા. ૪. પાટણના વતની શા. ઘેલા આકમચંદના સુપુત્ર શા. અમૃતલાલના ચિરંજીવી શ્રી ભીખાભાઈ નામના કિશોરને દીક્ષા આપી. તેમનું નામ મુનિશ્રી વિજ્ઞાનવિજયજી મ. રાખી, તેમને સ્વશિષ્ય બનાવ્યા. આ ચાર દીક્ષાઓ અમદાવાદમાં આપી ત્યાંથી વિહાર કરીને પૂજ્યશ્રી ખંભાત પધાર્યા. પૂર્વે ખંભાતમાં સ્થાપેલી “જંગમ પાઠશાળા ચાલુ જ હતી. તેના બુદ્ધિશાળી વિદ્યાથીઓ –શેઠ પુરુષોત્તમભાઈ પિપટલાલ, શેઠ દલસુખભાઈ કસ્તુરચંદ, શ્રી ઉજમશીભાઈ ઘીયા વગેરે કિશોરે તથા યુવાને પૂજ્યશ્રી પાસે અભ્યાસાર્થે આવતા. પૂજ્યશ્રીના ઉપદેશથી એ બધાંએ ચૈત્રમાસની શ્રી નવપદજીની શાશ્વતી ઓળી વિધિપૂર્વક એક ધાન્યના આંબેલથી કરી. પ. એ સર્વ વિદ્યાથીઓમાંથી શ્રી ઉજમશીભાઈ ઘીયા, કે જેમણે જંગમ પાઠશાળા'માં રજૂધમાં ચારા' આદિ વિશિષ્ટ ગ્રન્થોનું અધ્યયન ૧૬ વર્ષની કિશોર-વયે કરેલું, તેમને સંસારને ત્યાગ કરી સંયમ લેવાની ભાવના જાગી. તેમણે મનમાં દૃઢ-સંક૯પ કર્યો કે દીક્ષા લેવી જ. ત્યાર પછી તેમણે પૂજ્યશ્રીને પોતાનો સંકલ્પ-નિશ્ચય નિવેદિત કરીને પોતાને પ્રવજ્યા આપવા માટે વિનંતિ કરી. એમને દીક્ષા આપવા માટે શેઠ પુરૂષોત્તમદાસભાઈએ સંમતિ આપી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy