SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રા ૮૦ મહારાજાના પ્રતિકારની વિચારણા ચાલી. અજીમગંજ નિવાસી બાબુસાહેબ શ્રી છત્રપતિસિંહજી પણ આ સભામાં હાજર હતા. તેમણે ત્યાં જ પ્રતિજ્ઞા કરી કે હું ભરસભા માં મહારાજાને ઉડાવી દઈશ, (મારી નાખીશ) પણ મારા પવિત્ર તીર્થાધિરાજની તલભાર પણ આશાતને નહિ થવા દઉં.” સૌના તન-મનમાં એક જ ભાવના હતી કે-કેઈપણ ભેગે આપણા તીર્થાધિરાજની આશાતના અટકાવવી જ જોઈએ. આ સિવાય બીજા વિચાર કે અભિલાષાને કેઈના દિલમાં સ્થાન ન હતું. મુનિશ્રી મણીવિજયજી મ. તથા આપણું ચરિત્રનાયકશ્રીના શિષ્ય મુનિશ્રી ઋદ્ધિવિ જ્યજી મ. આદિ મુનિવરો પણ મહાતીર્થને આશાતનામાંથી બચાવવા માટે પ્રાણ ન્યોછાવરા કરવા તૈયાર થઈ ગયા. કો જૈન-સપૂત પિતાના પ્રાણપ્યારા તોર્થની રક્ષા માટે-તીર્થથી આશાતના અટકાવવા માટે પિતાના પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર ન હોય ભલા ? પણ સમયના પારખુ પૂજ્યશ્રીએ એ સૌને વાર્યા, કારણકે- જૈનેના રાજ્ય સાથેના સંબંધ વિશેષ ન બગડે તે માટે ખાસ તકેદારી રાખવાની હતી. વળી પેઢી કાયદેસર પગલાં ભરી રહી હતી. - તેઓશ્રીએ શ્રીસાગરજી મ. તથા શ્રીમણુવિજ્યજી મ. આદિ મુનિવર પાલિતાણાથી વિહાર કરાવીને ભાવનગર સ્ટેટની હદમાં મોકલી દીધા. કારણ કે કદાચ ટેટ તરફથી કાંઈક હેરાનગતિ થાય તો બધા ય એક સાથે મુકેલીમાં મૂકાઈ જાય. આ પછી તેઓશ્રીએ શ્રી ભાઈચંદભાઈ નામના એક બાહોશ અને હિંમતવાન શ્રાવકને બોલાવ્યા. તેમને આ આખુંય પ્રકરણ સમજાવીને હવે કેવાં પગલાં લેવા ? તે સમજાવી દીધું. ભાઈચંદભાઈ પણ પૂરા કાબેલ હતા. પૂજ્યશ્રીની સૂચના માત્ર જ તેમને બસ હતી. તેમણે તરત જ પિતાની કામગીરી આરંભી દીધી. સર્વપ્રથમ-મહારાજાએ ઈંગારશાપીરના છાપરા -આરડી માટે સામાન તે સ્થાને પહોંચાડવા, વિ. બાબતના આપેલા આજ્ઞાપત્રની તથા તેના જવાબની નકલે સિફતથી મેળવી લીધી. તેમાં એકાદ દિવસ જેલમાં પણ જવું પડયું, પણ નકકર પુરાવાના અભાવે બીજે દિવસે તેઓ નિર્દોષ છૂટી ગયા. ત્યારપછી તેઓએ પાલિતાણા અને આજુબાજુના ગામમાં વસતા આયર કેમના ભાઈ એને ગુપ્ત રીતે ભેગા કર્યા, અને તેમને સમજાવ્યા કે-ના. મહારાજા શુંગારશાપીરને બકરાઓનો ભેગ આપવા માગે છે. જે તમે નહીં ચેતે તે બકરાં સાફ થઈ જશે. જે બકરાઓના આધારે તમારી આજીવિકા છે, એ જે આવી રીતે સાફ થઈ જાય, તે તમારાં બાળ-બચ્ચાં ખાશે શું ? આયરોનાં મનમાં આ વાત બરાબર ઠસી ગઈ. એટલે ભાઈચંદભાઈ આયરોને પૂજ્યશ્રી પાસે લઈ આવ્યા. પૂજ્યશ્રીને વંદન કરીને આયરેએ કહ્યું કે-“અમે અમારાં બાળબચ્ચાં માટે પણ આવું અધર્મકાર્ય નહિ થવા દઈએ. માટે આપ એ બાબતમાં નિશ્ચિંત રહેજે” પછી ત્યાંથી ગયા. અને તેઓ અંદરોઅંદર નકકી કરીને કેઈ ન જાણે તેમ એક રાત્રે ગિરિરાજ ઉપર ઈગાશાપીરના સ્થાનક આગળ જુદી જુદી દિશાએથી આવીને એકત્ર થયા. અને છાપરું તથા દીવાલ બાંધવા માટે જે ટેટ તરફથી આવેલા સરસામાન હતા, તેને પહાડની ખીમાં એવી રીતે ગુમ કરી દીધું કે કઈનેય એને પત્તે જ ન મળે. એારડી બંધાય તે બકરાને ભેગ ચઢાવાય પણ ઓરડીને સામાન જ ન હોય ત્યાં ઓરડી કયાંથી બાંધે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy