________________
७८
શાસનસમ્રાફ્ટ અમદાવાદ શ્રીસંઘના અગ્રણીઓ પૂજ્યશ્રીની અમદાવાદ પધારવાની વિનંતિ કરવા અહીં આવ્યા. તેમની વિનંતિ સ્વીકારીને પૂજ્યશ્રી કેડ–ગાંગડ-બાવળા વિ. માર્ગ–આગત ગામોને પાવન કરતા કરતા અમદાવાદ પધાર્યા. અહીં ગોઢાહી ત્રણે મુનિવરને મહોત્સવપૂર્વક ગણિ-પંન્યાસ પદ તેઓશ્રીએ અર્પણ કર્યું. એ ત્રણે મુનિવર અનુક્રમે-પંન્યાસશ્રી આનંદ. સાગરજી મ., પંન્યાસશ્રી પ્રેમવિજયજી મ. તથા પંન્યાસશ્રી સુમતિવિજયજી મ. તરીકે પ્રસિદ્ધ થયા. - સં. ૧૯૬૦નું એ ચોમાસું પૂજ્યશ્રી તથા શ્રીસાગરજી મ, મણીવિજ્યજી મ. આદિ સર્વ મુનિવરેએ અમઢાવાદમાં સાથે કર્યું.
પૂજ્યશ્રીનો કોઈ અદ્દભુત પ્રભાવ હતું કે-જ્યારથી તેઓશ્રીએ સ્વતંત્ર ચાતુર્માસ કરવાની શરૂઆત કરી, ત્યારથી દરેક માસા પછી તેઓશ્રીના ઉપદેશથી તેઓશ્રીની નિશ્રામાં શ્રીસિદ્ધાચલજી આદિ મહાતીર્થોના છ “રી પાળતા સંઘ પ્રાયઃ નીકળતા હતા. આ વખતે પણ ચોમાસું પૂરું થયા બાદ શેઠ વાડીલાલ જેઠાભાઈએ પૂજ્યશ્રીના ઉપદેશથી શ્રીસિદ્ધાચલજી મહાતીર્થને છે “રી પાળા સંઘ કાઢયે.
પિતાના શિષ્યો-મુનિશ્રી દ્ધિવિજયજી, યશોવિજયજી, આદિ મુનિઓને અભ્યાસ ચાલતું હોવાથી તેઓને અમદાવાદ રાખીને બીજા શિષ્યો તથા શ્રીસાગરજી મ., શ્રીમણિવિજયજી મ. ની સાથે પૂજયશ્રી સંઘમાં પધાર્યા.
પાલિતાણા પહોંચીને હૈયાના ઉમંગથી સૌએ દાદાને હાર્યા. અને પૂજયશ્રીના પવિત્ર હસ્તે તીર્થમાળ પહેરીને સંઘવી વાડીલાલભાઈ કૃતકૃત્ય બન્યા.
[૨૩] તીર્થ-આશાતનાનું નિવારણ અને પિતાજીને આત્મ-સંતોષ
જૈનોનું મહાન તીર્થ ! જેનો મહિમા વર્ણવતાં શાસ્ત્રકારો થાકતાં નથી ! જેની પવિત્રતાને કોઈ પાર નથી ! સકલ તીર્થોનાં જે રાજા સમું ગણાય છે ! જે મહાતીર્થ શાશ્વતપ્રાય છે!
જ્યાં પ્રથમ તીર્થપતિ, પ્રથમ મુનિ પતિ અને પ્રથમ નરપતિ ભગવાન ઋષભદેવ પરમાત્મા વિરાજે છે!
જેના દર્શન-માત્ર કરનાર આત્મા મોક્ષે જવાની ચેગ્યતા પ્રાપ્ત કરે છે. ભવ્યત્વની મહેરછાપ મેળવે છે!
આવું મહાતીર્થ શ્રી સિદ્ધાચલજી!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org