SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિ–પંન્યાસ પદવી છે; અને તેઓ આ પદવીને પૂરેપૂરા લાયક છે. લાયકને લાયક માન મળ્યું છે. જે આવા રત્નાધિકાને પદવી આપવામાં આવતી હોય તે અત્યારે કેટલાક પ્રસંગમાં બન્યું છે તેમ તે પદવી અપવાદમાં ન આવી પડે.” (વિ. સં. ૧૯૬૦ના માગશર-પોષ માસને જૈન ધર્મ પ્રકાશને અંક) આ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે-પૂજ્યશ્રી કેવા મહાન બહુશ્રુત મુનિરાજ હતા, અને તેમને પદવી મળ્યાથી સકલ સંઘમાં કેટલે હર્ષ—આનંદ પ્રગટ્યો હતો. પદવીને મહોત્સવ ઉજવાયા બાદ વળા -શ્રી સંઘે પૂ. ગુરુદેવને જિનાલયની પ્રતિષ્ઠા કરવા માટે વિનંતિ કરી. આ જિનાલય પૂ. ગુરુદેવશ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજના ઉપદેશથી નિર્માણ કરવામાં આવ્યું હતું. તેથી પૂ. પંન્યાસશ્રી ગંભીરવિજયજી મ. તથા નૂતન પંન્યાસશ્રી નેમવિજયજી મ. આદિ મુનિવરોના પવિત્ર હસ્તે એ જ વર્ષમાં વળાના દેરાસરની પ્રતિષ્ઠા થઈ. એ વખતે પરમપકારી પૂજ્ય ગુરુદેવશ્રી વૃદ્ધિચંદ્રજી મ.ની ભવ્ય મૂર્તિની પણ ત્યાં પ્રતિષ્ઠા કરવામાં આવી. ત્યારપછી પૂ. પંન્યાસજી મ. શ્રીગંભીરવિજયજી મ. ભાવનગર પધારી ગયા. આપણું ચરિત્રનાયક પૂ. પંન્યાસજી મહારાજે વળામાં મુનિશ્રી આનંદસાગરજી મ પિતાના ગુરુબંધુ મુનિશ્રી પ્રેમવિજયજી મ. તથા પિતાના શિષ્ય મુનિશ્રી સુમતિવિજયજી મ. એ ત્રણ મુનિવરને શ્રી ભગવતીજી સૂત્રના રોગમાં પ્રવેશ કરાવ્યું. લેરા-શ્રી સંઘની વિનંતિથી તેઓશ્રી સપરિવાર વળાથી વિહાર કરીને પેલેરા પધાર્યા. શ્રીસંઘે તેઓશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું. અહીંના શ્રી સંઘ ઉપર પરમપૂજ્ય ગુરુદેવશ્રી વૃદ્ધિચંદ્રજી મ. ને પરમ ઉપકાર હતો. અહીંના દેરાસર ઉપર નૂતન ધ્વજદંડનું આપણું કરવાનું હોવાથી તે નિમિત્તે શ્રીસંઘે પૂજ્યશ્રીની નિશ્રામાં મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું. ધ્વજ-દંડ આપણને આદેશ પૂજ્યશ્રીને ઉપદેશથી ધોલેશ નિવાસી શા. પુરુષોત્તમદાસ નાગરદાસે લીધે. મહોત્સવ ભારે ઠાઠથી ઉજવા. ધ્વજ-દંડ-આરે પણને આદેશ લેનાર પુરુષોત્તમભાઈને આજ સુધી કોઈ સંતાન ન હતું. પણ આ ધ્વજદંડ ચઢાવ્યા પછી તેમને બે સંતાન થયાં. એક હરિભાઈ અને બીજા દલીચંદભાઈ. તેથી તેમને ધમ ઉપર અનન્ય શ્રદ્ધા થઈ. અહીંયા પૂજ્યશ્રીના શિષ્ય મુનિશ્રી સુમતિવિજયજી મ. એકાએક ભયંકર માંદગીમાં સપડાયા, સીરીયસ (serious) થઈ ગયા. શ્રીભગવતીજીના આગાઢ યુગ ચાલતા હતા, તેમાં આવી ભયંકર બીમારી આવી. તો પણ તેઓશ્રીએ અપૂર્વ અને અસાધારણ સમતા ધારણ કરી હતી. પણ પૂજ્યશ્રીની કાળજીભરી દેખરેખ અને યંગ્ય સારવારને લીધે થોડા દિવસેમાં તેમને સંપૂર્ણ આરામ થઈ ગયે. અહીં–વલભીપુર નિવાસી શા. ગિરધરલાલ ભગવાનજીએ વૈરાગ્ય પામીને પૂજ્યશ્રીની પાસે દીક્ષા લીધી. તેમને પોતાના શિષ્ય કરી, તેમનું નામ મુનિશ્રી સિદ્ધિવિજયજી મ. રાખ્યું. તેઓ જીવનપર્યન્ત વિનય અને ભક્તિમાં તત્પર રહ્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy